7 મિનિટ પેહલા
- કૉપી લિંક
તમે વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ સિરાજને વર્લ્ડ કપ દરમિયાન બેન્ડ પહેરેલા જોયા જ હશે. આ બેન્ડનું નામ હૂપ (Whoop) છે. આ નામ ઘણા લોકો માટે નવું હશે, પરંતુ ICC વર્લ્ડ કપ 2023 દરમિયાન તેની ખૂબ ચર્ચા થઈ હતી. અમેરિકન કંપની હૂપ (Whoop) હવે ભારતમાં પણ વેચાણ કરશે. તાજેતરમાં હૂપે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને તેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. રોનાલ્ડોએ પણ આ કંપનીમાં મોટું રોકાણ કર્યું છે.
લોકો લાંબા સમયથી ભારતમાં આ ખાસ પ્રકારના ફિટનેસ બેન્ડના લોન્ચની રાહ જોઈ રહ્યા હતા. જો કે, ધોની અને OYOના સ્થાપક રિતેશ અગ્રવાલ સહિત અનેક ભારતીય સેલિબ્રિટીઓ તેને અમેરિકાથી ખરીદ્યા બાદ પહેરેલી જોવા મળી છે.
આ બેન્ડ ભારતમાં ક્યારે ચર્ચામાં આવ્યો?
હકીકતમાં, જ્યારે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ વર્લ્ડ કપ સેમિફાઈનલમાં સચિન તેંડુલકરનો સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડ્યો હતો, ત્યારે તે મેચ દરમિયાન કોહલીના હાથ પર બાંધેલી આ બેન્ડ ચર્ચામાં આવી હતી. ઘણા લોકોને સવાલ થયો હતો કે તે બેન્ડ ભારતમાં ક્યારે આવશે. હવે હૂપના CEO વિલ અહેમદે એક પોસ્ટમાં સ્પષ્ટતા કરી છે કે હૂપ હવે ભારતમાં ઉપલબ્ધ છે. આ પોસ્ટમાં તેમણે કહ્યું છે કે વિશ્વના ઘણા મોટા ક્રિકેટરો અને જાણીતા એથ્લેટ્સ પહેલેથી જ આ હૂપનો ઉપયોગ કરી રહ્યા છે.

કોહલીએ વર્લ્ડ કપ દરમિયાન આ બેન્ડ પહેરી હતી.
CEO વિલ અહેમદે પોસ્ટમાં એક લિંક આપી છે, જેના પર ક્લિક કરીને તમે હૂપ મેમ્બરશિપ ખરીદી શકો છો. જો કે હજી સુધી કોઈ ભારતીય વેબસાઇટ નથી, પરંતુ તમે ડિલિવરી માટે ભારત વિકલ્પ પસંદ કરી શકો છો. ગ્લોબલ વેબસાઈટ પરથી ભારતમાં પણ તેને ઓર્ડર કરી શકાય છે.
આ ફિટનેસ બેન્ડ ચોક્કસ ડેટા આપે છે, જે અન્ય કોઈપણ બેન્ડમાં મેળવવું થોડું મુશ્કેલ છે. તેમાં કોઈ ડિસ્પ્લે નથી અને તેને ચાર્જ કરવાની પદ્ધતિ પણ એકદમ અલગ છે. નોંધનીય બાબત એ છે કે તેને કાંડા પર 24X7 પહેરી શકાય છે અને તેને પહેરતી વખતે ચાર્જ પણ કરી શકાય છે.
હૂપના સીઇઓએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે હૂપ બેંડનો ફિટનેસ ડેટા વૈજ્ઞાનિક રીતે સાબિત થયો છે. ઉપરાંત, કંપનીએ તેને બનાવવા માટે ડોકટરો અને વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કર્યું છે.
આ બેન્ડ ઈન્જરીની રિકવરીને ટ્રેક કરે છે
સૌથી મોટો પ્રશ્ન એ છે કે હૂપ ફિટનેસ બેન્ડમાં એવું શું છે કે લગભગ તમામ સ્ટાર એથ્લેટ્સ તેનો ઉપયોગ કરે છે. તેની સત્તાવાર વેબસાઇટ બતાવે છે કે તે યુઝર્સને લાઇફ ઑપ્ટિમાઇઝ કરવાની સુવિધા આપે છે. હૂપ બેન્ડ એડવાન્સ હેલ્થ એન્ડ ફિટનેસ ટ્રેકિંગ ફિચર્સથી સજ્જ છે. તે માત્ર હેલ્થ ડેટાને જ ટ્રેક કરતું નથી પણ કોઈપણ ઈન્જરી રિકવરીને પણ ટ્રેક કરે છે. આ બેન્ડ સ્ટ્રેસને પણ ટ્રેક કરે છે.
તમને જણાવી દઈએ કે જ્યારે આજકાલ તમામ ફિટનેસ બેન્ડ અથવા ફિટનેસ ટ્રેકર્સ ડિસ્પ્લે સાથે આવે છે, ત્યારે યુઝર્સને હૂપ બેન્ડમાં કોઈ ડિસ્પ્લે મળતું નથી. આમાં, સ્ટ્રેપમાં પાંચ સેન્સર આપવામાં આવ્યા છે જે યુઝરના હાર્ટ રેટ અને તેના ફેરફારોને ટ્રેક કરે છે. આ સેન્સર આકી હેલ્થ ડેટાને ટ્રેક કરે છે.
ફૂટબોલર રોનાલ્ડોએ તો આ કંપનીમાં રોકાણ કર્યું છે.
ફિટનેસ બેન્ડ દરરોજ 100MB ડેટા જનરેટ કરે છે
જ્યારે હૂપ બેન્ડ સંપૂર્ણપણે ચાર્જ થાય છે, ત્યારે તેની બેટરી 5 દિવસ સુધી ચાલે છે. તે દરરોજ લગભગ 100 MB ડેટા જનરેટ કરે છે. આ ફિટનેસ બેન્ડ યુઝર્સને કેટલી ઊંઘ લેવી જોઈએ તેની માહિતી પણ આપે છે. હૂપ ફિટનેસ બેન્ડ એક વ્યક્તિગત કોચની જેમ કામ કરે છે જે સ્વાસ્થ્યની કાળજી રાખે છે. જો તમે તેને ખરીદવા માગો છો, તો તમને જણાવી દઈએ કે આ માટે તમારે લગભગ 35,870 રૂપિયા ખર્ચવા પડશે. કલરકના ઓપ્શન સાથે કિંમતમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.
ધોની પણ આ બ્રાન્ડના ફિટનેસ બેન્ડનો ઉપયોગ કરે છે
જો તમે પણ મહેન્દ્ર સિંહ ધોનીના આ ફિટનેસ બેન્ડ વિશે જાણવા માગો છો, તો તમને જણાવી દઈએ કે તેણે હૂપ બ્રાન્ડનું ફિટનેસ બેન્ડ પહેર્યું છે. માત્ર ધોની જ નહીં પરંતુ ભારતીય ટીમના ઘણા સ્ટાર ખેલાડીઓ પણ આ ફિટનેસ બેન્ડનો ઉપયોગ કરે છે. ધોની પહેલા વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ પણ આ બેન્ડ પહેરેલા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે હૂપ ફિટનેસ બેન્ડ વિશ્વભરના તમામ ટોપ એથ્લેટ્સમાં ખૂબ જ લોકપ્રિય છે. ઓલિમ્પિકમાં એક ડઝનથી વધુ ગોલ્ડ મેડલ જીતનાર માઈકલ ફેલ્પ્સ પણ હૂપ ફિટનેસ બેન્ડનો ઉપયોગ કરે છે.

ધોની એક ચાહક સાથે જોવા મળે છે. તેમાં તમે જોઈ શકો છો કે ધોનીના કાંડામાં જે બેન્ડ છે તે હૂપ બેન્ડ છે.
કંપનીની શરૂઆત વર્ષ 2015માં થઈ
હૂપની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી અને વિલ અહેમદ તેના સીઈઓ અને સ્થાપક છે. કંપનીએ વર્ષ 2015માં તેની પ્રથમ પ્રોડક્ટ પણ લોન્ચ કરી હતી અને તેનું નામ હૂપ 1.0 હતું. હૂપ 4.0 વર્ષ 2023માં લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કંપનીએ OpenAI સાથે પણ ભાગીદારી કરી છે.