44 મિનિટ પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડે પુણેમાં રમાયેલી બીજી મેચ 113 રને જીતીને સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ અને રવીન્દ્ર જાડેજા સિવાય અન્ય બેટર્સ રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. સિનિયર બેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ ફ્લોપ રહ્યા હતા. મેચ ખતમ થયા બાદ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે પેવેલિયન પરત ફરતી વખતે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શકતો નથી અને પોતાના બેટથી વોટર બોક્સને જોરથી ફટકારે છે.
ઇનિંગ દરમિયાન કોહલી લયમાં દેખાતો નહોતો બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી વચ્ચે 31 રનની ભાગીદારી થઈ હતી. સેન્ટનરે યશસ્વીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. જો કે, તે તેની ઇનિંગ દરમિયાન લયમાં જણાતો ન હતો અને બેકફૂટ પર સતત બોલને ડિફેન્ડ કરી રહ્યો હતો અને આમ કરવું તેના માટે મોંઘું સાબિત થયું. કોહલીને 30મી ઓવરના છેલ્લા બોલ પર અમ્પાયરે LBW આપ્યો અને તે માત્ર 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.
બીજી ઇનિંગમાં વિરાટ અમ્પાયર્સ કોલ પર LBW આઉટ થયો હતો.
ફિલ્ડ અમ્પાયરને કંઈ કહેતો જોવા મળ્યો ને વોટર બોક્સ પર બેટ માર્યું કોહલીએ રિવ્યૂ લીધો અને રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ લેગ સ્ટમ્પને સહેજ સ્પર્શી રહ્યો હતો. જેના કારણે કોહલી ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને તે ફિલ્ડ અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થને કંઈક કહેતો જોવા મળ્યો હતો અને પછી તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. જોકે, પેવેલિયન પરત ફરતી વખતે કોહલી પોતાનું મગજ ગુમાવતો જોવા મળ્યો હતો. મેદાન છોડ્યા બાદ તેણે ડ્રેસિંગ રૂમ તરફ જતી વખતે રાખેલા વોટર બોક્સ પર પોતાનું બેટ માર્યું હતું.
કિવીઝે પહેલીવાર ભારતને ભારતમાં ટેસ્ટમાં હરાવ્યું ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કિવી ટીમે ભારત સામે ભારતમાં જ ટેસ્ટ સિરીઝ જીતી હોય. ન્યૂઝીલેન્ડની આ જીતનો હીરો મિચેલ સેન્ટનર રહ્યો હતો, જેણે ભારતની પહેલી ઇનિંગમાં સાત અને બીજી ઇનિંગમાં છ વિકેટ ઝડપીને પોતાની ટીમને ઐતિહાસિક સિદ્ધિ અપાવી હતી.
મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમની પિચ પર સેન્ટનર ભારતીયો માટે દંતકથા તરીકે ઊભરી આવ્યા હતા. પહેલી ઇનિંગમાં સાત વિકેટ લઈને પોતાની ટીમને 103 રનની મહત્ત્વની લીડ અપાવનાર સેન્ટનરનો ડર ભારતીયો પર છવાઈ ગયો. ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં 255 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 359 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ભારતીય ટીમ 245 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડે પહેલી ઇનિંગમાં 259 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતનો પ્રથમ દાવ 156 રનમાં સમેટાઈ ગયો હતો.
ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચને લગતા આ સમાચાર પણ વાંચો…
12 વર્ષ, 4331 દિવસ, 18 હોમ સિરીઝ જીતના વર્ચસ્વનો અંત: રોહિત-વિરાટનું ખરાબ ફોર્મ ભારે પડ્યું, કેપ્ટન-કોચની સ્ટ્રેટેજી નિષ્ફળ; કિવીઝને હળવાશથી લેવાનું પરિણામ ભોગવ્યું
ન્યૂઝીલેન્ડ ટીમે 3 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી બે મેચ જીતીને ભારતીય ટીમ સામે આ ઐતિહાસિક સિરીઝ જીતી લીધી હતી. 12 વર્ષ પહેલાં ઇંગ્લેન્ડે ભારતને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું હતું. આ પછી 12 વર્ષ, 4331 દિવસ અને 18 સતત હોમ સિરીઝ પછી ટીમ ઈન્ડિયા પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સિરીઝ હારી છે. જો કે, આજે અમે તમને તે 7 કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે ભારત ટેસ્ટ સિરીઝ હારી ગયું. સંપૂર્ણ સમાચાર વાંચો…