દુબઈ9 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય બેટર વિરાટ કોહલી ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોપ-10માં પરત ફર્યો છે. તે ODI રેન્કિંગમાં શુભમન ગિલ કરતા એક સ્થાન પાછળ છે.
સ્પિનર રવિ બિશ્નોઈને T-20માં ફાયદો થયો છે. ઓલરાઉન્ડરોની ટેસ્ટ રેન્કિંગમાં રવીન્દ્ર જાડેજા ટોપ પર યથાવત છે.
સેન્ચુરિયન ટેસ્ટમાં કોહલીએ 38, 76 રનની ઇનિંગ્સ રમી
કોહલીએ સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટમાં 38, 76 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તેને રેન્કિંગમાં ચાર સ્થાનનો ફાયદો થયો છે અને તે નવમા નંબરે આવી ગયો છે. તેના 761 રેટિંગ પોઈન્ટ છે. કોહલી 2022માં ટોપ-10માંથી બહાર નીકળી ગયો હતો.
ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં કેન વિલિયમસન ટોચ પર યથાવત છે. જ્યારે જો રૂટ બીજા સ્થાને છે. જ્યારે ત્રીજા નંબર પર સ્ટીવ સ્મિથ છે. ડેરીલ મિચેલને 3 સ્થાનનો ફાયદો થયો છે. તે ચોથા નંબર પર આવી ગયો છે.
જાડેજા ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. તેને 446 પોઇન્ટ છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન 348 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે ત્રીજા નંબર પર બાંગ્લાદેશનો શાકિબ અલ હસન છે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચ પર છે.
રવિ બિશ્નોઈ T-20માં બીજા સ્થાને પહોંચી ગયો
સ્પિનર રવિ બિશ્નોઈ T-20 બોલરોની રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે. તેને 785 પોઇન્ટ છે. આદિલ રાશિદ 726 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બિશ્નોઈ સિવાય કોઈ ભારતીય બોલર T-20 રેન્કિંગમાં ટોપ 10માં સામેલ નથી. સૂર્યકુમાર યાદવ T-20 બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે.

સ્પિનર રવિ બિશ્નોઈને T-20 બોલરોની રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો થયો છે.
બેટર શુભમન ગિલ ODIમાં બીજા ક્રમે છે
શુભમન ગિલ ODI બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને છે. વિરાટ ત્રીજા અને રોહિત શર્મા ચોથા ક્રમે છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ ટોપ પર છે. જ્યારે ODI બોલિંગમાં મોહમ્મદ સિરાજ ત્રીજા નંબર પર છે.