- Gujarati News
- Sports
- Cricket
- Kohli Missed The Catch Of Jadran Rohit Sharma, Match Moments, Match Record Kohli Missed The Catch Of Jadran IND Vs AFG
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતે તેની પ્રથમ સુપર-8 મેચમાં અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા હાલમાં ચાલી રહેલા T-20 વર્લ્ડ કપમાં અજેય છે, વરસાદના કારણે એક મેચ અનિર્ણિત રહી હતી.
બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રોહિત શર્માએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સૂર્યકુમાર યાદવની ફિફ્ટી (53 રન)ની મદદથી ટીમ ઈન્ડિયાએ ધીમી પિચ પર 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા અને અફઘાન ટીમને 182 રનનો ટાર્ગેટ આપ્યો.
રન ચેઝમાં અફઘાન ટીમ 20 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ઘણા મોમેન્ટ્સ અને રેકોર્ડ્સ જોવા મળ્યા હતા. ભારતીય કેપ્ટનને DRSથી લાઇફ લાઇન મળી હતી. જે બાદ તે એ જ ઓવરમાં આઉટ થયો હતો. કોહલીએ 2022 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હારિસ રઉફ સામે જે શોટ રમ્યો હતો તેને શોટ ઑફ ધ સેન્ચુરી કહેવામાં આવે છે. આજે તેણે આ જ શોટ અફઘાનિસ્તાનના ઝડપી બોલર નવીન સામે રમ્યો હતો. રોહિત શર્મા ICC ટુર્નામેન્ટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સર મારનાર બેટર બન્યો છે.
IND Vs AFGની 7 મોમેન્ટ્સ…
1. રોહિત DRSમાં બચ્યો, પછી એ જ ઓવરમાં આઉટ થયો

રોહિત શર્માએ 13 બોલમાં 8 રનની ઇનિંગ રમી હતી.
ભારતીય ઇનિંગ્સની ત્રીજી ઓવર ફેંકી રહેલા લેફ્ટ આર્મ પેસર ફઝલ હક ફારૂકીએ ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે ત્રીજી ઓવરના પાંચમાં બોલ પર કેપ્ટન રોહિત શર્માને રાશિદ ખાનના હાથે કેચ આઉટ કરાવ્યો. રોહિત ફુલ લેન્થ બોલ પર સીધા બેટથી મોટો શોટ રમવા માગતો હતો, પરંતુ તે સ્લોઅર બોલ સામે રમી શક્યો નહોતો. ફઝલ હકે આ બોલ 119ની સ્પીડથી ફેંક્યો હતો. બોલ બેટના તળિયે વાગ્યો અને મિડ-ઓન પર ઉભેલા રાશિદ ખાનના હાથમાં ગયો. આ પહેલાં, એ જ ઓવરના પહેલા બોલ પર ફઝલનો બોલ રોહિતના પેડ પર વાગ્યો. અફઘાનિસ્તાને DRS લીધો હતો અને ત્રીજા અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો.
2. કોહલીની ફ્લેટ સિક્સ

વિરાટ કોહલીએ 24 બોલમાં 24 રન બનાવ્યા હતા.
કોહલીએ નવીનના બોલ પર શોટ ઑફ ધ સેન્ચુરી જેવી સિક્સર ફટકારી હતી. જે રીતે તેણે 2022માં પાકિસ્તાન સામે હારિસના બોલ પર સિક્સર ફટકારી હતી, તેવી જ રીતે આજે વિરાટે નવીનના બોલ પર શોટ રમ્યો હતો. પાંચમી ઓવરમાં વિરાટ કોહલીએ નવીન ઉલ હકના બોલ પર ફ્લેટ સિક્સર ફટકારી હતી. ગુડ લેન્થના સ્લો બોલ પર કોહલીએ સીધા બેટથી બોલરના માથા પર શોટ રમ્યો હતો.
3. દુબે DRSમાં આઉટ થયો

શિવમ દુબે 10 રન બનાવીને આઉટ થયો હતો.
રાશિદ ખાને સતત ત્રીજી ઓવરમાં ભારતને આંચકો આપ્યો હતો. પંત-કોહલી બાદ તેણે શિવમ દુબેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તે ઓફ સ્ટમ્પમાંથી અંદર આવતા બોલને કટ રમવા માગતો હતો, પરંતુ બોલ પેડ સાથે અથડાયો. રાશિદે અપીલ કરી, પરંતુ ફિલ્ડ અમ્પાયરે અપીલ ફગાવી દીધી, તેથી અફઘાનિસ્તાનના કેપ્ટને DRS લીધો અને થર્ડ અમ્પાયરે દુબેને આઉટ જાહેર કર્યો.
4. નવીને પંતનો કેચ પડતો મૂક્યો

રિષભ પંતે 11 બોલમાં 20 રન બનાવ્યા હતા.
પાવરપ્લેની છેલ્લી ઓવરના પહેલા બોલ પર રનઆઉટની તક હતી, પરંતુ થર્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો. કોહલીએ નબીના પ્રથમ બોલને ફ્લિક કરીને રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શોર્ટ ફાઈન લેગ ફિલ્ડરે સીધો થ્રો કર્યો હતો, પરંતુ તેને વિકેટ મળી ન હતી. અહીં સ્ટ્રાઈક પર આવેલા રિષભ પંતે નબીની ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. બીજો ચોગ્ગો કેચ ડ્રોપને કારણે આવ્યા હતા. રિષભે ડીપ બેકવર્ડ દિશામાં સ્વિપ કર્યો, પરંતુ નવીન ઉલ હક કેચ લઈ શક્યો નહીં અને બોલ બાઉન્ડરી લાઇનની બહાર ગયો. લાઈફલાઈન મળ્યા બાદ રિષભે બીજા ચોગ્ગો બનાવ્યા.
5. સુપર ફિટ કોહલીથી ઝદરાનનો કેચ છૂટી ગયો

વિરાટ કોહલીએ ઈબ્રાહિમ ઝદરાનનો કેચ છોડ્યો હતો
વિરાટ કોહલી ત્રીજી ઓવરમાં ઈબ્રાહિમ ઝદરાનનો કેચ છૂટી ગયો હતો. ઝદારને ઓફ સ્ટમ્પની બહાર બેક ઓફ લેન્થ બોલ રમ્યો હતો. જે કવર પોઈન્ટ પર ઉભેલા વિરાટ કોહલી પાસે ગયો હતો, પરંતુ કોહલી કેચ પકડી શક્યો નહોતો. અર્શદીપની આ ઓવરમાં 9 રન આવ્યા અને અફઘાનિસ્તાનનો સ્કોર 23/1 થઈ ગયો.
6. કાળી પટ્ટી પહેરીને બહાર આવી ટીમ ઈન્ડિયા, જોન્સનને આપી શ્રદ્ધાંજલિ

ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ બ્લેક બેન્ડ પહેરી હતી.
ભારતીય ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને અફઘાનિસ્તાન સામે રમ્યા હતા. તેઓએ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ડેવિડ જોન્સનને શ્રદ્ધાંજલિ આપી હતી. જોન્સને ગુરુવારે આત્મહત્યા કરી હતી.
7. ઈરફાન પઠાણ ટ્રોફી લાવ્યો

ટ્રોફી સાથે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ.
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ મેચની શરૂઆત પહેલાં ટ્રોફી લઈને આવ્યો હતો. ઈરફાન ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો એકમાત્ર સભ્ય છે. તેને 2007 T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો.
હવે 3 રેકોર્ડ્સ પર નજર કરો…
1. ICC ટુર્નામેન્ટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સર
ICC ટુર્નામેન્ટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે રોહિત શર્મા નંબર-1 પર પહોંચી ગયો છે. તેણે પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન ઈયોન મોર્ગનને પાછળ છોડી દીધો છે. હવે તેણે 20 ઇનિંગ્સમાં 39 સિક્સર ફટકારી છે. જ્યારે ઇયોન મોર્ગને 29 ઇનિંગ્સમાં 38 સિક્સર ફટકારી છે.

2. T-20 WCમાં સિંગલ ડિજિટની સૌથી વધુ રન
T-20 વર્લ્ડ કપમાં કોઈપણ ખેલાડીએ સૌથી વધુ સિંગલ ડિજિટ બનાવવાના મામલે રોહિત પ્રથમ સ્થાને છે. તેણે હવે T20 વર્લ્ડ કપમાં 11 વખત સિંગલ ડિજિટ એટલે કે 10થી ઓછા રન બનાવ્યા છે. આ પહેલાં આ અનિચ્છનીય રેકોર્ડ યુવરાજ સિંહના નામે હતો.

3. T-20માં સૌથી વધુ પ્લેયર ઑફ ધ મેચ
T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ હવે સૂર્યકુમાર યાદવને મળ્યો છે. તેની 64 મેચમાં 15 પ્લેયર ઑફ ધ મેચ રહ્યો છે. બીજા નંબર પર વિરાટ કોહલી છે. જેની પાસે 120 મેચમાં 15 પ્લેયર ઑફ ધ મેચ છે.
