મુંબઈ36 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતનો સ્ટાર બેટર કિંગ કોહલી T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાંથી બહાર થઈ શકે છે. ટેલિગ્રાફે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે નેશનલ સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલીને વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝન આ 35 વર્ષીય ભારતીય બેટર માટે છેલ્લી તક છે, જો તે આ સિઝનમાં વધુ સારું પ્રદર્શન કરી શકશે તો તેને ટીમમાં રાખવા માટે વિચારણા થઈ શકે છે. તે છેલ્લા 2 મહિનાથી બ્રેક પર છે. કોહલીએ T20 વર્લ્ડ કપમાં 131.30ના સ્ટ્રાઈક રેટથી 1141 રન બનાવ્યા છે.
કોહલીની પોઝિશનમાં સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને રિંકુ સિંહ જેવા બેટર તેની જગ્યા લઈ શકે છે.
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝનો હિસ્સો નહતો
વિરાટ કોહલી તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ નહોતો. સિરીઝ પહેલા જ તેણે વ્યક્તિગત કારણોસર રજા લઈ લીધી હતી. વિરાટ કોહલીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 17 જાન્યુઆરીએ અફઘાનિસ્તાન સામે રમી હતી.
કોહલી બે અઠવાડિયા પહેલા પુત્રી વામિકા સાથે લંડનમાં જોવા મળ્યો હતો.
શાહે કહ્યું- કોહલીની ભૂમિકા નક્કી કરીશું
થોડા દિવસો પહેલા BCCI સેક્રેટરી જય શાહે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આવનારા સમયમાં અમે વિરાટ કોહલીની ભૂમિકા નક્કી કરીશું.
BCCI સેક્રેટરી જય શાહે એક ઈવેન્ટ દરમિયાન રોહિતને T20 વર્લ્ડ કપમાં કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી.
ભારત 2013થી ICC ટ્રોફી જીતવામાં સફળ રહ્યું નથી
ભારત છેલ્લા 11 વર્ષથી ICCની કોઈ ઈવેન્ટ જીતી શક્યું નથી. ટીમે છેલ્લે વર્ષ 2013માં ICC ટ્રોફી જીતી હતી. ધોનીની કેપ્ટનશિપમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.
આ સમાચાર પણ વાંચો…
BCCIએ પંતને ફિટ જાહેર કર્યો
દિલ્હી કેપિટલ્સના રિષભ પંતે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. બીસીસીઆઈ દ્વારા તેને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. BCCIએ માહિતી આપી હતી કે ગુજરાત ટાઈટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવ આઈપીએલની પ્રથમ 2 મેચ રમી શકશે નહીં. સર્જરી કરાવ્યા બાદ હજુ સુધી તે સ્વસ્થ થઈ શક્યો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર…