52 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી અને તેની પત્ની, બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેમના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થવાની યોજના બનાવી રહ્યાં છે. કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ આ વિશે વાત શેર કરી અને કહ્યું કે દંપતી તેમનાં બાળકોને વધુ સારી લાઇફ સ્ટાઇલ અને વાતાવરણ પ્રદાન કરવા માંગે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજકુમાર શર્માએ ખુલાસો કર્યો કે, ‘વિરાટ ટૂંક સમયમાં તેના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થવાનું અને ભારત છોડવાનું વિચારી રહ્યો છે. તે પોતાનાં બાળકોને સારી લાઇફ સ્ટાઇલ અને વાતાવરણ આપવા માગે છે, તેથી આ નિર્ણય લીધો છે.’
‘નિવૃત્તિ વિશે કોઈ વિચાર નથી’ આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કોહલી હજુ તેની ક્રિકેટ કારકિર્દીના અંતિમ તબક્કામાં છે અને હાલમાં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીકાનો સામનો કરી રહ્યો છે. રાજકુમાર શર્મા કહે છે, ‘વિરાટ હજુ પણ ખૂબ જ ફિટ છે અને તેની ઉંમર એવી નથી કે તેણે નિવૃત્તિ વિશે વિચારવું જોઈએ.’
કોહલી પત્ની અનુષ્કા અને બાળકો અકાય-વામિકા સાથે લંડન શિફ્ટ થશે.
તેમણે વધુમાં કહ્યું, ‘મારા મતે વિરાટ આગામી પાંચ વર્ષ સુધી ક્રિકેટ રમશે. મને વિશ્વાસ છે કે તે 2027ના વર્લ્ડ કપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વિરાટ એવો ખેલાડી છે જે પડકારજનક પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરે છે અને પોતાની ટીમને જીત તરફ લઈ જાય છે. તેની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ હોવા છતાં, તે હંમેશાં મજબૂત બન્યો છે.’
વિરાટ લંડનમાં કેમ રહેવા માગે છે…? કોચે કોહલીની ફિટનેસ અને વર્ક એથિકની પણ પ્રશંસા કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ક્રિકેટર પાસે આવનારાં વર્ષોમાં આ રમત માટે ઘણું બધું છે. જ્યારે કોહલીનું ક્રિકેટ ભવિષ્ય સુરક્ષિત જણાય છે, ત્યારે વિદેશમાં સ્થળાંતર કરવાના તેના અહેવાલના નિર્ણયે ચાહકો અને ક્રિકેટ જગતમાં રસ જગાવ્યો છે. કોચ રાજકુમારના મતે કોહલીનું આ પગલું વ્યાવસાયિક વિચારણાઓને બદલે વ્યક્તિગત પ્રાથમિકતાઓના કારણે હોય શકે છે.
વિરાટ કોહલી સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
મેલબોર્ન એરપોર્ટ પર કોહલી ઓસ્ટ્રેલિયન મીડિયાકર્મી સાથે દલીલ કરતા જોવા મળ્યો
હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા માટે આ ટૂર WTC ફાઈનલને જોતાં ખૂબ જ મહત્ત્વની છે. ગઈકાલે ગાબા ટેસ્ટ ડ્રો થતાં સિરીઝ 1-1ની બરાબરી પર છે. ઉપરાંત ટીમનો દિગ્ગજ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને પણ અચાનક નિવૃત્તિ લેતાં હવે ટીમ પર વધુ દબાણ છે ત્યારે આજે ટીમ ઈન્ડિયા બ્રિસ્બેનથી મેલબોર્ન જવા માટે નીકળી હતી, જોકે આ દરમિયાન ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલીની મેલબોર્ન પહોંચતાં જ ઓસ્ટ્રેલિયાની એક મહિલા ટીવી પત્રકાર સાથે દલીલ થઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…