21 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રીલંકાના દિગ્ગજ બેટર કુમાર સંગાકારા IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના મેન્ટર બની શકે છે. તે ટીમમાં ગૌતમ ગંભીરનું સ્થાન લેશે. ગૌતમ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદ આ પદ ખાલી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્રેન્ચાઇઝીએ શ્રીલંકાના ખેલાડીનો સંપર્ક કર્યો છે. હાલમાં વાતચીત ચાલી રહી છે. 46 વર્ષીય સંગાકારા ગત સિઝન સુધી રાજસ્થાન રોયલ્સના ક્રિકેટ ડિરેક્ટર હતા. તેની પાસે અન્ય ફ્રેન્ચાઈઝીની ઓફર પણ છે.
કુમાર સંગાકારા KKRમાં ગૌતમ ગંભીરનું સ્થાન લઈ શકે છે.
સંગાકારા સાથે RRનું શાનદાર પ્રદર્શન સંગાકારાએ 2021માં રાજસ્થાન રોયલ્સ માટે ક્રિકેટ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેના નિર્દેશનમાં RR ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. IPL 2022માં રાજસ્થાનની ટીમ ફાઈનલ રમી હતી. જો કે, ટીમ ગુજરાત ટાઇટન્સ સામે તેની બીજી ટ્રોફી ઉપાડવામાં ચૂકી ગઈ હતી. જ્યારે ગત સિઝનમાં ટીમ ક્વોલિફાયર-2 હારવાને કારણે ફાઈનલમાં પહોંચી શકી ન હતી.
સંગાકારા સાથે, RR ટીમ 4 સિઝનમાં બે વખત પ્લેઑફમાં પહોંચી હતી.
KKRના સપોર્ટ સ્ટાફમાં ઘણા ફેરફારો થશે IPLની આગામી સિઝન પહેલા, KKR ટીમનો લગભગ સમગ્ર સપોર્ટ સ્ટાફ બદલાઈ જશે, કારણ કે ટીમના મેન્ટર ગૌતમ ગંભીર, બેટિંગ કોચ અભિષેક નાયર અને ફિલ્ડિંગ કોચ રેયાન ટેન ડોશચેટ હવે ભારતીય ટીમ સાથે જોડાઈ ગયા છે. હાલમાં ટીમના સપોર્ટ સ્ટાફમાં માત્ર હેડ કોચ ચંદ્રકાંત પંડિત અને બોલિંગ કોચ ભરત અરુણ જ છે.
ગંભીર, અભિષેક અને ડોશચેટે KKR છોડી દીધું છે.
KKR ગત સિઝનમાં ચેમ્પિયન બની હતી શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ, KKR ટીમે ગત સિઝનમાં ત્રીજી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી હતી. ફાઈનલ મેચમાં, ટીમે 57 બોલ બાકી રહેતા સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે 8 વિકેટે એકતરફી વિજય નોંધાવ્યો હતો. આ પહેલા KKRએ ગૌતમ ગંભીરની કેપ્ટનશિપમાં 2012 અને 2014માં IPLનો ખિતાબ જીત્યો હતો.