એક કલાક પેહલા
- કૉપી લિંક
દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુન્ગી એન્ગિડી ઈજાના કારણે રવિવારથી ભારત સામે શરૂ થનારી 3 મેચની T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 27 વર્ષીય ખેલાડીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.જો કેદક્ષિણ આફ્રિકાની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રિહેબ કરશે.
એન્ગિડીની જગ્યાએ ઝડપી બોલર બ્યુરેન હેન્ડ્રિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. 33 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર હેન્ડ્રીક્સે 2021માં T20 ફોર્મેટમાં રાષ્ટ્રીય ટીમ માટે તેની છેલ્લી મેચ રમી હતી. તેણે 19 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 25 વિકેટ લીધી છે.
ODI વર્લ્ડ કપ દરમિયાન ઈજા થઈ હતી
લુન્ગી એન્ગિડી ODI વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેના ડાબા પગની ઘૂંટીમાં મચકોડાઈ ગઈ હતી. જેના કારણે તે ઓસ્ટ્રેલિયા સામે કોલકાતામાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં પણ રમી શક્યો ન હતો. એન્ગિડી ભારત સામે T20 શ્રેણી માટે જાહેર કરાયેલી ટીમમાં સામેલ હતો. એવી આશા હતી કે તે ભારત સામેની શ્રેણી પહેલા ફિટ થઈ જશે, પરંતુ તે હજુ સુધી ફિટ થયો નથી.
ભારતમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપ દરમિયાન અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં લુંગી એન્ગિડીને ઈજા થઈ હતી.
27 વર્ષીય સાઉથ આફ્રિકાના અનુભવી ફાસ્ટ બોલર લુન્ગી એન્ગિડીએ અત્યાર સુધી પોતાના દેશ માટે 17 ટેસ્ટ, 56 વન-ડે અને 20 ટી-20 મેચ રમી છે. આવી સ્થિતિમાં તેની પાસે ટેસ્ટમાં 51 વિકેટ, વન-ડેમાં 88 વિકેટ અને T20માં 60 વિકેટ છે.
ટીમ ઈન્ડિયા ડરબન પહોંચી ગઈ
ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે 6 ડિસેમ્બરની સવારે ડરબન પહોંચી હતી. ટીમનું પ્રથમ પ્રેક્ટિસ સેશન 8 ડિસેમ્બરે થયું હતું. સૂર્યકુમાર યાદવને T20 શ્રેણી માટે ભારતીય ટીમના કેપ્ટનશિપ જવાબદારી સોંપવામાં આવી છે. તેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની હોમ T20 સિરીઝ 4-1થી જીતી છે.