સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલા
- કૉપી લિંક
મેલબોર્નમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ભારતે પુનરાગમન કર્યું છે. મેચના ત્રીજા દિવસે ભારતને ફોલોઓનનો ખતરો હતો, પરંતુ નીતિશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરની ભાગીદારીએ ટીમને આ જોખમમાંથી બચાવી લીધી હતી.
ત્રીજા દિવસે નીતિશે ટીમને સેલિબ્રેશનની ઘણી મોમેન્ટ આપી. જ્યારે તે ફિફ્ટી પર પહોંચ્યો, ત્યારે તેણે પુષ્પા સ્ટાઇલમાં ઉજવણી કરી. જ્યારે તેણે તેની સદી પૂરી કરી, ત્યારે ફેન્સે તેની સિલેબ્રેશનનું નામ બાહુબલી સેલિબ્રેશન રાખ્યું. સ્ટેડિયમમાં હાજર રેડ્ડીના પિતા મુત્યાલા રેડ્ડી ખુશીથી રડી પડ્યા હતા.
વોશિંગ્ટન સુંદરને પણ ભાગ્યનો સાથ મળ્યો. તેનો કેચ સ્ટીવ સ્મિથે છોડ્યો હતો. અગાઉ જ્યારે રિષભ પંત આઉટ થયો હતો ત્યારે સુનીલ ગાવસ્કરે તેના શોટની ટીકા કરી હતી. મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસની મોમેન્ટ્સ જુઓ…
નીતીશે બાહુબલી સ્ટાઈલમાં મેદાન પર બેટ મૂકીને અને તેના પર હેલ્મેટ લટકાવીને સેલિબ્રેટ કર્યું હતું.
નીતિશ આકાશ તરફ જોઈને ભગવાનનો આભાર માનતા જોવા મળ્યો હતો.
આ પછી નીતિશે બેટ ઊંચું કરીને ચાહકોનું અભિવાદન કર્યું.
નીતિશની સદી બાદ તેના પિતા (હાથ જોડીને) ભાવુક દેખાતા હતા.
નીતિશે પુષ્પા સ્ટાઈલમાં ફિફ્ટી સેલિબ્રેટ કરી હતી મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે લંચ બાદ નીતિશ રેડ્ડીએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 81 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા. 50 રન પૂરા કર્યા પછી, નીતિશે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની સ્ટાઇલમાં ઉજવણી કરી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
જ્યારે રેડ્ડીએ 50 રન પૂરા કર્યા ત્યારે તેણે પુષ્પા સ્ટાઈલમાં ઉજવણી કરી.
સ્ટાર્કે બેઇલ્સ બદલ્યા, જાડેજા આગામી ઓવરમાં આઉટ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ભારતીય ઇનિંગ્સની 64મી ઓવર નાખવા આવ્યો હતો. તેણે આ ઓવરનો છેલ્લો બોલ રવીન્દ્ર જાડેજાને ફેંક્યો, જેના પર જાડેજા કોઈ રન બનાવી શક્યો ન હતો. આ પછી અમ્પાયરે તેની કેપ સ્ટાર્કને પાછી આપી, પછી તેણે સ્ટમ્પ પર મૂકેલી બેઈલની બદલી કરી. તે સમયે નીતિશ કુમાર રેડ્ડી નોન-સ્ટ્રાઈકર છેડે હાજર હતા.
આ પછી ઓસ્ટ્રેલિયા તરફથી ઓફ સ્પિનર નાથન લાયને ટીમ ઈન્ડિયાની ઇનિંગની 65મી ઓવર લાવી હતી. નીતીશે પોતાની ઓવરના બે બોલ પર એકપણ રન બનાવ્યો ન હતો. ત્રીજા બોલ પર 1 રન લીધો. આ પછી જાડેજા સ્ટ્રાઈક પર હતો. સ્ટાર્કે બેઇલ્સ બદલ્યા બાદ જાડેજાનો આ બીજો બોલ હતો, જેના પર તે LBW આઉટ થયો હતો.
રવીન્દ્ર જાડેજા નાથન લાયનના બોલ પર આઉટ થયો હતો. તેણે 51 બોલમાં 17 રન બનાવ્યા હતા.
સ્મિથે સુંદરનો કેચ છોડ્યો 81મી ઓવરમાં સ્ટીવ સ્મિથથઈ વોશિંગ્ટન સુંદરનો કેચ છૂટી ગયો. સુંદરે લેગ સ્ટમ્પની બહાર બોલને ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એડ્જ વાગતા બીજી સ્લિપમાં ગયો. સ્મિથે ડાઇવ મારી, પરંતુ તે પકડી શક્યો નહીં. નવો બોલ લીધા બાદ આ પહેલી ઓવર હતી, જે મિચેલ સ્ટાર્ક ફેંકી રહ્યો હતો. આ પછી સુંદરે 50 રનની ઇનિંગ રમી હતી.
વોશિંગ્ટન સુંદરે 50 રનની ઇનિંગ રમી હતી. તેને નાથન લાયને સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
પંત સ્કૂપ શોટ રમવાના પ્રયાસમાં આઉટ થયો ભારતે 56મી ઓવરમાં છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. અહીં રિષભ પંત 28 રન બનાવીને આઉટ થયો હતો. તેને સ્કોટ બોલેન્ડે નાથન લાયનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પંત સ્કૂપ શોટ રમવા માગતો હતો, પરંતુ બોલ ડીપ-થર્ડ ફિલ્ડર પાસે ગયો, લાયને કોઈ ભૂલ કર્યા વિના કેચ લીધો.
રિષભ પંતે સ્કોટ બોલેન્ડના બોલ પર સ્કૂપ શોટ રમ્યો હતો.
પંતનો કેચ ડીપ-થર્ડ પર નાથન લાયને કર્યો હતો.
આ સ્પોર્ટ્સના સમાચાર પણ વાંચો…
નીતિશ રેડ્ડીની ‘મેં ઝુકેગા નહીં’ સ્ટાઈલમાં સેન્ચુરી: કરિયરની પહેલી સદી ફટકારી; ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર ત્રીજો યંગેસ્ટ ભારતીય; ટીમ હજુ 116 રન પાછળ
નીતિશ રેડ્ડીની સદીના દમ પર ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે કમબેક કર્યું છે. એક સમયે ટીમ પર ફોલોઓનનો ખતરો તોળાતો હતો. હાલમાં ટીમ 116 રનથી પાછળ છે. ભારતે ત્રીજા દિવસે સ્ટમ્પ્સ સુધી પહેલી ઇનિંગમાં 9 વિકેટે 358 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડી 105 અને મોહમ્મદ સિરાજ 2 રન બનાવીને અણનમ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…