સ્પોર્ટ્સ ડેસ્ક20 મિનિટ પેહલા
- કૉપી લિંક
શું ફૂટબોલ જગતમાં મેસ્સી અને રોનાલ્ડોનો યુગ ખતમ?
આ પ્રશ્ન દરેક ફૂટબોલ પ્રેમીના મનમાં છે. તેનું કારણ છે ફૂટબોલના સૌથી પ્રતિષ્ઠિત અવોર્ડ, બલોન ડી’ઓર માટે નોમિનેશન લિસ્ટ. વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટીનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી અને પોર્ટુગલના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ આ યાદીમાં નથી. 21 વર્ષ પછી આવું બન્યું છે જ્યારે આ લિસ્ટમાં નામ આ અવોર્ડની યાદીમાં નથી, આ પહેલાં 2003માં આવું બન્યું હતું.
સવાલ એ પણ છે કે મેસ્સી અને રોનાલ્ડોની કારકિર્દી ઘટી રહી છે અને બંને ફૂટબોલરો 37 વર્ષની વય વટાવી ચૂક્યા છે. મેસ્સી 37 વર્ષનો છે જ્યારે રોનાલ્ડો 39 વર્ષનો છે. જો કે, કેટલાક નિષ્ણાતો તેને ઉતાવળ ગણાવી રહ્યા છે, કારણ કે રોનાલ્ડોએ તેના એક દિવસ પહેલા જ તેની કારકિર્દીનો 900મો ગોલ કર્યો છે, જ્યારે મેસ્સીની રાષ્ટ્રીય ટીમ 2022માં ફિફા વર્લ્ડ કપ જીતી ચૂકી છે.
મેસ્સી-રોનાલ્ડોને સતત 10 વર્ષ સુધી આ અવોર્ડ મળ્યો મેસ્સી અને રોનાલ્ડોએ સતત 10 વર્ષથી આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. બંનેએ 2008 થી 2017 સુધી આ અવોર્ડ જીત્યો છે. નોમિનેશનની વાત કરીએ તો આ બેમાંથી એકનું નામ 2003 થી 2023 સુધી નોમિનેશનમાં છે.
મેસ્સીને ગયા વર્ષે અવોર્ડ મળ્યો હતો લિયોનેલ મેસ્સીએ ગયા વર્ષે 2023માં બલોન ડી’ઓર અવોર્ડ જીત્યો હતો. તેને આ અવોર્ડ ઇન્ટર મિયામી ક્લબના માલિક અને ફૂટબોલ લેજેન્ડ ડેવિડ બેકહામે આપ્યો હતો. મેસ્સીએ રેકોર્ડ 8 વખત આ અવોર્ડ જીત્યો હતો. તે સૌથી વધુ વખત બલોન ડી’ઓર જીતનાર ખેલાડી છે. તે જ સમયે, રોનાલ્ડોએ તેને 5 વખત જીત્યો છે. બંનેના નામે 13 અવોર્ડ છે. આ વર્ષના એવોર્ડ વિજેતાની જાહેરાત 28 ઓક્ટોબરે કરવામાં આવશે.
એમ્બાપ્પે અને હોલેન્ડના નામ, 30 ખેલાડીઓના નામ આ લિસ્ટમાં મેસ્સી અને રોનાલ્ડો સિવાય કાઈલિયન એમબાપ્પે, એરલિંગ હાલેન્ડ જેવા નામ છે. યુરોપિયન ચેમ્પિયનશિપ-2024 વિજેતા સ્પેન અને બે યુવા સ્ટાર્સ લેમિન યામલ અને નિકો વિલિયમ્સ પણ આ યાદીમાં છે.
અન્ય નામો: જુડ બેલિંગહામ, હકન કાલ્હાનોગ્લુ, ડેની કાર્વાજલ, રુબેન ડાયસ, આર્ટેમ ડોબવિક, ફિલ ફોડેન, અલેજાન્ડ્રો ગ્રિમાલ્ડો, મેટ હમેલ્સ, હેરી કેન, ટોની ક્રૂસ, એડેમોલા લુકમેન, એમિલિયાનો માર્ટિનેઝ, લૌટારો માર્ટિનેઝ, માર્ટિન ડી પાલ ઓલ્ડેગાર્ડ, ડેક્લાન રાઇસ, રોદ્રી, એન્ટોનિયો રુડિગર, બુકાયો સાકા, વિલિયમ સલિબા, ફેડેરિકો વાલ્વર્ડે, વિનિસિયસ જુનિયર, વિતિન્હા, ફ્લોરિયન વિર્ટ્ઝ, ગ્રેનિટ ઝાકા.