સ્પોર્ટ્સ ડેસ્ક2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લગભગ એક વર્ષ બાદ મેદાનમાં કમબેક કરવા માટે તૈયાર છે. તેને રણજી ટ્રોફી 2024-25ના પાંચમા રાઉન્ડ માટે બંગાળની ટીમમાં સામેલ કર્યો છે. બંગાળની ટીમ 13 નવેમ્બરથી ઈન્દોરમાં મધ્યપ્રદેશ સામે ટકરાશે.
આ મેચથી શમી લગભગ એક વર્ષ બાદ ક્રિકેટમાં કમબેક કરશે. ગયા વર્ષે અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ બાદથી તે મેદાનથી દૂર છે.
જો શમી આ મેચમાં પોતાની ફિટનેસ સાબિત કરે છે તો તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમમાં સામેલ કરવામાં આવશે તેવી આશા છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે શમીની ટીમમાં પસંદગી થવાની આશા હતી અગાઉ, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા શમીની ફિટનેસ પર નજીકથી નજર રાખવામાં આવી રહી હતી. જોકે, પાંચ ટેસ્ટ મેચની સિરીઝ માટે ટીમમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી. તે ટીમની પસંદગી થાય તે પહેલા જ શમીએ કહ્યું હતું કે તે બંગાળ માટે એક કે બે રણજી ટ્રોફી મેચ રમીને ઓસ્ટ્રેલિયા જવાની આશા રાખે છે.
છેલ્લી મેચ 19 નવેમ્બરે રમાઈ હતી શમીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 19 નવેમ્બર 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપની ફાઈનલમાં રમી હતી. શમી આ વર્ષે જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડ ગયો હતો અને તેના પગની સર્જરી કરાવી હતી. તેણે છેલ્લા ઘણા મહિનાઓ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન હેઠળ પસાર કર્યા. તેણે ભારત માટે 64 ટેસ્ટ મેચ રમી છે. શમીના નામે 229 ટેસ્ટ વિકેટ છે.
ઓસ્ટ્રેલિયા 2014-15થી ભારતને હરાવી શક્યું નથી ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લી 4 સિરીઝમાં ભારતને હરાવી શકી નથી. ટીમની છેલ્લી જીત 2014-15 સિઝનમાં હતી. ત્યારે સ્મિથની આગેવાનીમાં રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 2-1થી હરાવ્યું હતું. જે બાદ ભારતીય ટીમે ચારેય શ્રેણી જીતી લીધી છે.