નવી દિલ્હીએક કલાક પેહલા
- કૉપી લિંક
નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ માટે નોમિનેશન્સ બહાર પાડવામાં આવ્યા છે. BCCIએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન અવોર્ડ માટે નોમિનેટ કર્યો છે. 33 વર્ષીય શમીનું નામ નોમિનેશનની પ્રારંભિક યાદીમાં નહોતું, તેથી BCCIએ મંત્રાલયને વિનંતી કરી કે તેને દેશના બીજા સૌથી મોટા સ્પોર્ટ્સ અવોર્ડની યાદીમાં સામેલ કરવામાં આવે. આ પછી શમીને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો.
શમી સિવાય અન્ય 16 ખેલાડીઓને પણ અર્જુન અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. સાત્વિક સાઇરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય બેડમિન્ટન જોડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી છે.
શમીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના નામની ભલામણ વર્લ્ડ કપ 2023માં તેના શાનદાર પ્રદર્શનના આધારે કરવામાં આવી છે. તેણે 7 મેચમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. વર્લ્ડકપ ફાઈનલમાં હાર બાદ પીએમ મોદી જ્યારે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા ત્યારે તેમણે શમીને ગળે લગાવીને તેના પ્રદર્શનના વખાણ પણ કર્યા હતા.

શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 7 મેચમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી.
ચિરાગ-સાત્વિકની જોડીએ આ વર્ષે 3 BWF ટાઈટલ જીત્યા
સાત્વિક-ચિરાગની જોડીએ આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જોડીએ 3 BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યા છે. આ જોડીએ ઈન્ડોનેશિયા સુપર 1000, કોરિયા સુપર 500 અને સ્વિસ સુપર 300નો ખિતાબ જીત્યો છે. નવેમ્બરના અંતમાં ચાઇના માસ્ટર્સ 750ની ફાઈનલમાં આ જોડીને હારનો સામનો કરવો પડ્યો હતો.

ફાઈનલ મેચ બાદ ડાબી બાજુએ ભારતીય જોડી અને જમણી તરફ ચીનની જોડી.
દ્રોણાચાર્ય અવોર્ડ માટે 5 કોચ નોમિનેટ
કોચિંગમાં સૌથી મોટા અવોર્ડ માટે 5 લોકોને નોમિનેટ કરવામાં આવ્યા છે. જેમાં ગણેશ પ્રભાકરન (મલ્લખંભ), મહાવીર સૈની (પેરા એથ્લેટિક્સ), લલિત કુમાર (કુસ્તી), આરબી રમેશ (ચેસ) અને શિવેન્દ્ર સિંહ (હોકી)નો સમાવેશ થાય છે.
કયા અવોર્ડ માટે કોણ દાવેદાર છે?
ખેલ રત્ન: સાત્વિક-ચિરાગ (બેડમિન્ટન).
અર્જુન અવોર્ડઃ મોહમ્મદ શમી (ક્રિકેટ), અજય રેડ્ડી (બ્લાઈન્ડ રેડ્ડી), ઓજસ દેવતલે, અદિતિ સ્વામી (તીરંદાજી), શીતલ દેવી (પેરા તીરંદાજી), પારુલ ચૌધરી, શ્રીશંકર (એથ્લેટિક્સ), હુસામુદ્દીન (બોક્સિંગ), આર. વૈશાલી (ચેસ), દિવ્યકૃતિ સિંઘ, અનુષ અગ્રવાલ (અશ્વારોહણ), દીક્ષા ડાગર (ગોલ્ફ), કૃષ્ણ બહાદુર પાઠક, સુશીલા ચાનુ (હોકી), પિંકી (લૉન બોલ), ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર (શૂટિંગ), અનંત પંઘાલ (કુસ્તી) , અહિકા મુખર્જી (ટેબલ ટેનિસ).
લાઈફ ટાઈમ એવોર્ડ: કવિતા (કબડ્ડી), મંજુષા કંવર (બેડમિન્ટન), વિનીત કુમાર શર્મા (હોકી).
દ્રોણાચાર્ય અવોર્ડ ગણેશ પ્રભાકરણ (મલખંભ), મહાવીર સૈની (પેરા એથ્લેટિક્સ), લલિત કુમાર (કુસ્તી), આરબી રમેશ (ચેસ), શિવેન્દ્ર સિંહ (હોકી).