- Gujarati News
- Sports
- Cricket
- MS Dhoni; IPL 2025; CSK Vs KKR LIVE Score Update Chepauk Stadium | Ravindra Jadeja | Devon Conway | Ajinkya Rahane | Rinku Singh
સ્પોર્ટ્સ ડેસ્ક50 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ટકરાશે. સીઝનની 25મી મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે.
CSKએ તેમની પાંચ મેચમાં એક જીત અને ચાર હારનો સામનો કર્યો છે, અને ચારેય હાર તેમની છેલ્લી ચાર મેચમાં છે. સીઝનના પ્રથમ મેચમાં MIને હરાવ્યા પછી પાંચ વખતના ચેમ્પિયન માટે લગભગ કંઈ જ સારું થયું નથી. બીજી તરફ, KKR પોઈન્ટ ટેબલમાં થોડી સારી સ્થિતિમાં છે. ત્રણ વખતની ચેમ્પિયન ટીમ પાંચ મેચમાં બે જીત અને ત્રણ હાર સાથે ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
એમએસ ધોની ફરી એકવાર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે IPLની 18મી સીઝનમાંથી બહાર થઈ ગય છે.
મેચ ડિટેઇલ્સ, 25મી મેચ CSK Vs KKR તારીખ- 11 એપ્રિલ સ્ટેડિયમ- એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક), ચેન્નઈ સમય: ટૉસ – સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ – સાંજે 7:30 વાગ્યે
કોલકાતા પર ચેન્નઈ ભારે

IPLમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 31 મેચ રમાઈ છે. જેમાંથી ચેન્નઈએ 20 મેચ અને કોલકાતાએ 11 મેચ જીતી હતી. ચેન્નઈમાં બન્ને વચ્ચે 11 મેચ રમાઈ હતી. CSKએ 8 અને KKRએ 3 જીત મેળવી છે.
રચિન રવીન્દ્ર CSKનો ટૉપ સ્કોરર

CSKનો રચિન રવીન્દ્ર ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 5 મેચમાં કુલ 145 રન બનાવ્યા છે. તેણે સીઝનની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 45 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી. તેના પછી, ઋતુરાજ ગાયકવાડ બીજા સ્થાને છે, જેમણે ટીમ માટે 5 મેચમાં કુલ 122 રન બનાવ્યા છે.
જ્યારે બોલર નૂર અહેમદ ટીમ અને સીઝન બંને માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 5 મેચમાં 9 વિકેટ લીધી છે. તેણે MI સામે 18 રન આપીને 4 વિકેટ લીધી.
કોલકાતા તરફથી ચક્રવર્તીએ સૌથી વધુ વિકેટ લીધી

કેપ્ટન અજિંક્ય રહાણે KKRનો ટૉપ સ્કોરર છે. તેણે 5 મેચમાં કુલ 184 રન બનાવ્યા છે. રહાણેએ પહેલી મેચમાં RCB સામે 31 બોલમાં 56 રન બનાવ્યા હતા અને છેલ્લી મેચમાં લખનઉ સામે 61 રન બનાવ્યા હતી. બોલિંગમાં, વરુણ ચક્રવર્તીએ 5 મેચમાં 6 વિકેટ લીધી છે. તે KKRનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
પિચ રિપોર્ટ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ સ્પિનરો માટે મદદરૂપ સાબિત થઈ છે. અહીં બેટિંગ થોડી મુશ્કેલ છે. અહીં અત્યાર સુધીમાં કુલ 88 IPL મેચ રમાઈ છે. 51 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે અને 37 મેચમાં ચેઝ કરતી ટીમે જીત મેળવી છે.
વેધર અપડેટ આજે ચેન્નઈમાં હવામાન ખૂબ જ ગરમ રહેશે. દિવસભર ખૂબ જ તડકો પડશે અને ક્યારેક ક્યારેક વાદળછાયા વાતાવરણ રહેશે. વરસાદની શક્યતા 25% છે. તાપમાન 29 થી 38 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત)
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): એમએસ ધોની (વિકેટકીપર અને કેપ્ટન), ડેવોન કોનવે, રચિન રવીન્દ્ર, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મુકેશ ચૌધરી, નૂર અહેમદ, મથિશ પથિરાના, ખલીલ અહેમદ, શિવમ દુબે, રાહુલ ત્રિપાઠી.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, સ્પેન્સર જોન્સન, વૈભવ અરોરા, અંગક્રિશ રઘુવંશી.