- Gujarati News
- Sports
- Cricket
- MS Dhoni; IPL 2025; LSG Vs CSK LIVE Score Update; Rishabh Pant | Nicholas Pooran | Ravindra Jadeja| Rachin Ravindra
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 30મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સાથે થશે. મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે.
LSG પોતાની 6માંથી ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ્સ સાથે IPL 2025ની પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર પર છે. જ્યારે, CSKની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. ટીમ પોતાની 6માંથી પાંચ મેચ હારી ચૂકી છે અને તે માત્ર બે પોઈન્ટ્સ સાથે 10મા એટલે કે છેલ્લા સ્થાને છે.
મેચ ડિટેલ્સ, 30મી મેચ LSG Vs CSK તારીખ: 14 એપ્રિલ સ્ટેડિયમ: ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ, લખનઉ સમય: ટૉસ- 7:00 PM, મેચ સ્ટાર્ટ- 7:30 PM
ચેન્નઈ પર લખનઉ ભારે

IPLમાં અત્યાર સુધી લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે કુલ 5 મેચ રમાઈ છે. આમાંથી LSGએ ત્રણ મુકાબલા પોતાના નામે કર્યા છે. જ્યારે, CSKને માત્ર એક જીત મળી છે. જ્યારે એક મેચ પરિણામ વિના રહી છે. એકાનામાં બે મેચ રમાઈ છે. એક લખનઉએ જીતી અને એક પરિણામ વિના રહી.
પૂરન સીઝનનો ટૉપ સ્કોરર

લખનઉની ટીમની બેટિંગ શાનદાર છે. લખનઉની બેટિંગમાં નિકોલસ પૂરન, મિચેલ માર્શ અને એડન માર્કરમ સારી ફોર્મમાં ચાલી રહ્યા છે. પૂરન હાલમાં ઓરેન્જ કેપની દોડમાં સૌથી આગળ ચાલી રહ્યો છે. પૂરન સીઝન અને ટીમ બંનેના ટૉપ સ્કોરર છે. જ્યારે રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવેલા શાર્દૂલ ઠાકુર લખનઉના સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
રચિને CSK માટે સૌથી વધુ રન બનાવ્યા

CSKનો રચિન રવીન્દ્ર ટીમનો ટૉપ સ્કોરર છે. તેમણે 6 મેચમાં કુલ 149 રન બનાવ્યા છે. તેમણે સીઝનની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 45 બોલમાં 65 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે, બોલર નૂર અહમદ ટીમ અને સીઝન બંને માટે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી છે. તેણે 6 મેચમાં 12 વિકેટ લીધી છે.
પિચ રિપોર્ટ લખનઉની પિચ પર IPLમાં સ્પિનર્સ જ હાવી રહ્યા. અહીં લો સ્કોરિંગ મેચ જોવા મળે છે. અહીં છેલ્લી મેચમાં ગુજરાત જાયન્ટ્સે 180 રન બનાવ્યા હતા. જેને લખનઉએ છેલ્લી ઓવરની ત્રીજી બોલ પર ચેઝ કરી લીધો હતો. અહીં અત્યાર સુધી કુલ 17 IPL મેચ રમાઈ છે. અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 235/6 છે, જે KKRએ ગયા વર્ષે LSG સામે બનાવ્યો હતો. 8 મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ કરનાર ટીમ અને 8માં જ ચેઝ કરનાર ટીમને જીત મળી છે. જ્યારે એક મેચ નો રિઝલ્ટ રહી.
વેધર કંડિશન લખનઉમાં સોમવારે વરસાદની શક્યતા નથી. પવનની ગતિ 13 કિમી પ્રતি કલાક રહેશે. મેચના દિવસે અહીંનું તાપમાન 24થી 35 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત)
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દૂલ ઠાકુર, દિગ્વેશ રાઠી, આવેશ ખાન, આકાશ દીપ, રવિ બિશ્નોઈ, આયુષ બદોની.
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રચિન રવીન્દ્ર, રાહુલ ત્રિપાઠી, ડેવોન કોનવે, વિજય શંકર, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, મથિશ પથિરાના.