- Gujarati News
- Sports
- Cricket
- MS Dhoni; IPL 2025; PBKS Vs CSK LIVE Score Update; Shreyas Iyer | Shashank Singh | Ruturaj Gaikwad | Ravindra Jadeja
સ્પોર્ટ્સ ડેસ્ક38 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં આજે બીજી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. આ સીઝનની 22મી મેચ હશે. આ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે.
આ સીઝનમાં અત્યાર સુધીમાં ચેન્નઈ સુપર કિંગ્સે 4 મેચ અને પંજાબ કિંગ્સે 3 મેચ રમી છે. ચેન્નઈ 4 માંથી ફક્ત 1 મેચ જીતી શક્યું છે. પંજાબે પહેલી 2 મેચ જીતી હતી અને 1 હારનો સામનો કરવો પડ્યો હતો. CSKએ 2024માં બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી મેચ જીતી હતી.
મેચ ડિટેઇલ્સ, 22મી મેચ PBKS Vs CSK તારીખ- 8 એપ્રિલ સ્ટેડિયમ- મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, મુલ્લાનપુર સમય: ટૉસ – સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ – સાંજે 7:30 વાગ્યે
CSK હેડ ટુ હેડમાં આગળ

હેડ ટુ હેડમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પલડું ભારે છે. અત્યાર સુધીમાં, IPLમાં આ બંને ટીમ વચ્ચે કુલ 30 મેચ રમાઈ છે, જેમાંથી CSKએ 16 મેચ જીતી છે અને PBKSએ 14 મેચ જીતી છે. મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં આ બંને ટીમ વચ્ચે આ પહેલી મેચ હશે.
ઋતુરાજ ગાયકવાડ CSKનો ટૉપ સ્કોરર

CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ટીમના ટૉપ સ્કોરર છે. તેણે 4 મેચમાં કુલ 121 રન બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં તેણે 44 બોલમાં 63 રન ફટકાર્યા હતા. જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે. તેના પછી, બીજા સ્થાને, રચિન રવીન્દ્રએ ટીમ માટે 4 મેચમાં કુલ 109 રન બનાવ્યા છે. તેણે ટુર્નામેન્ટની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 45 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી.
બોલર નૂર અહેમદ ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે 4 મેચમાં 10 વિકેટ લીધી છે. તેણે MI સામે 18 રન આપીને 4 વિકેટ લીધી. તેના પછી, ખલીલ અહેમદે પણ 3 મેચમાં 8 વિકેટ લીધી છે. મુંબઈ સામે, તેણે 29 રન આપીને 3 વિકેટ લીધી.
શ્રેયસ અય્યર PBKSનો ટૉપ સ્કોરર

પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 3 મેચમાં કુલ 159 રન બનાવ્યા છે. સીઝનની પહેલી મેચમાં, તેણે ગુજરાત ટાઇટન્સ સામે 42 બોલમાં 97 રનની અણનમ ઇનિંગ રમી. તેમના પછી, અનકેપ્ડ ખેલાડી નેહલ વાઢેરાએ 2 મેચમાં 105 રન બનાવ્યા છે.
પોતાની છેલ્લી મેચમાં, તેણે રાજસ્થાન રોયલ્સ સામે 62 રનની અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં, અર્શદીપ સિંહ ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 3 મેચમાં 6 વિકેટ લીધી છે. તેણે LSG સામે 4 ઓવરમાં 3 વિકેટ લીધી.
પિચ રિપોર્ટ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ બેટર માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે. અહીં હાઇ સ્કોરિંગ મેચ જોઈ શકાય છે. અત્યાર સુધીમાં અહીં 6 IPL મેચ રમાઈ ચૂકી છે. 3 મેચમાં, પ્રથમ ઇનિંગમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી અને 3 મેચમાં, પ્રથમ ટેઝ કરતી ટીમ જીતી.
વેધર અપડેટ મંગળવારે મુલ્લાનપુરમાં હવામાન ખૂબ જ ગરમ રહેશે. આજે અહીં ખૂબ તડકો રહેશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. તાપમાન 22 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી હોઈ શકે છે. પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, ડેવોન કોનવે, વિજય શંકર, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ખલીલ અહેમદ અને મથિશ પાથિરાના.
પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો યાન્સેન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.