સ્પોર્ટ્સ ડેસ્ક5 મિનિટ પેહલા
- કૉપી લિંક
બે વખતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન MS ધોનીની 7 નંબરની જર્સી હવે કોઈપણ અન્ય ભારતીય ક્રિકેટરને મળી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેને રિડાયર કરવાનો નિર્ણય લીધો છે.
ધોનીની આંતરરાષ્ટ્રીય નિવૃત્તિના લગભગ 3 વર્ષ બાદ બોર્ડે આ નિર્ણય લીધો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCIએ કહ્યું કે ધોનીએ ટી-શર્ટ પરના નંબરને રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ધોનીએ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન પહેરી હતી.
ધોની પહેલા સચિન તેંડુલકરની 10 નંબરની જર્સીને પણ આ સન્માન મળ્યું હતું. વર્ષ 2017માં સચિનની 10 નંબરની જર્સી પણ હંમેશ માટે રિટાયર થઈ ગઈ હતી.
ધોનીની 7 નંબરની જર્સી કાયમ માટે રિટાયર થઇ
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેણે 2014માં જ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધોનીની 7 નંબરની જર્સી ક્યારેય અન્ય કોઈ ભારતીય ક્રિકેટરને ફાળવવામાં આવશે નહીં.
રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, ખાસ કરીને ડેબ્યૂ કરનારા ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ તેંડુલકર અને ધોની સાથે સંબંધિત નંબર પસંદ કરી શકશે નહીં.
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.
ધોનીએ 2 વર્લ્ડ કપ જીત્યા, એક વખત ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી
ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ (તે સમયે બિહાર)માં થયો હતો. ધોનીએ પોતાની કપ્તાનીમાં દેશને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી ઉપરાંત 2007માં T-20 અને 2011માં ODI વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તેણે ડિસેમ્બર 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ધોનીએ પોતાની કપ્તાનીમાં દેશને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી ઉપરાંત 2007માં T-20 અને 2011માં ODI વર્લ્ડ કપ જીતાડ્યો હતો.
90 ટેસ્ટ, 350 ODI અને 98 T-20 ODI રમી
ધોનીએ 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી-20 રમી છે. આમાં તેણે 4,876, 10,773 અને 1,617 રન બનાવ્યા છે. IPLમાં ધોનીએ અત્યાર સુધી 190 મેચમાં 4,432 રન બનાવ્યા છે. તેમની કપ્તાની હેઠળ, CSK એ 2010 અને 2011માં સતત બે વાર IPL ટાઇટલ જીત્યું હતું.
ધોનીએ તેની કારકિર્દીમાં 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી-20 રમી છે.
રમતગમતમાં જર્સી નિવૃત્ત કરવાની જૂની પરંપરા
દિગ્ગજ ખેલાડીઓના જર્સી નંબરને નિવૃત્ત કરવાની રમતમાં લાંબી પરંપરા છે. ઇટાલિયન ફૂટબોલ લીગ સેરી એ ક્લબ નેપોલીમાં કોઈ ખેલાડી 10 નંબરની જર્સી પહેરતો નથી, કારણ કે આ નંબર ડિએગો મેરાડોનાએ પહેર્યો હતો. મેરાડોનાએ એકલા હાથે 1987 અને 1990માં લીગનો ખિતાબ જીત્યો હતો.