સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં યુરોગ્રિપ ટાયર્સના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું માનવું છે કે જો તમે સારું ક્રિકેટ રમો છો તો તમારે વધારે PRની જરૂર નથી. તમારી પ્રાથમિકતા હંમેશા રમત અને ટીમ હોવી જોઈએ.
યુરોગ્રિપ ટાયર્સને આપેલા ઇન્ટરવ્યૂમાં ધોનીએ સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ અને તેનાથી અંતર જાળવવા વિશે વાત કરી હતી. પૂર્વ કેપ્ટને કહ્યું કે કરિયરના શરૂઆતના તબક્કામાં તેના મેનેજર તેને સોશિયલ મીડિયાનો શક્ય તેટલો ઉપયોગ કરવાની સલાહ આપતા હતા, પરંતુ તેણે ક્યારેય તેના પર ધ્યાન આપ્યું ન હતું.
“જ્યારે મેં રમવાનું શરૂ કર્યું ત્યારે સોશિયલ મીડિયા એટલું અસરકારક નહોતું” પૂર્વ કેપ્ટન ધોનીએ કહ્યું કે, જ્યારે મેં 2004માં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે સોશિયલ મીડિયા એટલું અસરકારક નહોતું. બાદમાં ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ આવ્યા. મારા તમામ મેનેજરોએ કહ્યું કે મારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ, ચાહકો સાથે જોડાવું જોઈએ અને મારા પબ્લિક રિલેશન મજબૂત બનાવવું જોઈએ.
જોકે, ધોની પોતાના મેનેજરોની આ વાતો સાથે સહમત નથી. તેનું માનવું છે કે જો તે સારું પ્રદર્શન કરશે તો તેને કોઈ પબ્લિક રિલેશન (PR)ની જરૂર નહીં પડે.
મહેન્દ્ર સિંહ ધોનીએ 2003માં બાંગ્લાદેશ સામે ડેબ્યૂ કર્યું હતું.
સોશિયલ મીડિયાથી દૂર રહેવું સારું ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટને સોશિયલ મીડિયાથી દૂર રહેવાના ફાયદા પણ ગણાવ્યા. તેણે કહ્યું કે, સોશિયલ મીડિયાથી દૂર રહેવું સારું છે, તેનાથી અંતર રાખવાથી તેમનું જીવન તણાવમુક્ત રહે છે.
ધોનીએ કહ્યું, સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કરવું અને શું ન કરવું, તે એક મોટો પડકાર બની જાય છે. મેં હંમેશા વિચાર્યું કે જો કંઈક ખરેખર મહત્વનું છે, તો હું તેને પોસ્ટ કરીશ. કોના કેટલા ફોલોઅર્સ છે એ વિચારવામાં મને ક્યારેય રસ નથી રહ્યો.
વિશ્વનો એકમાત્ર એવા કેપ્ટન જેની પાસે ત્રણેય ICC ટ્રોફી છે ધોનીએ 60 ટેસ્ટ મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. જેમાં તેઓ 45% ની જીતની ટકાવારી સાથે 27 જીત્યા, 18 હારી ગયા અને 15 ડ્રો કર્યા. તે ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. તે ભારતને નંબર વન રેન્કિંગમાં લઈ ગયો.
ICC ટેસ્ટ રેન્કિંગમાં અને ઈતિહાસમાં ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ICC લિમિટેડ ઓવરના ત્રણેય ટાઇટલ જીત્યા છે. 2007માં T20 વર્લ્ડ કપ, 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી. ધોનીએ જીવનમાં પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતા અને નજીકના મિત્રોને આપ્યો હતો.
પોતાની કૂલનેસ માટે જાણીતા ધોનીએ 200 ODI મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. જેમાં 110 જીત્યા છે. 74 હાર્યા છે અને 5 મેચ ડ્રો રહી છે. આ સાથે જ તેણે 74 T-20 મેચમાં 41 જીત હાંસલ કરી છે. 28માં પરાજય થયો છે. 1 મેચ ડ્રો રહી છે અને 2 મેચનું પરિણામ આવ્યું નથી.
CSK માટે અનકેપ્ડ ખેલાડી તરીકે રમશે એમએસ ધોનીને IPL-2025 માટે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં 4 કરોડ રૂપિયાની કિંમતે સામેલ કર્યો છે. તે ચેન્નઈ માટે અનકેપ્ડ ખેલાડી તરીકે રમશે. તેણે IPLની 17 સિઝનમાં 264 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 39.13ની એવરેજ અને 137.54ની સ્ટ્રાઈક રેટથી 5243 રન બનાવ્યા છે. જેમાં 24 અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે.