નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક
પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલને દિલ્હી કેપિટલ્સનો બોલિંગ કોચ બનાવ્યો છે. હેમાંગ બદાની ટીમના મુખ્ય કોચ બન્યા છે, જ્યારે વેણુગોપાલ રાવ ક્રિકેટ ડિરેક્ટર બન્યો છે. ફ્રેન્ચાઇઝીએ મંગળવારે રાત્રે આની જાહેરાત કરી હતી.
પટેલ પહેલીવાર કોચિંગ રોલમાં જોવા મળશે. તેણે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. મુનાફ રિવર્સ સ્વિંગ અને સચોટ યોર્કર્સ માટે જાણીતો હતો. તે 2011 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો સભ્ય હતો. ટીમે શ્રીલંકાને 6 વિકેટે હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. મુનાફે 2013માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે IPL પણ જીતી હતી.
ડીસીની એક્સ પોસ્ટ…
DCએ આ પોસ્ટથી મુનાફની બોલિંગ કોચ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી.
પટેલે જેમ્સ હોપ્સની જગ્યા લીધી મુનાફ પટેલે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેમ્સ હોપ્સની જગ્યાએ દિલ્હી ફ્રેન્ચાઈઝીમાં સ્થાન લીધું છે. DCએ જુલાઈ 2024માં હોપ્સનો સાથ છોડ્યો હતો.
આ પહેલા રિકી પોન્ટિંગે ફ્રેન્ચાઈઝી છોડી દીધી હતી. ગત સિઝનમાં સૌરવ ગાંગુલી પણ ફ્રેન્ચાઈઝી સાથે હતો. તેને JSW સ્પોર્ટ્સના નવા ક્રિકેટ ડિરેક્ટર બનાવ્યો છે.
અક્ષર પટેલ ટીમનો કેપ્ટન બની શકે છે ફ્રેન્ચાઇઝીએ મેગા ઓક્શન પહેલા અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ અને અભિષેક પોરેલને રિટેન કર્યા છે. અક્ષર પટેલને આગામી સિઝન માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. DCએ રિષભ પંતને મુક્ત કર્યો છે.