બેંગલુરુ39 મિનિટ પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર બેન સીયર્સ ભારત વિરૂદ્ધ બેંગલુરુ ટેસ્ટ પહેલાં ઈજાગ્રસ્ત થયો છે. ઘૂંટણની ઈજાને કારણે તે આખી સિરીઝમાંથી બહાર છે. તેના સ્થાને જેકબ ડફીને તક આપવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટે મંગળવારે જણાવ્યું હતું કે શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન ટ્રેનિંગ સેશન દરમિયાન સીયર્સે ડાબા ઘૂંટણમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ગયા અઠવાડિયે તેનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. તેના ઘૂંટણના મેનિસ્કસ લિગામેન્ટમાં ઈજા થઈ હોવાનું બહાર આવ્યું હતું. ડોક્ટરોની સલાહ બાદ તેને સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાને અનકેપ્ડ બોલર જેકબ ડફીની પસંદગી કરવામાં આવી છે.
આ સિરીઝની પ્રથમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચ પૂણેમાં અને ત્રીજી મેચ મુંબઈમાં રમાશે.
જેકબે 14 T-20 અને 6 ODI રમી છે ઓટાગોના ઓલ ટાઈમ ટોપ વિકેટ લેનાર જેકોબે 14 T20 અને 6 ODIમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેના નામે 299 ફર્સ્ટ ક્લાસ વિકેટ છે.
જેકબ ગયા વર્ષે જાન્યુઆરીમાં ભારત સામેની T20 સિરીઝમાં ન્યુઝીલેન્ડનો ભાગ હતો.
કોચે કહ્યું- આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે કિવી ટીમના હેડ કોચ ગેરી સ્ટેડે સીઅર્સની ઈજા પર કહ્યું કે અમને આશા છે કે તે ઈજામાંથી જલ્દી સાજો થઈ જશે. અમે બેન માટે નિરાશ છીએ. ટીમમાં તેની હાજરી ઝડપી બોલિંગનો વિકલ્પ પૂરો પાડે છે.