સ્પોર્ટ્સ ડેસ્ક9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત સામેની ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. 3 મેચની સિરીઝ માટે ટોમ લાથમને કેપ્ટન બનાવ્યો છે. ફુલ ટાઈમ કેપ્ટન બન્યા બાદ તે પ્રથમ વખત ટીમનું સુકાન સંભાળશે.
મંગળવારે રાત્રે જાહેર કરાયેલી ટીમમાં માર્ક ચેપમેનને તક આપવામાં આવી છે, જ્યારે ઈશ સોઢીની બીજી અને ત્રીજી ટેસ્ટ માટે પરત ફર્યો છે. આ સાથે જ ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસનને ઈજાગ્રસ્ત હોવા છતાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 16મી ઓક્ટોબરથી 3 ટેસ્ટ સિરીઝની શરૂઆત થઈ રહી છે. પ્રથમ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.
ખાસ વાતો
- ગેરી સ્ટેડ ન્યૂઝીલેન્ડના કોચિંગ સ્ટાફનું નેતૃત્વ કરશે. લ્યુક રોન્ચી બેટિંગ કોચ, જેકબ ઓરમ બોલિંગ કોચ અને રંગના હેરાથ સ્પિન બોલિંગ કોચ હશે.
- ન્યૂઝીલેન્ડની ટીમ શુક્રવારે 11 ફેબ્રુઆરીએ ભારતીય પ્રવાસ માટે રવાના થશે. હાલમાં ટીમ શ્રીલંકા પ્રવાસ પર છે, જ્યાં ટીમને 0-2થી હારનો સામનો કરવો પડ્યો છે.
કેન વિલિયમસન ઘાયલ, પ્રથમ ટેસ્ટ નહીં રમે અનુભવી બેટર કેન વિલિયમસન ભારત સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં જ ઈજાગ્રસ્ત થયો છે. શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ દરમિયાન તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. તે પ્રથમ ટેસ્ટ મેચ નહીં રમે.
ટીમ સિલેક્ટર સેમ વેલ્સે કહ્યું કે અમને આશા છે કે તે 3 મેચની સિરીઝની છેલ્લી મેચ માટે ઉપલબ્ધ રહેશે.
કેન વિલિયમસનને શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી.
માર્ક ચેપમેનને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં તક મળી બેટિંગ ઓલરાઉન્ડર માર્ક ચેપમેનને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત વિલિયમસનના સ્થાને તેની પસંદગી કરવામાં આવી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ચેપમેનની સરેરાશ 42.81 છે, જેમાં 6 સદી સામેલ છે. તેણે 44 મેચમાં 2954 રન બનાવ્યા છે.
ચેપમેને ગત ઉનાળાની સિઝનમાં ત્રણ એસેસ પ્લંકેટ શીલ્ડ મેચમાં 40ની સરેરાશથી 245 રન બનાવ્યા હતા. આમાં ફેબ્રુઆરીમાં ડ્યુનેડિનમાં ઓટાગો વોલ્ટ્સ સામે બનાવેલા 123 રનનો પણ સમાવેશ થાય છે.
માર્ક ચેપમેને 2020માં બર્ટ સટક્લિફ ઓવલ ખાતે ઈન્ડિયા-A સામે 114 રન બનાવ્યા હતા.
પ્રથમ ટેસ્ટ માટે માઈકલ બ્રેસવેલની પસંદગી ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલને 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાનાર પ્રથમ ટેસ્ટ માટે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. તે તેના બીજા બાળકના જન્મ માટે ઘરે પરત ફરશે. બીજી અને ત્રીજી ટેસ્ટમાં તેનું સ્થાન ઈશ સોઢી લેશે.
ભારત પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટીમ
ટોમ લાથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ (પહેલી ટેસ્ટ), માર્ક ચેપમેન, ડેવોન કોનવે, મેટ હેનરી, ડેરીલ મિચેલ, વિલિયમ ઓ’રર્કે, એજાઝ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, મિચેલ સેન્ટનર, બેન સીઅર્સ, ઈશ સોઢી (બીજી અને ત્રીજી ટેસ્ટ), ટિમ સાઉથી, કેન વિલિયમસન અને વિલ યંગ.