સ્પોર્ટ્સ ડેસ્ક7 કલાક પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ હેમિલ્ટનમાં રમાઈ રહી છે. મંગળવારે, મેચના પ્રથમ દિવસે, દક્ષિણ આફ્રિકાએ દિવસની રમતના અંતે છ વિકેટના નુકસાન પર 220 રન બનાવ્યા હતા.
મુલાકાતી ટીમ દક્ષિણ આફ્રિકા તરફથી રુઆન ડી સ્વાર્ટ 55 અને શોન વોન બર્ગ 34 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. સ્વાર્ટે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. કિવી ટીમ તરફથી રચિન રવીન્દ્રએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. વિકેટકીપર-બેટર ક્લાઈડ ફોર્ચ્યુન ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. આ પછી ટીમને બીજો ઝટકો કેપ્ટન નીલ બ્રાન્ડના રૂપમાં મળ્યો. બ્રાન્ડ 25 રન બનાવીને આઉટ થયો હતો. રેનાર્ડ વેન ટોન્ડર 32 રન બનાવીને આઉટ થયો હતો. ઝુબેર હમઝાએ 20 અને ડેવિડ બેડિંગહામે 39 રન બનાવ્યા હતા. કીગન પીટરસન 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ન્યૂઝીલેન્ડની ટીમ તરફથી રચિન રવીન્દ્રએ 3 વિકેટ ઝડપી છે.
રચિને અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લીધી
ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવીન્દ્રએ 3 વિકેટ ઝડપી છે. તેના સિવાય મેટ હેનરી, વિલિયમ ઓ’રોર્કે અને નીલ વેગનરને 1-1 વિકેટ મળી હતી. કેપ્ટન ટિમ સાઉથીએ 21 ઓવરમાં 54 રન આપ્યા હતા. આ દરમિયાન તેણે 7 મેડન ઓવર ફેંકી હતી.
બંને ટીમની પ્લેઇંગ-11
ન્યુઝીલેન્ડ: ટિમ સાઉથી (કેપ્ટન), ટોમ લાથમ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, રચિન રવીન્દ્ર, વિલ યંગ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી, નીલ વેગનર, વિલિયમ ઓ’રર્કે.
દક્ષિણ આફ્રિકા: નીલ બ્રાન્ડ (કેપ્ટન), ક્લાઈડ ફોર્ચ્યુન, રેનાર્ડ વાન ટોન્ડર, ઝુબેર હમઝા, ડેવિડ બેડિંગહામ, કીગન પીટરસન, રુઆન ડી સ્વાર્ટ, શોન વોન બર્ગ, ડેન પીડટ, શેફો મોરેકી, ડેન પેટરસન.