5 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રીલંકાની ટીમ છેલ્લી 2 ઓવરમાં 20 રન બનાવી શકી ન હતી.
ન્યૂઝીલેન્ડે રોમાંચક થયેલી પ્રથમ T20માં શ્રીલંકાને 8 રનથી હરાવ્યું. માઉન્ટ મંગનુઇ ખાતે શ્રીલંકાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ન્યૂઝીલેન્ડે 8 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 8 વિકેટ ગુમાવીને 164 રન જ બનાવી શકી હતી.
શ્રીલંકા તરફથી પથુમ નિસાંકાએ 90 રન બનાવ્યા હતા, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો ન હતો. 3 વિકેટ લેનાર જેકબ ડફી પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી ડેરીલ મિચેલે 62 અને માઈકલ બ્રેસવેલે 59 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી શનિવારે ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હોમ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 65 રન સુધી પહોંચતા પહેલા 5 વિકેટ ગુમાવી દીધી હતી. ટિમ રોબિન્સન 11, રચિન રવીન્દ્ર 8, માર્ક ચેપમેન 15, ગ્લેન ફિલિપ્સ 8 અને મિશેલ હે ઝીરોમાં આઉટ થયા હતા.
શ્રીલંકા તરફથી બિનુરા ફર્નાન્ડોએ 2 વિકેટ લીધી હતી.
બ્રેસવેલે ફિફ્ટી સાથે બાજી સંભાળી હતી 5 વિકેટના પ્રારંભિક પતન બાદ ડેરીલ મિચેલ અને માઈકલ બ્રેસવેલે ટીમની કમાન સંભાળી હતી. બંનેએ 105 રનની ભાગીદારી કરી અને સ્કોર 170 રન સુધી પહોંચાડ્યો. મિચેલ 62 અને બ્રેસવેલ 59 રન બનાવીને આઉટ થયા હતા.
અંતે કેપ્ટન મિચેલ સેન્ટનર અને ઝાચેરી ફોક્સ માત્ર 1 રન જ બનાવી શક્યા હતા. ન્યૂઝીલેન્ડે 172 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી બિનુરા ફર્નાન્ડો, મહિષ થિક્સાના અને વાનિન્દુ હસરાંગાએ 2-2 વિકેટ લીધી હતી. મથિશ પથિરાનાને એક વિકેટ મળી હતી.
માઈકલ બ્રેસવેલે 33 બોલમાં 59 રન બનાવ્યા હતા.
શ્રીલંકાની મજબૂત શરૂઆત 173 રનના ટાર્ગેટને ચેઝ કરવા આવેલી શ્રીલંકાની ટીમને જોરદાર શરૂઆત મળી હતી. પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે 121 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. મેન્ડિસ 46 રન બનાવીને આઉટ થયો હતો. પથુમ નિસાંકાએ ફિફ્ટી ક્રોસ કરી હતી, પરંતુ પ્રથમ વિકેટ પડ્યા બાદ ટીમનો ધબડકો થયો હતો.
પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે 121 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.
ઉતાવળમાં વિકેટ ગુમાવી એક સમયે શ્રીલંકાને 46 બોલમાં 52 રનની જરૂર હતી. અહીંથી ટીમે 38 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. તેમને 12 બોલમાં 20 રનની જરૂર હતી, અહીં નિસાંકા 19મી ઓવરમાં 90 રન બનાવીને આઉટ થયો હતો. બાકીના કોઈપણ બેટર્સ 10 રન સુધી પણ પહોંચી શક્યા ન હતા અને ટીમ 20 ઓવરમાં 164 રન જ બનાવી શકી હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી જેકબ ડફીએ માત્ર 21 રનમાં 3 વિકેટ લીધી હતી. મેટ હેનરી અને ઝેકરી ફોલ્ક્સને 2-2 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી T20 મેચ 30 ડિસેમ્બરે માઉન્ટ મંગનુઇમાં રમાશે.