2 કલાક પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડનો બેટર ચેડ બોવેસ લિસ્ટ Aમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બેટર બની ગયો છે. ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ ફોર્ડ કપમાં કેન્ટરબરી કિંગ્સ તરફથી રમતા ચાડ બોવેસે ઓટાગો વોલ્ટ્સ સામેની મેચમાં 103 બોલમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. તેણે 110 બોલનો સામનો કર્યો અને 205 રન બનાવ્યા.
તેની પહેલાં આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ભારતીય બેટર એન જગદીશનના નામે હતો. બંનેએ 114 બોલમાં ડબલ સેન્ચુરી ફટકારી છે.
ફોર્ડ કપ ટુર્નામેન્ટમાં બીજીવાર બેવડી સદી ફટકારી ફોર્ડ કપ ટુર્નામેન્ટમાં બીજી વખત બેવડી સદી ફટકારી. ચૅડ બોવેસ પહેલાં, જેમી હાઉએ 2012-13માં સેન્ટ્રલ સ્ટેગ્સ માટે 222 રન બનાવ્યા હતા.
બોવેસે માત્ર 53 બોલમાં પોતાની સદી ફટકારી હતી બોવેસે માત્ર 53 બોલમાં પોતાની સદી ફટકારી હતી. ટુર્નામેન્ટના ઈતિહાસમાં આ પાંચ સૌથી ઝડપી સદીઓમાંની એક છે. સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન રોસ ટેલરના નામે છે. તેણે 2021/22માં સેન્ટ્રલ સ્ટેગ્સ માટે 49 બોલમાં સદી ફટકારી હતી.
સાઉથ આફ્રિકામાં જન્મેલા બોવેસે 2015માં ન્યૂઝીલેન્ડ જતા પહેલા પ્રોટીઝ અંડર-19 ટીમ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 2012ના અંડર-19 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની આગેવાની સંભાળી હતી અને તે ટુર્નામેન્ટમાં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાંનો એક હતો.