સ્પોર્ટ્સ ડેસ્ક26 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાયો છે. જેવલિન થ્રોઅર નીરજે રવિવારે મોડી રાત્રે 9.40 વાગ્યે સોશિયલ મીડિયા પર તેના લગ્નની 3 તસવીરો પોસ્ટ કરી હતી. ફોટામાં તેની પત્ની હિમાની, માતા સરોજ દેવી અને લગ્નમંડપ જોવા મળ્યો હતો.
નીરજે સોશિયલ મીડિયા પર લખ્યું, પરિવાર સાથે જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો. નીરજ ચોપરાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પેરિસ ઓલિમ્પિક દરમિયાન ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે.
નીરજ ચોપરાએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નનો ફોટો શેર કર્યો છે.
લગ્નની તસવીરો પોસ્ટ કરી નીરજ ચોપરાએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તસવીરો પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાનું અને પત્ની હિમાનીનું નામ લખીને હાર્ટ ઇમોજી મૂક્યું હતું.
નીરજ ચોપરાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના લગ્ન વિશે જણાવ્યું.
પાકિસ્તાની એથ્લેટ માટે માતાએ કહ્યું હતું, અરશદ પણ મારો પુત્ર નીરજે તેની માતા સરોજ દેવી સાથેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં નીરજે સિલ્વર મેડલ જીત્યો ત્યારે ગોલ્ડ મેડલ પાકિસ્તાનના અરશદ નદીમના નામે ગયો. મેચ બાદ નીરજની માતાએ કહ્યું હતું કે, ‘અમે ખૂબ ખુશ છીએ, જેણે ગોલ્ડ જીત્યો તે મારો પુત્ર પણ છે.’
લગ્ન સમારોહ દરમિયાન નીરજ ચોપરા (સફેદ કુર્તા) અને તેની માતા સરોજ દેવી.
અમેરિકન મેગેઝિને તેને એથ્લેટ ઓફ ધ યર તરીકે પસંદ કર્યા અમેરિકન મેગેઝિન ‘ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ’ દ્વારા નીરજ ચોપરાને 2024માં વિશ્વનો સર્વશ્રેષ્ઠ પુરૂષ એથ્લેટ જાહેર કરવામાં આવ્યો હતો. 2024માં ઓલિમ્પિક ગેમ્સમાં બીજા સ્થાને રહેલા નીરજને કેલિફોર્નિયા સ્થિત મેગેઝિનના રેન્કિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તે લૌરિયસ સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યરની રેસમાં પણ હતો.