સ્પોર્ટ્સ ડેસ્ક5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શુક્રવારે રાત્રે દિલ્હી કેપિટલ્સે (DC) લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને 6 વિકેટથી હરાવ્યું હતું. લખનઉમાં દિલ્હીએ 168 રનનો ટાર્ગેટ 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. અગાઉ લખનઉએ પોતાના હોમ ગ્રાઉન્ડ ઈકાના સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 7 વિકેટે 167 રન બનાવ્યા હતા.
DC તરફથી ડેબ્યૂ કરી રહેલા જેક ફ્રેઝર-મેગર્કે 35 બોલમાં 55 રન કર્યા હતા. રવિ બિશ્નોઈએ તેને જીવનદાન આપ્યું. રિષભ પંતે 41 રનની ઇનિંગ રમી હતી. બેટિંગ કરતી વખતે તેના હાથમાંથી બેટ છટકીને રાહુલને હાથ પર વાગ્યું હતું.
મેચ દરમિયાન, દિલ્હીના કેપ્ટન રિષભ પંતે DRSને લઈને અમ્પાયર સાથે દલીલ કરી હતી. મેચ મોમેન્ટ્સ…
1. પંતે DRS વિશે અમ્પાયર સાથે દલીલ કરી
રિષભ પંતે DRS કોલ પર મેદાન પરના અમ્પાયર રોહન પંડિત સાથે દલીલ કરી હતી. LSGની ઈનિંગની ચોથી ઓવરમાં અનુભવી ઝડપી બોલર ઈશાંત શર્માએ બોલને સ્ટમ્પથી દૂર ફેંક્યો હતો. LSG બેટર દેવદત્ત પડિક્કલે તેને સ્ક્વેર લેગ તરફ ક્લિપ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ શોટ વાગ્યો નહીં. અમ્પાયર પંડિતે તેને વાઈડ ડિલિવરી ગણાવી, પછી એવું લાગ્યું કે પંત સ્ટમ્પની પાછળથી ડીઆરએસ માગી રહ્યો હતો. જેવો જ ડીસી કેપ્ટનનો ઈશારો કેમેરામાં કેદ થતાં જ મેચ અધિકારીએ રેફરલ લઈ લીધો. નિર્ણય ઓન-ફીલ્ડ અમ્પાયરની તરફેણમાં ગયો અને ડીસીએ રિવ્યુ ગુમાવી દીધો.
આ પછી, આગામી બોલ પહેલા જ ડ્રામા શરૂ થઈ ગયો કારણ કે પંત અને અમ્પાયર વચ્ચે લાંબી વાતચીત થઈ હતી, જેમાં જાણવા મળ્યું હતું કે પંતે રિવ્યુ માટે પૂછ્યું ન હતું. જો કે, ટીવી રિપ્લે દર્શાવે છે કે જ્યારે પંતે રિવ્યુ માટે ‘T’ સાઈન કરી હતી, ત્યારે તે અમ્પાયર તરફ જોઈ રહ્યો ન હતો.
ઈકાના સ્ટેડિયમમાં રમત ફરી શરૂ થાય તે પહેલા બંને વચ્ચે લગભગ પાંચ મિનિટ સુધી દલીલ ચાલી હતી.

રિષભ પંતે લગભગ 5 મિનિટ સુધી અમ્પાયર સાથે દલીલ કરી હતી.

પંતે રિવ્યુ લેવાનો સંકેત આપ્યો હતો.
2. કુલદીપે 2 બોલમાં 2 વિકેટ લીધી, પૂરનને બોલ્ડ કર્યો
સ્પિનર કુલદીપે તેની પ્રથમ ઓવરમાં જ માર્કસ સ્ટોઈનિસ અને નિકોલસ પૂરનને આઉટ કરીને બે વિકેટ ઝડપી હતી. કુલદીપે તેની પ્રથમ વિકેટ 8મી ઓવરના ત્રીજા બોલ પર મેળવી હતી. કુલદીપના બોલને સ્ટોઈનિસના બેટની એજ વાગી અને બોલ બેકવર્ડ પોઈન્ટ પર સીધો ઈશાંત શર્મા પાસે ગયો.
આ પછી 8મી ઓવરનો ચોથા બોલ પૂરનના બેટ અને પેડની વચ્ચેથી નીકળીને સીધો સ્ટમ્પ પર વાગ્યો હતો.

કુલદીપે T-20માં પૂરનને પાંચમી વખત આઉટ કર્યો.
3. DRSના કારણે રાહુલ આઉટ થયો
મેચમાં કુલદીપ યાદવે કેએલ રાહુલની ત્રીજી વિકેટ લીધી હતી. ઇનિંગ્સની દસમી ઓવરનો ત્રીજો બોલ બહારની બાજુ ફેંક્યો હતો. કેએલએ તેને ઓફ સાઇડમાં રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલને બેટની કિનારી વાગી. વિકેટકીપર રિષભ પંતે થોડો અવાજ સાંભળ્યો અને તેને કોટ બિહાઈન્ડ કરવાની અપીલ કરી. અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો.
કેપ્ટન પંતે રિવ્યુ લીધો. રિપ્લેમાં એજ દેખાઈ હતી. જેના કારણે અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો અને રાહુલ પેવેલિયન પરત ફર્યો.

કેએલ રાહુલે 22 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી.
4. બદોનીએ છગ્ગો ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી
મેચની 10મી ઓવરમાં કેએલ રાહુલની વિકેટ પડ્યા બાદ આયુષ બદોની બેટિંગ કરવા આવ્યો હતો. તેને શરૂઆતમાં રન બનાવવામાં થોડો સમય લાગ્યો, પરંતુ તે દબાણમાં શાનદાર રીતે રમ્યો. જ્યારે 13મી ઓવરમાં LSGનો સ્કોર 94-7 પર પહોંચ્યો ત્યારે બદોનીએ બોલર્સને આક્રમક રમવાનું શરૂ કર્યું.
તેણે 18મી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી. તેણે ખલીલ અહેમદના બોલ પર ડીપ મિડવિકેટ તરફ સિક્સર ફટકારી હતી.

આયુષ બદોનીએ ઇનિંગમાં કુલ 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
5.નિકોલસ પૂરને ડાઇવિંગ કેચ કરી લીધો
નિકોલસ પૂરને બીજી ઈનિંગમાં શાનદાર રનિંગ અને ડાઈવિંગ કેચ લઈને પૃથ્વી શૉને આઉટ કર્યો હતો. 7મી ઓવરના છેલ્લા બોલ પર, રવિ બિશ્નોઈએ મિડલ સ્ટમ્પ પર શૉને ફુલ લેન્થ ડિલિવરી ફેંક્યો, જેના પર પૃથ્વી શૉ સ્લોગ-સ્વીપ કરવા ગયો. તેણે બોલને સારી રીતે ફટકાર્યો પરંતુ ટાઇમિંગ યોગ્ય નહતું અને બોલ ડીપ મિડ-વિકેટ તરફ ગયો. ડીપમાં ફિલ્ડિંગ કરી રહેલો પુરન દોડતો આગળ આવ્યો અને આગળ ડાઇવ મારીને શાનદાર કેચ કર્યો હતો.

નિકોલસ પૂરને આ સિઝનમાં 5 મેચમાં 6 કેચ કર્યા છે.
6. બિશ્નોઈએ ફ્રેઝર-મેગર્કને જીવનદાન આપ્યું
રવિ બિશ્નોઈએ દિલ્હી માટે ફિફ્ટી ફટકારનાર ફ્રેઝર-મેગર્કને જીવનદાન આપ્યું હતું. 12મી ઓવરના બીજા બોલ પર, માર્કસ સ્ટોઇનિસે ફ્રેઝરને સ્લોઅર લેન્થ બોલ ફેંક્યો. ફ્રેઝરે તેને એક્સ્ટ્રા કવર તરફ રમ્યો. તે જ સમયે એક્સ્ટ્રા કવર પર ફિલ્ડિંગ કરી રહેલા રવિ બિશ્નોઈએ તેનો કેચ છોડ્યો હતો. ફ્રેઝરને 24 રનના સ્કોર પર બિશ્નોઈએ જીવનદાન આપ્યું હતું.

ફ્રેઝર-મેગાર્કે 55 રનની ઇનિંગ રમી હતી.
7. પંતનું બેટ રાહુલના હાથ પર વાગ્યું
કેએલ રાહુલનું બેટ રિષભ પંતના હાથ પર વાગ્યું હતું. ડીસીની ઇનિંગની 16મી ઓવર દરમિયાન પંત 24 બોલમાં 41 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન પંત રવિ બિશ્નોઈના બોલ પર મોટો શોટ રમવા આગળ આવ્યો હતો. જો કે, બોલ ઝડપથી પંત પાસેથી જતો રહ્યો, જેને તેની બિલકુલ અપેક્ષા નહોતી. પંતના હાથમાંથી બેટ પણ છટકી ગયું.
ડીસી કેપ્ટનનું બેટ રાહુલના હાથ પર વાગ્યું, આ દરમિયાન રાહુલે કર્યું સ્ટમ્પિંગ કર્યું. LSGનો કેપ્ટન રાહુલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. લગભગ ઈજા થઈ હોવા છતાં, તે શાંત રહ્યો.

રિષભ પંત 41 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.