સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
દિલ્હી કેપિટલ્સ (DC)ના કેપ્ટન રિષભ પંતને સતત બીજી મેચમાં દંડ ફટકારવામાં આવ્યો છે. તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થયો હતો. આ માટે તેના પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ ગુરુવારે આ માહિતી આપી.
આ પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેની છેલ્લી મેચમાં પણ તે સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થયો હતો. પરંતુ તે સિઝનની પહેલી ભૂલ હોવાથી 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ-11 પર મેચ ફીનો 25% દંડ
પંત ઉપરાંત દિલ્હી કેપિટલ્સના ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ-11માં સામેલ ખેલાડીઓને મેચ ફીના 25% દંડ ફટકારવામાં આવ્યો છે. વિશાખાપટ્ટનમના ડો. વાયએસ રાજશેખરા રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં ટૉસ જીતીને બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટે 272 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 17.2 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
દિલ્હી કેપિટલ્સના ઇમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ-11માં સામેલ ખેલાડીઓને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
આ સિઝનમાં ગિલને દંડ પણ ફટકારવામાં આવ્યો છે
IPLની આ સિઝનની 7મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટન શુભમન ગિલને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્લો ઓવર રેટના કારણે ટીમના કેપ્ટન ગિલને 12 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
આ મેચમાં ચેન્નઈએ ગુજરાત ટાઇટન્સ (GT) ને 63 રને હરાવ્યું હતું. ચેપોક સ્ટેડિયમમાં ગુજરાતે ટૉસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. 207 રનના ટાર્ગેટને ચેઝ કરતા ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 143 રન જ બનાવી શક્યું હતું.