શિવમોગ્ગા7 કલાક પેહલા
- કૉપી લિંક
કર્ણાટકના બેટર પ્રખર ચતુર્વેદીએ કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલમાં મુંબઈ સામે 404 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં 400+ રન બનાવનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે.
ચતુર્વેદીએ યુવરાજ સિંહનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. યુવરાજે 1999માં બિહાર સામેની મેચમાં પંજાબ માટે 358 રન બનાવ્યા હતા. જેમાં પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની બિહાર ટીમનો ભાગ હતો. ,
શિવમોગ્ગાના કેએસસીએ નેવેલ સ્ટેડિયમમાં પ્રખરની ઇનિંગને કારણે મેચ ડ્રો રહી હતી અને કર્ણાટકે પ્રથમ ઇનિંગ્સમાં 510 રનની લીડના આધારે ટ્રોફી જીતી હતી. કૂચ બિહાર ટ્રોફી એ અંડર-19 ખેલાડીઓ માટેની ભારતની ફર્સ્ટ ક્લાસ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ છે.
પ્રખરે ઈનિંગ દરમિયાન 46 ચોગ્ગા ફટકાર્યા
ઇનિંગ્સ ડિક્લેર થઈ ત્યાં સુધી પ્રખર અણનમ રહ્યો હતો. તેણે 638 બોલમાં 46 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેની મદદથી કર્ણાટકની ટીમે 223 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 890 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
રાહુલ દ્રવિડના પુત્ર સમિતે 22 રન બનાવ્યા
આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડે પણ પાંચમાં નંબર પર બેટિંગ કરતા 46 બોલમાં 22 રન બનાવ્યા હતા. સમિતે બોલિંગ દરમિયાન બે વિકેટ પણ લીધી હતી.
ટીમના હર્ષિલ ધર્માની ઇનિંગનો બીજો સેન્ચુરીયન હતો જેણે 228 બોલમાં 19 ફોર અને 5 સિક્સરની મદદથી 169 રન બનાવ્યા હતા. પ્રખરે તેની સાથે બીજી વિકેટ માટે 290 રન જોડ્યા હતા.

દ્રવિડના બંને પુત્રો પ્રોફેશનલ ક્રિકેટર
દ્રવિડને બે પુત્રો છે અને બંને પ્રોફેશનલ ક્રિકેટ રમી રહ્યા છે. મોટો પુત્ર સમિત, જે આ વર્ષની શરૂઆતમાં 18 વર્ષનો થયો હતો, તે વિનુ માંકડ ટ્રોફીમાં કર્ણાટક તરફથી રમ્યો હતો. બીજી તરફ તેનો નાનો પુત્ર અન્વય કર્ણાટકની અંડર-14 ટીમનો કેપ્ટન છે.
કર્ણાટકે ટ્રોફી જીતી
ફાઈનલમાં કર્ણાટકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે મુંબઈના ઓપનર આયુષ મ્હાત્રેના 145 રનની મદદથી 380 રન બનાવ્યા હતા.
પ્રખર ચતુર્વેદીએ 404 રનની ઈનિંગ રમીને કર્ણાટકનો સ્કોર પ્રથમ દાવમાં 510 રન પર પહોંચાડ્યો હતો. ચોથા દિવસે દાવ ડિકલેર કર્યા બાદ બંને ટીમ વચ્ચેની મેચ ડ્રો થઈ હતી. કર્ણાટકને પ્રથમ દાવમાં લીડ લેવાના કારણે આ સિઝનમાં કૂચ બિહાર ટ્રોફીમાં ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું.