- Gujarati News
- Sports
- Ashwin Said It Is Difficult To Find A Person Like Rohit In This Selfish World
સ્પોર્ટ્સ ડેસ્ક33 મિનિટ પેહલા
- કૉપી લિંક
રવિચંદ્રન અશ્વિને (જમણે) કહ્યું કે રોહિત શર્મા ધોની કરતા 10 પગલા આગળ નીકળી ગયો છે.
રવિચંદ્રન અશ્વિને કહ્યું કે આ સ્વાર્થી દુનિયામાં કેપ્ટન રોહિત શર્મા જેવો વ્યક્તિ મળવો મુશ્કેલ છે. અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘હું વર્ષોથી ઘણા કેપ્ટન સાથે રમ્યો છું પરંતુ રોહિતની વાત કંઈક અલગ છે. તેનું દિલ સાફ છે, તેથી જ તે 5 IPL ટ્રોફી જીતવામાં સફળ રહ્યો.
અશ્વિને 500 ટેસ્ટ વિકેટ અને માતાની બીમારીના કારણે ટેસ્ટ છોડવાની વાત પણ જણાવી. તેણે કહ્યું કે 500 વિકેટની ખુશી એક જ ઝટકામાં ઉદાસીમાં બદલાઈ ગઈ હતી.
અશ્વિને પોતાની ચેનલ પર ક્રિકેટ, પરિવાર અને રોહિત વિશે રસપ્રદ વાતો જણાવી
અશ્વિને તેની ટેસ્ટ કરિયરમાં 500મી વિકેટ ઝડપી
અશ્વિને કહ્યું, “હું ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં જ 500મી વિકેટ લેવા ઇચ્છતો હતો, પરંતુ એવું બન્યું નહીં. રાજકોટમાં ત્રીજી ટેસ્ટના બીજા દિવસ સુધી રાહ જોવી પડી. ભારતે 2 દિવસ સુધી 132 ઓવરની બેટિંગ કરી, ત્યારબાદ ઇંગ્લેન્ડે પણ “તેજ બેટિંગની શરૂઆત કરી.”
14મી ઓવરમાં જેક ક્રોલે અશ્વિન સામે સ્વીપ કરવા ગયો હતો, પરંતુ તેનો ફાઈન લેગ પર કેચ થઈ ગયો હતો. આ સાથે અશ્વિને તેની ટેસ્ટ કરિયરમાં 500 વિકેટ પણ પૂરી કરી હતી. અશ્વિને કહ્યું, ‘500મી વિકેટ લીધા પછી, મેં બોલને હવામાં ઉછાળ્યો, પરંતુ સાચું કહું તો, તે આઉટસ્ટેંડિંગ બોલ નહોતો.
જેક ક્રોલેની વિકેટ લઈને અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીની 500 વિકેટ પૂરી કરી હતી.
મેચમાં માતા-પિતાનો વીડિયો ચલાવ્યો, પરંતુ હું કંઈ સાંભળી શક્યો નહીં
અશ્વિને કહ્યું, ‘મને કહેવામાં આવ્યું હતું કે 500 વિકેટ બાદ બ્રોડકાસ્ટરે ઈન્ટરવ્યુ આપવો પડશે. જ્યારે, અમે વાત કરી રહ્યા હતા ત્યારે તેણે મારા પિતા અને માતાનો વીડિયો પ્લે કર્યો. પણ ઘોંઘાટ વચ્ચે મને કશું સંભળાતું નહોતું. મેં પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.
ઈંગ્લેન્ડની સ્થિતિ મજબૂત હતી, ટીમે 2 વિકેટે 200 (207) રન બનાવ્યા હતા. હું બીજા દિવસે એક્સ્ટ્રા એફર્ટ કરવા માંગતો હતો. મને યાદ છે કે મેં કહ્યું હતું કે ગેમ બેલેન્સ સ્થિતિમાં છે. હું ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો, અહીં રોહિત અને મેં રમત વિશે વાત કરી અને પછી હું મારા રૂમમાં પહોંચી ગયો.
500મી વિકેટ પછી જે થયું તે હું ક્યારેય નહીં ભૂલી શકું
અશ્વિને કહ્યું, “500મી વિકેટ પછી જે થયું તે હું ક્યારેય નહીં ભૂલી શકું. બીજા દિવસની રમત પૂરી થયા બાદ તેને ઘરે પરત ફરવું પડ્યું. ત્યારબાદ ચોથા દિવસે તે ટીમ સાથે જોડાયો અને ફરીથી રમવાનું શરૂ કર્યું.”
પરિવારજનોએ ફોન ન કરતાં ચિંતા થતી હતી.
અશ્વિને કહ્યું, “મને ઘરેથી કોઈનો ફોન આવ્યો ન હતો. મને લાગ્યું કે કદાચ તેઓ ઈન્ટરવ્યુ આપવામાં વ્યસ્ત હશે. મેં લગભગ 7 વાગે પ્રીતિ (પત્ની)ને ફોન કર્યો. તેણે કહ્યું કે મારી માતાને માથાનો દુખાવો ઉપડ્યા પછી, તેઓ જમીન પર ઢળી પડ્યા. મને ખબર ન હતી કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી. હું મારા રૂમમાં ગયો અને રડવા લાગ્યો.
મેં કોઈના કોલનો જવાબ ન આપ્યો, પછી મારી પત્નીએ ટીમના ફિઝિયોને ફોન કર્યો અને મારા વિશે પૂછ્યું. રોહિત અને રાહુલ ભાઈને કોઈએ માતા વિશે કહ્યું, તે બંને મારા રૂમમાં આવ્યા. મને ખબર નહોતી કે શું કરુ, હું પ્લેઇંગ-11નો ભાગ હતો, જો મેં રમત અધવચ્ચે છોડી દીધી હોત તો અમારે 10 ખેલાડીઓ સાથે રમવું પડત. ઇંગ્લેન્ડની સ્થિતિ વધુ મજબૂત બની હોત.
માતાની તબિયત બગડ્યા બાદ અશ્વિન અધવચ્ચે જ મેચ છોડીને પોતાના ઘરે પરત ફર્યો હતો.
રોહિતે કહ્યું- તમે જાવ, હું ફ્લાઈટની વ્યવસ્થા કરાવું છું
અશ્વિને કહ્યું, “મારા મગજમાં ઘણી બધી વાતો ચાલવા લાગી. પછી મેં મારી માતા સાથે કરેલી છેલ્લી વાતચીત વિશે વિચાર્યું અને મેં ઘરે પાછા ફરવાનું મન બનાવી લીધું. મેં ફ્લાઈટની ટિકિટ માટે તપાસ કરી, પણ મને કંઈ મળી નહીં. પછી રોહિતે કહ્યું કાંઈ વિચારશો નહીં અને હમણાં જ અહીંથી નીકળી જાઓ હું ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરાવું છું.
ચેતેશ્વર પૂજારાનો પણ આભાર, જેમણે કોઈક રીતે અમદાવાદથી ચાર્ટર્ડ ફ્લાઈટ બુક કરાવી. મને ખબર નથી કે તે 2 કલાક કેવી રીતે નીકળ્યા. ત્યારબાદ રોહિતે મારી સાથે ટીમ ફિઝિયો કમલેશને મોકલ્યો. મેં કમલેશને ટીમ સાથે રહેવા કહ્યું, પરંતુ રોહિતે તેને અશ્વિન સાથે રહેવા અને તેનું ધ્યાન રાખવા કહ્યું હતું.
ઘણા કેપ્ટનો સાથે રમ્યો, પરંતુ રોહિતની વાત અલગ છે
અશ્વિને કહ્યું, “રાત્રે લગભગ 9:30 વાગ્યે, હું કંઈપણ વિચારી શકતો ન હતો. જો હું કેપ્ટન હોત અને મારા કોઈ ખેલાડી સાથે આવું થયું હોત, તો મેં તેને જવા માટે જ કહ્યું હોત. પરંતુ સતત ખેલાડી વિશે પૂછવું અને તેની સાથે કોઈને મોકલવા, આ બાબતે મને વિશ્વાસ ન થયો, મને રોહિતમાં એક સારો લીડર દેખાય છે.
હું તેમને જણાવી શકતો નથી. હું ઘણા કેપ્ટન સાથે રમ્યો છું, પરંતુ રોહિતની વાત અલગ છે. તેનું દિલ સાફ છે, તેથી જ તે ધોનીની જેમ 5 IPL ટાઇટલ જીતવામાં સફળ રહ્યો. હું ઈચ્છું છું કે રોહિત તેના જીવનમાં ઘણું અચીવ કરે. આ મતલબી દુનિયામાં એવી વ્યક્તિ મળવી ખૂબ જ મુશ્કેલ છે જે અન્ય ખેલાડીઓની સમસ્યાઓને સમજે અને તેનું ધ્યાન રાખે.”
અશ્વિને કહ્યું કે રોહિતનું દિલ સાફ છે, તેથી જ તેણે પોતાની ટીમને 5 IPL ટ્રોફી જીતાડી.
રોહિત ધોની કરતા 10 ડગલાં આગળ નીકળી ગયો છે
અશ્વિને કહ્યું, “રોહિત માટે મારું સન્માન વધી ગયું છે. જો તે કોઈ ખેલાડી પર વિશ્વાસ કરે છે, તો તે પણ તેને સપોર્ટ કરે છે. આ સરળ નથી. ધોની પણ આવું જ કરે છે, પરંતુ રોહિત તેના કરતા 10 ડગલાં આગળ નીકળી ગયો છે.” જો કોઈ કેપ્ટન આવું વર્તન કરે તો આ પછી ખેલાડીઓ પણ મેદાન પર તેના માટે બધું કરવા તૈયાર થઈ જાય છે.”
જ્યારે હું ઘરે પહોંચ્યો, મારી માતાએ કહ્યું, રમવા માટે પાછો જા
અશ્વિને કહ્યું, “હું મોડી રાત્રે 2 વાગ્યે મારા ઘરે પહોંચ્યો હતો અને મારી માતાને જોઈને ખુશ હતો. તેઓ ફરીથી ભાનમાં આવી ગયા હતા. લગભગ 3 વાગ્યે તેણે મને પૂછ્યું, શું તે મેચ છોડી દીધી છે? બીજા જ દિવસે તેમણે મને પરત જવા માટે કહ્યું.” મારી સાથે 2 દિવસમાં ઘણી બધી બાબતો બની, પરંતુ ટીમનો સપોર્ટ શાનદાર હતો. તેઓ બધા સારા લોકો છે.
બીજા દિવસે ડોક્ટરે કહ્યું કે માતાની તબિયત સારી છે. હું ફરીથી તેમને મળવા ગયો, પણ તેમણે મને રમવા માટે પાછા જવાનું કહ્યું. જ્યારે હું તેના વિશે વિચારું છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે અમારી જનરેશન અમારા માતાપિતાની જનરેશનની અડધી પણ નથી. “તેઓએ તેમના બાળકોના ઉછેર માટે તેમનું જીવન સમર્પિત કર્યું છે.”
અશ્વિને કહ્યું કે માતાએ તેને રાજકોટ પરત જઈને ટેસ્ટ રમવા કહ્યું હતું.
પગમાં દુખાવો હતો પણ મેદાનમાં ઉતર્યો
અશ્વિને કહ્યું, “મેં બીસીસીઆઈને ટેસ્ટમાં પાછા જોડાવાની વાત કહી હતી. મને ખબર હતી કે જો હું દિવસ દરમિયાન ચેન્નાઈથી નીકળીશ તો હું રાત્રે રાજકોટ પહોંચી જઈશ. જય શાહે મારી સાથે વાત કરી અને મને 7 વાગ્યા સુધીમાં એરપોર્ટ પર પહોંચવાનું કહ્યું. બપોરે 12 વાગ્યા સુધીમાં રાજકોટ, થોડું વોર્મ-અપ કર્યું અને મેદાનમાં ઉતર્યો. પ્રવાસ પછી તરત જ રમવું સરળ નહોતું, મારા પગમાં દુખાવો હતો પણ હું રમ્યો અને બોલિંગ પણ કરી.”
અશ્વિને તેની 100મી ટેસ્ટ ધર્મશાળામાં રમી હતી. આ પ્રસંગે તેમને ખાસ કેપ આપવામાં આવી હતી.
અશ્વિને સિરીઝમાં 26 વિકેટ લીધી હતી
રાજકોટ ટેસ્ટમાં અશ્વિનને ફરી એકપણ વિકેટ મળી ન હતી. તેણે રાંચીમાં ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી, ત્યારબાદ ધર્મશાળા ટેસ્ટની બીજી ઈનિંગમાં પણ 5 વિકેટ ઝડપી હતી. તેણે સિરીઝમાં સૌથી વધુ 26 વિકેટ લીધી અને ટીમ ઈન્ડિયાને 4-1થી સિરીઝ જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.