6 કલાક પેહલા
- કૉપી લિંક
ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈને રણજી ટ્રોફી-2024-25ની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અજિંક્ય રહાણેની આગેવાનીમાં બરોડાએ મુંબઈને 84 રનથી હરાવ્યું હતું.
કૃણાલ પંડ્યાની કેપ્ટનશિપમાં બરોડાની ટીમે મુંબઈને 262 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ મુંબઈની ટીમ છેલ્લી ઇનિંગમાં 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ પહેલા બરોડાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને પ્રથમ દાવમાં 290 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 214 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ બરોડાએ બીજી ઇનિંગમાં 185 રન બનાવી 261 રનની લીડ મેળવી હતી. રણજીની વર્તમાન સિઝન 11 ઓક્ટોબરથી શરૂ થઈ છે. પ્રથમ રાઉન્ડમાં 16 મેચ રમાવાની છે.
બરોડાનો ભાર્ગવ ભટ્ટ જીતનો હીરો રહ્યો ભાર્ગવ ભટ્ટ બરોડાની જીતનો હીરો હતો. આ લેફ્ટ આર્મ સ્પિનર બંને ઇનિંગ્સમાં 10 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં તેણે રહાણે, અય્યર અને સિદ્ધેશ લાડની મહત્વની વિકેટ લીધી હતી. ભાર્ગવ ભટ્ટે પહેલી ઇનિંગમાં પણ 4 વિકેટ ઝડપી હતી.
સિદ્ધેશ લાડની ફિફ્ટી કામ ન આવી મુંબઈને જીતવા માટે 262 રનનો ટાર્ગેટ મળ્યો હતો. શ્રેયસ અય્યર 30 રન બનાવીને આઉટ થયો હતો અને રહાણે અને પૃથ્વી શો 12-12 રન બનાવીને આઉટ થયા હતા. સિદ્ધેશ લાડ (59)એ 137 રનમાં 8 વિકેટ ગુમાવી દેનાર મુંબઈને ચોક્કસપણે 177 રન સુધી પહોંચાડી દીધું હતું. પરંતુ તેની ઇનિંગ ટીમને હારથી બચાવી શકી ન હતી.
મુંબઈની ટીમમાં ચાર ટેસ્ટ ક્રિકેટરો હતા. મુંબઈ તરફથી આ મેચમાં અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, પૃથ્વી શો અને શાર્દૂલ ઠાકુર પણ રમ્યા હતા. બરોડા પાસે આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતો માત્ર એક જ ક્રિકેટર (કૃણાલ પંડ્યા) હતો. તેણે બીજી ઇનિંગમાં 55 રનની મહત્વની ઇનિંગ રમી હતી.
મુંબઈ તરફથી સિદ્ધેશ લાડે બીજી ઇનિંગમાં 59 રન બનાવ્યા હતા.
ગોવા, હરિયાણા, રેલવે, તમિલનાડુ અને સિક્કિમની વિજયી શરૂઆત ગોવા, હરિયાણા, રેલવે, તમિલનાડુ અને સિક્કિમ 2024-25 રણજી ટ્રોફીમાં જીત સાથે શરૂઆત કરી છે. ગોવાએ પ્રથમ મેચમાં મોટા અંતરથી જીત મેળવી હતી. ગોવાએ મણિપુરને 9 વિકેટે હરાવ્યું. જ્યારે હરિયાણાએ બિહારને એક ઇનિંગ અને 43 રને હરાવ્યું હતું.
રેલવેએ ચંદીગઢને 181 રનથી હરાવ્યું. તમિલનાડુએ પણ સૌરાષ્ટ્રને ઇનિંગ અને 65 રનથી હરાવ્યું હતું. નાગાલેન્ડે અરુણાચલ પ્રદેશને ઇનિંગ અને 290 રનથી હરાવ્યું. સિક્કિમે મિઝોરનને 137 રનથી હરાવીને પોતાનું ખાતું ખોલ્યું હતું.