સ્પોર્ટ્સ ડેસ્ક59 મિનિટ પેહલા
- કૉપી લિંક
અફઘાનિસ્તાનનો T-20 કેપ્ટન રાશિદ ખાન ઈજામાંથી સ્વસ્થ થઈને કમબેક કરવા માટે તૈયાર છે. તે આયર્લેન્ડ સામેની T-20 સિરીઝમાં રમતા જોવા મળશે. સિરીઝની પ્રથમ મેચ 15 માર્ચે રમાશે.
ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપ દરમિયાન લેગ સ્પિન ઓલરાઉન્ડર રાશિદ ઈજાગ્રસ્ત થયો હતો. ટૂર્નામેન્ટ પછી તેની સર્જરી થઈ, જેના કારણે તે 3 મહિના સુધી ક્રિકેટ રમી શક્યો નહીં. હવે તે આયર્લેન્ડ સામે કેપ્ટનશિપ કરશે અને IPL પણ રમશે.
રાશિદે કહ્યું- છેલ્લા 3 મહિના મુશ્કેલ હતા
રાશિદ ખાને VDOને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘દેશ માટે આગામી શ્રેણી (આયર્લેન્ડ સામે T-20)માં રમવાની યોજના છે. છેલ્લા 2 દિવસથી ટ્રેનિંગ સારી રીતે ચાલી હતી, મને બહુ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. આશા છે કે, ટૂંક સમયમાં હું રાષ્ટ્રીય ટીમની જર્સી પહેરીને મેદાનમાં ઉતરીશ.
રિહેબ દરમિયાન છેલ્લા 3 મહિના મુશ્કેલ હતા. અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો. મને છેલ્લા 7-8 મહિનાથી કમરના દુખાવાની તકલીફ છે. ડોક્ટરોએ મને વર્લ્ડ કપ પહેલા સર્જરી કરાવવાની સલાહ આપી હતી, પરંતુ આવી મહત્વની ટૂર્નામેન્ટ પહેલા સર્જરી કરાવવાનો મતલબ ટૂર્નામેન્ટ રમી શકવાનો નથી. મેં સર્જરી મુલતવી રાખી અને ટૂર્નામેન્ટ રમી.
હવે હું સર્જરી પછી સારું અનુભવું છું. હવે મારું ધ્યાન મેદાન પર પાછા ફરવા અને મારા દેશ માટે ખુશીઓ લાવવા પર છે. પરત ફર્યા બાદ ફોર્મ પરત મેળવવું પણ એક પડકાર બની રહેશે.

રાશિદ ખાને 23 નવેમ્બર 2023ના રોજ સર્જરી કરાવી હતી.