- Gujarati News
- Sports
- Cricket
- Ravindra Jadeja; India Vs New Zealand Bengaluru 1st Test DAY 4 LIVE Score Updates | Sarfaraz Khan | Virat Kohli | Bumrah | Rishabh Pant | Kuldeep Yadav
સ્પોર્ટ્સ ડેસ્ક5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શનિવારે મેચનો ચોથો દિવસ છે. દિવસની રમત 9:15 વાગ્યે શરૂ થશે.
શુક્રવારે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા 125 રનથી પાછળ છે. સ્ટમ્પ સુધી ભારતે બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. ટીમે દિવસના છેલ્લા બોલ પર વિરાટ કોહલીની વિકેટ ગુમાવી હતી. સરફરાઝ ખાન 70 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
કોહલી 70, રોહિત શર્મા 52 અને યશસ્વી જયસ્વાલ 35 રન બનાવીને આઉટ થયા હતા. એજાઝ પટેલે 2 અને ગ્લેન ફિલિપ્સે 1 વિકેટ ઝડપી હતી. કોહલી અને સરફરાઝ વચ્ચે ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી થઈ હતી.
આ પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 402 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટીમે 356 રનની લીડ મેળવી હતી. 3 મેચની સિરીઝની પ્રથમ મેચના બીજા દિવસે, ન્યૂઝીલેન્ડે પહેલી ઇનિંગમાં ભારતને 46 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. વરસાદના કારણે પ્રથમ દિવસની રમત રમાઈ શકી ન હતી.
કોહલી 70 રન બનાવીને આઉટ થયો હતો
દિવસના છેલ્લા બોલ પર વિરાટ કોહલી આઉટ થયો હતો. તે વિકેટકીપર ટોમ બ્લંડેલના હાથે ગ્લેન ફિલિપ્સની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. કોહલીએ 102 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી.
રોહિતની 18મી ફિફ્ટી, એજાઝે બોલ્ડ કર્યો
રોહિત શર્મા 52 રન બનાવીને આઉટ થયો હતો. તેને એજાઝ પટેલે બોલ્ડ કર્યો હતો. રોહિતની આ 18મી ટેસ્ટ અડધી સદી છે. તેણે મેટ હેનરીના બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી.
ન્યૂઝીલેન્ડ માટે રચિને સદી ફટકારી હતી
ન્યૂઝીલેન્ડે શુક્રવારે ત્રીજા દિવસની શરૂઆત 180/3ના સ્કોરથી કરી હતી. 22 રનથી આગળ રમવા આવેલા રચિન રવીન્દ્રએ સદી ફટકારી હતી. તેણે 157 બોલમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 134 રન બનાવ્યા હતા. રચિન એક છેડેથી રન બનાવતો રહ્યો અને બીજા છેડેથી વિકેટો પડતી રહી.
ડેરીલ મિચેલ (18 રન), ટોમ બ્લંડેલ (5 રન), ગ્લેન ફિલિપ્સ (14 રન) અને મેટ હેનરી (8 રન) પ્રથમ સેશનમાં આઉટ થયા હતા. આવી સ્થિતિમાં ટિમ સાઉધીએ રચિન રવીન્દ્ર સાથે આઠમી વિકેટ માટે રેકોર્ડ ભાગીદારી કરી હતી.