રાવલપિંડી4 કલાક પેહલા
- કૉપી લિંક
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રાવલપિંડીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પાકિસ્તાને ઇંગ્લેન્ડને 267 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. ટીમ તરફથી સાજિદ ખાને 6 અને નોમાન અલીએ 3 વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડ તરફથી વિકેટકીપર બેટર જેમી સ્મિથે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. તેના સિવાય બેન ડકેટે 52 રનની ઇનિંગ રમી હતી. ગસ એટકિન્સને 39 રનનું યોગદાન આપ્યું હતું.
ગુરુવારે, પાકિસ્તાને પ્રથમ દાવમાં સ્ટમ્પના સમયે 3 વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા હતા. કેપ્ટન શાન મસૂદ 14 અને કામરાન ગુલામ 3 રન બનાવીને અણનમ છે. હાલમાં ટીમ ઇંગ્લેન્ડ કરતાં 194 રન પાછળ છે. જેક લીચ, એટકિન્સન અને બશીરે 1-1 વિકેટ લીધી હતી.
સાજિદ ખાને ઇંગ્લેન્ડના 6 બેટર્સને આઉટ કર્યા હતા.
ઇંગ્લેન્ડનો સારી શરૂઆત બાદ ધબડકો ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલા ઇંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલી અને બેન ડકેટે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ મળીને 56 રન જોડ્યા. લેફ્ટ આર્મ સ્પિનર નોમાન અલીએ 29 રન પર ક્રાઉલીને સેમ અયુબના હાથે કેચ કરાવ્યો હતો. આ પછી સ્પિનર સાજિદ ખાને 6 વિકેટ ઝડપી હતી. તેણે ઓલી પોપને 3, જો રૂટ અને હેરી બ્રુકને 5 રન પર આઉટ કર્યા હતા.
એક બાજુથી બેટિંગ કરતા ડકેટે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તેણે 84 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. ડકેટે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. નોમાન અલીએ તેને LBW આઉટ કર્યો હતો.
બેન ડકેટે 52 રનની ઇનિંગ રમી હતી.
જેમી સ્મિથની ફિફ્ટી ઇંગ્લેન્ડના ઓપનર બેન ડકેટના આઉટ થયા બાદ વિકેટકીપર બેટર જેમી સ્મિથે 89 રનની ઇનિંગ રમી હતી. તેણે એટકિન્સન સાથે 105 રન જોડ્યા. જેમીએ 89 રનની ઇનિંગમાં 6 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. તેને સાજિદ ખાને આઉટ કર્યો હતો.
ઇંગ્લેન્ડ તરફથી જેમી સ્મિથે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા.
બન્ને ટીમની પ્લેઇંગ-11 પાકિસ્તાન: અબ્દુલ્લા શફીક, સઈમ અય્યુબ, શાન મસૂદ (કેપ્ટન), કામરાન ગુલામ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સલમાન આગા, આમેર જમાલ, સાજિદ ખાન, નોમાન અલી અને ઝાહિદ મહમૂદ.
ઇંગ્લેન્ડ: જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ગસ એટકિન્સન, રેહાન અહેમદ, જેક લીચ અને શોએબ બશીર.