ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શુક્રવારે મેચનો બીજો દિવસ છે અને પહેલા સેશનની રમત ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા તરફથી સરફરાઝ ખાન અને રવીન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. રિષભ પંત 18 રન બનાવીને આઉટ થયો હતો. તેને ગ્લેન ફિલિપ્સે બોલ્ડ કર્યો હતો. ફિલિપ્સે યશસ્વી જયસ્વાલ (30 રન)ને આઉટ કર્યો હતો. મિચેલ સેન્ટનરે વિરાટ કોહલી (એક રન) અને શુભમન ગિલ (30 રન)ને પેવેલિયન મોકલ્યા હતા. ટીમ ઈન્ડિયાએ દિવસની શરૂઆત 16/1ના સ્કોરથી કરી છે. ગુરુવારે રોહિત શર્મા શૂન્ય પર આઉટ થયો હતો. તેને ટિમ સાઉથીએ બોલ્ડ કર્યો હતો. ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં 259 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Source link