દુબઈ23 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. દુબઈ સ્ટેડિયમમાં સ્ટીવ સ્મિથના ફિફ્ટીને કારણે કાંગારૂઓએ 265 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં, વિરાટ કોહલીના 84 રનની મદદથી ટીમનો વિજય થયો.
મંગળવારનો દિવસ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામે રેકોર્ડનો દિવસ હતો. રોહિત તમામ ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ કેપ્ટન બન્યો. કોહલીએ વનડેમાં 161 કેચ પૂર્ણ કર્યા. રોહિત ICC વનડે ઇવેન્ટ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે. વિરાટે વનડેમાં ચેઝ કરતી વખતે 8 હજાર રન પૂરા કર્યા.
IND vs AUS મેચના ટોપ રેકોર્ડ્સ વાંચો…
ફેક્ટ્સ…
- કૂપર કોનોલી સૌથી નાની વયનો ICC વનડે ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા વતી ડેબ્યૂ કરનાર ચોથો ખેલાડી છે. તેની ઉંમર 21 વર્ષ 194 દિવસ છે. નંબર વન પર એન્ડ્રુ જેસર્સ છે, જેમણે 1987ના વર્લ્ડ કપમાં 20 વર્ષ અને 225 દિવસની ઉંમરે ભારત સામે ડેબ્યૂ કર્યું હતું.
- 2023ના વર્લ્ડ કપ સેમિફાઇનલ પછી ભારત સતત 14 વનડેમાં ટોસ હારી ગયું છે. કેપ્ટન તરીકે, રોહિતે સતત 11 વખત ટોસ હાર્યો છે.
- સ્ટીવ સ્મિથે ICC નોકઆઉટમાં ભારત સામે પોતાની ત્રીજી ફિફ્ટી ફટકારી. તે આવું કરનાર ત્રીજો બેટ્સમેન બન્યો. તેના પહેલા કેન વિલિયમસને ભારત સામે 3 ફિફ્ટી અને યુવરાજ સિંહે ઓસ્ટ્રેલિયા સામે 3 ફિફ્ટી ફટકારી હતી.
- ભારતે ઓસ્ટ્રેલિયા સામે નોકઆઉટ મેચમાં સૌથી મોટો રન ચેઝ કર્યો. ટીમે 265 રનનો લક્ષ્યાંક પુરો કર્યો. આ પહેલા ભારતે 2011ના વનડે વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં 261 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
- કેએલ રાહુલે વનડેમાં 3000 રન પૂરા કર્યા. તેણે આટલા રન માટે 78 ઇનિંગ્સ લીધી.
- રોહિત શર્મા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ કેપ્ટન છે જે બધી ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો છે. તેના નામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (2023), વનડે વર્લ્ડ કપ (2023), T20 વર્લ્ડ કપ (2024) અને ચેમ્પિયન્સ ટ્રોફી (2025)ની ફાઇનલ છે.
- ભારતે દુબઈમાં 10 વનડે રમી છે અને હાર્યું નથી. ટીમે 9 મેચ જીતી હતી જ્યારે 1 મેચ ટાઇ રહી હતી.
- વિરાટ કોહલીને ICC વનડે ટુર્નામેન્ટમાં તેનો સાતમો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો. તેનાથી આગળ ફક્ત રોહિત શર્મા (8), ગ્લેન મેકગ્રા (8) અને સચિન તેંડુલકર (10) છે.
1. કોહલીએ વનડેમાં 161 કેચ પૂરા કર્યા
વનડેમાં કેચ લેવાની બાબતમાં વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ ધકેલી દીધો છે. વિરાટના નામે હવે 161 કેચ છે. રેકોર્ડમાં ટોપ પર શ્રીલંકાના મહેલા જયવર્ધને 218 કેચ સાથે છે.
2. રોહિત ICC વનડે ઇવેન્ટ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ICC વનડે ઇવેન્ટ્સમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બન્યો. તેણે હવે 42 ઇનિંગ્સમાં 65 છગ્ગા ફટકાર્યા છે. તેણે વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલને પાછળ ધકેલી દીધો, જેણે 51 ઇનિંગ્સમાં 64 છગ્ગા ફટકાર્યા હતા.
3. વિરાટે વનડેમાં ચેઝ કરતી વખતે 8 હજાર રન પૂરા કર્યા
વિરાટ કોહલીએ વનડેની બીજી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે પોતાના 8,000 રન પૂરા કર્યા. તેના નામે હવે 166 મેચમાં 8063 રન છે. આ યાદીમાં સચિન તેંડુલકર પ્રથમ ક્રમે છે, તેના નામે 236 મેચમાં 8720 રન છે.
4. વિરાટ ICC Oવનડે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 50+ સ્કોર કરનાર બેટર
વિરાટ કોહલી ICC વનડે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 50+ સ્કોર કરનાર બેટ્સમેન બન્યો. તેણે 53 મેચોમાં 24 વખત 50થી વધુ રન બનાવ્યા છે. વિરાટે સચિનના 23 ફિફ્ટી+ રનના રેકોર્ડને તોડી નાખ્યો.