બેંગલુરુ22 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમનો ભાગ નહીં હોય. ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માએ ફાસ્ટ બોલરની ફિટનેસને લઈને મોટું અપડેટ આપ્યું છે. રોહિતે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ પહેલા બેંગલુરુમાં કહ્યું હતું કે તે ઈજાગ્રસ્ત શમીને ઓસ્ટ્રેલિયા લઈ જઈ શકે તેમ નથી.
જ્યારે શમીની ફિટનેસ વિશે પૂછવામાં આવ્યું તો 37 વર્ષીય ભારતીય કેપ્ટને કહ્યું- ‘ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે શમીને લઈને નિર્ણય લેવો મુશ્કેલ છે. તેના ઘૂંટણમાં સોજો છે, જેના કારણે તે થોડો પાછળ પડી ગયો છે અને તેણે ફરીથી શરૂઆત કરવી પડશે. તે NCAમાં છે. અમે શમીને ઓસ્ટ્રેલિયા લઈ જવા માગતા નથી જે સંપૂર્ણ રીતે તૈયાર નથી. પછી જોઈએ શું થાય છે.’
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, જેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 22 નવેમ્બરથી શરૂ થશે. આ વખતે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે.
શમી વન-ડે વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થયો હતો મોહમ્મદ શમી ગયા વર્ષે ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં રમી હતી. આ વર્લ્ડ કપની ફાઈનલ મેચ હતી.
તેણે ભારત માટે 64 ટેસ્ટ મેચ રમી છે. શમીના નામે 229 ટેસ્ટ વિકેટ છે.
ઓસ્ટ્રેલિયા 2014-15થી ભારતને હરાવી શક્યું નથી ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લી 4 સિરીઝમાં ભારતને હરાવી શકી નથી. ટીમની છેલ્લી જીત 2014-15 સિઝનમાં હતી. ત્યારે સ્મિથની આગેવાનીમાં રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 2-1થી હરાવ્યું હતું. જે બાદ ભારતીય ટીમે ચારેય સિરીઝ જીતી લીધી છે.