દુબઈ42 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ICC ODI બેટર્સ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ટીમનો વાઇસ-કેપ્ટન શુભમન ગિલ હજુ પણ ટોચ પર છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં 76 રનની શાનદાર ઇનિંગ રમનાર રોહિત શર્માએ નવા ICC ODI રેન્કિંગમાં 2 સ્થાનનો ફાયદો મેળવ્યો છે.
બુધવારે જાહેર થયેલા રેન્કિંગમાં રોહિતે વિરાટ કોહલી અને હેનરિક ક્લાસેનને પાછળ છોડી દીધો છે. રોહિતનું રેટિંગ વધીને 756 થયું છે. વિરાટ પાંચમા સ્થાને સરકી ગયો છે.
બોલરોના રેન્કિંગમાં, સ્પિનર કુલદીપ યાદવ 3 સ્થાન અને કિવી કેપ્ટન મિચેલ સેન્ટનર 6 સ્થાન ઉપર આવ્યો છે. કુલદીપ ત્રીજા સ્થાને અને સેન્ટનર બીજા સ્થાને આવ્યો છે.
રવીન્દ્ર જાડેજા ટૉપ-10માં પ્રવેશી ગયો છે. તે 13મા ક્રમેથી 10મા ક્રમે પહોંચી ગયો છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં 76 રનની ઇનિંગ બદલ રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
બાબર હજુ પણ બીજો નંબરે છે પાકિસ્તાનનો બાબર આઝમ 770 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ન્યૂઝીલેન્ડના ડેરીલ મિચેલને એક સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 721 રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
આયર્લેન્ડનો હેરી ટેક્ટર એક સ્થાન નીચે ઉતરીને સાતમા ક્રમે આવી ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર શ્રેયસ અય્યર 8મા સ્થાને યથાવત છે.
શ્રીલંકાના ચરિથ અસલંકા 694ના રેટિંગ સાથે નવમા ક્રમે છે. અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન 676 રેટિંગ પોઈન્ટ સાથે 10મા ક્રમે છે.

રેન્કિંગમાં ભારતીય વાઇસ-કેપ્ટન શુભમન ગિલ પ્રથમ ક્રમે છે અને રોહિત શર્મા ત્રીજા ક્રમે છે.
ટોચના 10 બેટર્સમાં 4 ભારતીય બેટર્સ ભારતના 4 બેટર્સ ટૉપ-10 બેટર્સ રેન્કિંગમાં સામેલ છે. રોહિત, શુભમન, વિરાટ અને શ્રેયસ અય્યર રેન્કિંગમાં ટૉપ-10માં છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સૌથી વધુ રન બનાવનાર ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્રએ 14 સ્થાનનો કૂદકો માર્યો છે. રચિન હવે 14મા સ્થાને પહોંચી ગયો છે. ભારતના કેએલ રાહુલ એક સ્થાન નીચે ઉતરીને 16મા સ્થાને આવી ગયો છે.

બોલર્સ રેન્કિંગમાં કુલદીપ-જાડેજા 3-3 સ્થાન આગળ આવ્યા કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા બોલરોના રેન્કિંગમાં 3-3 સ્થાન આગળ વધ્યા છે. ચાઇનામેન બોલર કુલદીપ હવે છઠ્ઠા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેનું રેટિંગ 650 છે.
જ્યારે લેફ્ટ આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજા 616 રેટિંગ પોઈન્ટ સાથે 13મા સ્થાનેથી 10મા સ્થાને પહોંચી ગયો છે. જાન્યુઆરી 2015 પછી આ પહેલી વાર છે જ્યારે જાડેજા ODI બોલિંગ રેન્કિંગમાં ટૉપ-10માં સ્થાન મેળવ્યું છે. તો ઈજાના કારણે ફાઈનલમાં ન રમનાર ન્યૂઝીલેન્ડના મેટ હેનરીને બે સ્થાનનું નુક્સાન થયું છે. તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.


કુલદીપ યાદવે આ વર્ષે 7 મેચમાં 9 વિકેટ લીધી છે.
અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન અને સાઉથ આફ્રિકાના કેશવ મહારાજે બે-બે સ્થાન ગુમાવ્યા છે. કેશવ ચોથા સ્થાને અને રાશિદ સાતમા સ્થાને સરકી ગયો છે.

ઓલરાઉન્ડર્સમાં બ્રેસવેલ સાતમા ક્રમે અને રચિને આઠમા ક્રમે કિવી સ્પિનર માઈકલ બ્રેસવેલે ICC ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં 7 સ્થાનનો ફાયદો મેળવ્યો છે. તે 14મા સ્થાનેથી સાતમા સ્થાને પહોંચી ગયો છે. ઓપનર રચિન રવીન્દ્રને 8 સ્થાનનો ફાયદો થયો છે. તે 16મા સ્થાનેથી આઠમા સ્થાને પહોંચી ગયો. તેનું રેટિંગ 230 છે. ભારતના રવીન્દ્ર જાડેજાને એક સ્થાનનું નુકસાન થયું છે. જાડેજા નવમા સ્થાનેથી 10મા સ્થાને આવી ગયો છે. તેનું રેટિંગ 220 છે.