- Gujarati News
- Sports
- Cricket
- Rohit Sharma Virat Kohli; India Vs England T20 World Cup 2024 Semi Final Guyana LIVE Score Update | Jasprit Bumrah Jos Buttler
સ્પોર્ટ્સ ડેસ્ક50 મિનિટ પેહલા
- કૉપી લિંક
2022 T-20 વર્લ્ડ કપની સેમિફાઈનલ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે હતી. વિરાટની ફિફ્ટી અને હાર્દિકની 63 રનની ઇનિંગની મદદથી ટીમ ઈન્ડિયા 168 રન સુધી પહોંચી ગઈ હતી.
ભારતીય ચાહકોને આકરા મુકાબલાની અપેક્ષા હતી, પરંતુ એવું થયું નહીં. રોહિત શર્માએ 6-6 બોલરોનો ઉપયોગ કર્યો હતો, પરંતુ ઈંગ્લિશ કેપ્ટન જોસ બટલર (80) અને એલેક્સ હેલ્સ (86)ની તોફાની બેટિંગ સામે કોઈ ટકી શક્યું ન હતું. ઇંગ્લેન્ડે આ મેચ 10 વિકેટે જીતી લીધી અને ટીમ ઈન્ડિયાનું ફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
આજે ફરી બંને ટીમ T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં આમને-સામને છે. T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ અજેય છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. બોલરો બેટર્સ કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે.
બીજી તરફ બટલરની ટીમે અમેરિકા સામે આપેલા 115 રનના ટાર્ગેટને ચેઝ માત્ર 9.4 ઓવરમાં જ કરી લીધો હતો. ઓમાન સામે 47 રનના ટાર્ગેટને ચેઝ માત્ર 19 બોલમાં જ કરી લીધો હતો.
મેચની ડિટેઇલ્સ
બીજી સેમિફાઈનલ- ભારત Vs ઇંગ્લેન્ડ
તારીખ- 27 જૂન, પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગયાના
ટૉસ- 7:30 PM, મેચ શરૂ- 8:00 PM
કોની સામે ટક્કર થશે?
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/27/5-12_1719468791.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/27/5-13_1719468803.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/27/5-14_1719468822.jpg)
છેલ્લી 5 મેચ
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/27/5-1_1719468883.jpg)
T-20 ઈન્ટરનેશનલમાં હેડ ટુ હેડ રેકોર્ડ્સ
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/27/ind-vs-eng4_1719468916.jpg)
મેચનું મહત્વ- જે ટીમ આ મેચ જીતશે તેને ફાઈનલની ટિકિટ મળશે. આ બંને ટીમ માટે કરો યા મરો મેચ હશે.
ટૉસની ભૂમિકા- આ વિકેટ પર ટૉસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે, કારણ કે પ્રોવિડન્સ સ્ટેડિયમની વિકેટ ધીમી છે અને અહીંની પિચ સ્પિનરો માટે મદદરૂપ છે. સેમિફાઈનલ મેચ રાત્રે રમાશે. આવી સ્થિતિમાં ઝાકળની અસર પણ જોવા મળી શકે છે. અહીં સૌથી વધુ સ્કોર 183 છે, પરંતુ છેલ્લી 5 મેચમાં ટીમ 5 વખત ઓલઆઉટ થઈ છે.
પ્લેયર્સ ટુ વોચ
રોહિત શર્મા ભારતનો ટોપ સ્કોરર, આર્ચરે ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ લીધી
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/27/ind-vs-eng2_1719468961.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/27/ind-vs-eng3_1719468984.jpg)
સૂર્યકુમાર યાદવ- ભારતનો 360 ડિગ્રી સૂર્યકુમાર યાદવ આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. તેણે અફઘાનિસ્તાન અને અમેરિકા સામે 2 અડધી સદી ફટકારી છે. તેણે આ વર્લ્ડ કપની 6 મેચમાં 149 રન બનાવ્યા છે. પોતાના અનોખા શોટ્સથી તે કોઈપણ ટીમની બોલિંગને પરેશાન કરી શકે છે.
કુલદીપ યાદવ- વેસ્ટ ઈન્ડિઝની મુશ્કેલ પિચ પર કુલદીપ યાદવ ભારત માટે ટ્રમ્પ કાર્ડ બની રહ્યો છે. જ્યારથી કુલદીપ ટીમમાં જોડાયો છે ત્યારથી તેણે વિપક્ષી ટીમના મિડલ ઓર્ડરને ખતમ કરી નાખ્યો છે. કુલદીપે અત્યાર સુધી આ વર્લ્ડ કપની 3 મેચમાં 7 વિકેટ ઝડપી છે. કુલદીપની ગુગલી વાંચવી એ બેટર માટે સૌથી મુશ્કેલ કામ છે. ગયાનાની પિચ પણ સ્પિનરોને મદદ કરી રહી છે. આવી સ્થિતિમાં ઇંગ્લિશ બેટર્સ માટે કુલદીપના બોલને રમવું મુશ્કેલ બનશે.
જોસ બટલર- ઇંગ્લિશ કેપ્ટનનો ભારત સામે શાનદાર રેકોર્ડ છે. પોતાના મોટા સિક્સરથી બટલર કોઈપણ ટીમને ઘૂંટણિયે લાવી શકે છે. અમેરિકા સામે રમાયેલી છેલ્લી મેચમાં તેણે સ્પિનર હરપ્રીતને સતત 5 સિક્સર ફટકારી હતી. આ વર્લ્ડ કપની 6 ઇનિંગ્સમાં બટલરે 48ની એવરેજથી 191 રન બનાવ્યા છે.
આદિલ રાશિદ- ઇંગ્લિશ લેગ સ્પિનર આદિલ અત્યારે ટૉપ ફોર્મમાં છે. તેણે આ વર્લ્ડ કપની 7 મેચમાં 9 વિકેટ લીધી છે. તેણે ઓમાન સામે 11 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જેની મદદથી ઇંગ્લેન્ડે ઓમાનને 47 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ મેચ ઇંગ્લેન્ડ માટે આ વર્લ્ડ કપની મહત્વની મેચ હતી.
અગાઉનો મુકાબલો: બટલર-હેલ્સે ભારતનું સપનું તોડ્યું
![બટલરે મોહમ્મદ શમીના બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/25/s9_1719339661.gif)
બટલરે મોહમ્મદ શમીના બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
એડિલેડના મેદાન પર પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 168 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યા (63 રન) અને સૂર્યકુમાર યાદવે (50) અડધી સદી ફટકારી હતી. જવાબી ઇનિંગ્સમાં ઇંગ્લિશ ઓપનરોએ 16 ઓવરમાં 169 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો.
કેપ્ટન જોસ બટલરે અણનમ 80 અને એલેક્સ હેલ્સે અણનમ 86 રન બનાવ્યા હતા. બંનેએ 96 બોલમાં 170 રનની અતૂટ ઓપનિંગ ભાગીદારી કરી હતી. ભારતીય બોલિંગ અહીં બિનઅસરકારક દેખાતી હતી. કોઈ બોલર વિકેટ લઈ શક્યો ન હતો અને ભારત 10 વિકેટથી મેચ હારી ગયું હતું.
હવામાન અહેવાલ- વરસાદની ભારે શક્યતા
ગયાનામાં 27 જૂને વરસાદની ભારે શક્યતા છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. અહીં તોફાનની સંભાવના 28% છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ.
ઇંગ્લેન્ડ (ENG): જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), ફિલ સોલ્ટ, જોની બેયરસ્ટો, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટન, હેરી બ્રુક, સેમ કરન/રીસ ટોપ્લે, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, ક્રિસ જોર્ડન અને માર્ક વુડ.