- Gujarati News
- Sports
- Cricket
- Rohit Sharma Virat Kohli; India Vs South Africa T20 World Cup 2024 Final LIVE Score Update |Ravindra Jadeja Jasprit Bumrah Axar Patel Rishabh Pant Aiden Markaram Barbados
સ્પોર્ટ્સ ડેસ્ક41 મિનિટ પેહલા
- કૉપી લિંક
T20 વર્લ્ડ કપની ફાઈનલ આજે રાત્રે 8 વાગ્યે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ ફાઈનલમાં એક રસપ્રદ વાત છે. બંને ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી.
T-20 વર્લ્ડ કપમાં એવી કોઈ ટીમ ચેમ્પિયન બની નથી, જેણે ટુર્નામેન્ટની એક પણ મેચ હારી ન હોય. આજે પહેલીવાર ટુર્નામેન્ટની અજેય ટીમ ટ્રોફી ઉપાડશે.
આજ પહેલાં બંને ટીમ ક્યારેય વર્લ્ડ કપ ફાઈનલમાં આમને-સામને આવી નથી, પરંતુ T20 વર્લ્ડ કપમાં બંને વચ્ચે યાદગાર મેચ રમાઈ ચૂકી છે. 20 સપ્ટેમ્બર 2007ના રોજ ભારત અને સાઉથ આફ્રિકા સામસામે હતું.
આ મેચની સ્થિતિ રસપ્રદ હતી. સેમિફાઈનલમાં પહોંચવા માટે ભારતે મેચ મોટા અંતરથી જીતવાની હતી અને સાઉથ આફ્રિકાને માત્ર 128 રન બનાવવાના હતા. તે જીતે કે હારે તેનાથી તેને કોઈ ફરક પડતો ન હતો, સાઉથ આફ્રિકા માત્ર રન બનાવીને જ સેમિફાઈનલમાં પહોંચી ગયું હોત.
ત્યારે દક્ષિણ આફ્રિકા પાસે હર્શલ ગિબ્સ, ગ્રીમ સ્મિથ, માર્ક બાઉચર અને એબી ડિવિલિયર્સ જેવા બેટર્સ હતા. બોલિંગ આક્રમણની જવાબદારી મોર્ને મોર્કેલ, મખાયા એનટીની, એલ્બી મોર્કેલ અને શોન પોલોક પર હતી.
ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. સેહવાગ, ગંભીર, ઉથપ્પા અને કાર્તિક વહેલા આઉટ થયા હતા. કેપ્ટન એમએસ ધોનીએ તેની બીજી T20 ઈન્ટરનેશનલ રમી રહેલા રોહિત શર્મા સાથે મળીને સ્કોર 150થી આગળ કર્યો હતો. રોહિતે અણનમ 50 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતે સાઉથ આફ્રિકાને 116 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટીમ 128 રન બનાવી શકી ન હતી અને ભારત સેમિફાઈનલમાં પહોંચી ગયું હતું.
17 વર્ષ પહેલાની એ યાદગાર જીતની તસવીર…

2007માં સાઉથ આફ્રિકાને હરાવીને સેમિફાઈનલમાં પહોંચવાની ઉજવણી કરતી ભારતીય ટીમ.
મેચ ડિટેઇલ્સ…
ફાઈનલ- ભારત Vs સાઉથઆફ્રિકા
સમય અને સ્થળ – 29 જૂન 2024, કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ
ટોસ- 7:30 PM, મેચ શરૂ- 8:00 PM.
T20 વર્લ્ડ કપમાં છ વખત સામનો કર્યો, ભારત ચાર વખત જીત્યું
T20 વર્લ્ડ કપમાં ભારત અને સાઉથ આફ્રિકા છ વખત સામસામે આવી ચૂક્યા છે. ભારત માત્ર ચાર મેચ જીત્યું અને આફ્રિકા માત્ર બે મેચ જીત્યું.

બંને ટીમની છેલ્લી 5 મેચ

પિચ અને ટૉસનો રોલ
T20 વર્લ્ડ કપ 2024ની 8 મેચ કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાઈ છે. અહીં પ્રથમ બેટિંગ કરનાર ટીમે ત્રણ મેચ જીતી હતી અને ચેઝ કરતી ટીમે પણ ત્રણ મેચ જીતી હતી. એક મેચ ટાઈ રહી હતી અને એક અનિર્ણિત રહી હતી. આ મેદાન પર આ વર્લ્ડ કપમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 166 રન છે.
આ વર્લ્ડ કપમાં ફાસ્ટ બોલરોને વધુ વિકેટ મળી છે. પેસર્સે અહીં ટુર્નામેન્ટમાં 7.88ના ઇકોનોમી રેટથી 59 વિકેટ લીધી છે. રિપોર્ટ અનુસાર ફાઈનલ મેચ પિચ નંબર 4 પર રમાશે. ટુર્નામેન્ટમાં આ પિચનો ઉપયોગ નામિબિયા Vs ઓમાન અને સ્કોટલેન્ડ Vs ઇંગ્લેન્ડની મેચ માટે કર્યો હતો.
આ સ્ટાર્સ પર રહેશે નજર…

ટોચના પ્લેયર્સ
- સૂર્યકુમાર યાદવ- સૂર્યા આ T20 વર્લ્ડ કપમાં ટીમનો બીજો ટોપ સ્કોરર છે. તેણે 7 મેચમાં 137.06ના સ્ટ્રાઈક રેટથી 196 રન બનાવ્યા છે. જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ મેચમાં તેણે 36 બોલમાં 47 રન બનાવ્યા હતા.

સૂર્યકુમાર યાદવે સેમિફાઈનલમાં 47 રનની ઇનિંગ રમી હતી.
- અર્શદીપ સિંહ- ટુર્નામેન્ટનો બીજો વિકેટ લેનાર અને ટીમનો ટોપ વિકેટ લેનાર બોલર છે. અમેરિકા સામે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. આ વર્લ્ડ કપમાં અર્શદીપે 7 મેચમાં 15 વિકેટ લીધી છે.

અર્શદીપે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 15 વિકેટ લીધી છે.
- ક્વિન્ટન ડી કોક- સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોક પરિસ્થિતિ અનુસાર રમવાની ક્ષમતા ધરાવે છે. ડી કોક ટુર્નામેન્ટમાં ટીમનો ટોપ સ્કોરર છે. આ વર્લ્ડ કપની 8 મેચમાં 204 રન બનાવ્યા છે.

ક્વિન્ટન ડી કોકે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 204 રન બનાવ્યા છે.
- કાગીસો રબાડા- વિશ્વના સૌથી ઝડપી બોલરોમાંના એક રબાડા પોતાની બોલિંગથી ટીમને મેચ જીતી શકે છે. સાઉથ આફ્રિકાને શરૂઆતની ઓવરોમાં રબાડા પાસેથી વિકેટની અપેક્ષા છે. તેણે આ વર્લ્ડ કપની 8 મેચમાં 12 વિકેટ લીધી છે. સેમિફાઈનલ મેચમાં અફઘાનિસ્તાન સામે બે મહત્વની વિકેટ ઝડપી હતી.

કાગિસો રબાડાએ આ વર્લ્ડ કપમાં 12 વિકેટ લીધી છે.
હવામાન અહેવાલ
બાર્બાડોસમાં શનિવારે વરસાદની 46% શક્યતા છે. આ દિવસે અહીં તાપમાન 27 થી 31 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું અને પવન ફૂંકાશે.
ફાઈનલ માટે રિઝર્વ-ડે
જો ફાઈનલમાં વરસાદ પડે તો DLS પદ્ધતિનો ઉપયોગ કરવા માટે બીજી ઇનિંગ્સમાં ઓછામાં ઓછી 10 ઓવર રમવી જરૂરી છે. DLS પદ્ધતિ હેઠળ, જો ઓવરની સંખ્યા ઓછી હોય, તો ચેઝ કરતી ટીમને રિવાઇઝ્ડ ટાર્ગેટ મળે છે. જો પરિણામ 29મી જૂને નહીં આવે તો મેચ 30મી જૂને રિઝર્વ ડે પર યોજાશે. જો ફાઈનલનું પરિણામ રિઝર્વ ડે પર જાહેર નહીં થાય તો પોઈન્ટ ટેબલને પ્રાથમિકતા મળશે નહીં. અહીં ફાઈનલ રમનારી બંને ટીમ વચ્ચે ટ્રોફી વહેંચવામાં આવશે.
સવાલ- કોના કપાળે ચોકરના ડાઘ દૂર થશે?
ચોકર્સ સાઉથ આફ્રિકાના નામ સાથે સંકળાયેલા છે કારણ કે તે ક્યારેય ફાઈનલ રમ્યું નથી. ભારતે 2013થી અત્યાર સુધી કોઈ ICC ટુર્નામેન્ટ જીતી નથી. તેના નામ પર ચોકર્સ જેવા ડાઘ પણ લાગ્યા છે. ફાઈનલમાં બંને ટીમ માટે દબાણ છે. આજે કોના કપાળ પરથી આ ડાઘ દૂર થશે તે જોવું રહ્યું.
આ વર્લ્ડ કપમાં બંને ટીમ અજેય છે, પરંતુ T20 વર્લ્ડ કપના ઈતિહાસ પર નજર કરીએ તો ભારતે સાઉથ આફ્રિકા પર પ્રભુત્વ જમાવ્યું છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ.
સાઉથ આફ્રિકા (SA): એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિચ નોર્કિયા અને તબરેઝ શમ્સી.