- Gujarati News
- Sports
- Cricket
- Rohit Sharma Virat Kohli; T20 World Cup Winning Team Parade Updates Nariman Point To Wankhede Stadium Mumbai | PM Modi
મુંબઈઅમુક પળો પેહલા
- કૉપી લિંક
17 વર્ષ બાદ T-20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે. 2007માં પહેલો વર્લ્ડકપ જીતનારી ધોનીની ટીમ સાથે જે થયું હતું તે જ થશે. આ જ તર્જ પર ટીમની વિક્ટ્રી પરેડ નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી છતવાળી બસમાં નીકળશે. આ પહેલાં ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બ્રેક ફાસ્ટ કરશે અને બાદમાં સન્માન સમારોહમાં રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
ટીમ બુધવારે બાર્બાડોસથી રવાના થઈ છે અને એર ઈન્ડિયાની ‘ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ (AIC24WC)’ ચાર્ટર્ડ ફ્લાઈટમાં સવારે 5 થી 6 વચ્ચે દિલ્હી પહોંચશે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું- ‘ટીમ ઈન્ડિયાને પરત લાવવા માટે એક વિશેષ વિમાન મોકલવામાં આવ્યું છે. ખેલાડીઓ ઉપરાંત અમે ત્યાં અટવાયેલા મીડિયા કર્મચારીઓને પણ પરત લાવી રહ્યા છીએ.’
બીજી વખત T20 વર્લ્ડ કપ જીતનાર ટીમને પરત લાવવા માટે, BCCIએ એક વિશેષ વિમાન મોકલ્યું છે, જે બુધવારે બાર્બાડોસથી ઉડાન ભરી હતી અને સવારે દિલ્હી ઉતરશે.
અમુક પોઇન્ટમાં શેડ્યૂલને સમજો…
- સવારે 5-6: ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર ઉતરશે.
- 11:00 am: વડાપ્રધાનના નિવાસસ્થાને ભારતીય ટીમનો સ્વાગત સમારોહ યોજાશે. અહીં ખેલાડીઓ પીએમ મોદી સાથે બ્રેકફાસ્ટ કરશે.
- 12:30 pm: તમામ ખેલાડીઓને ચાર્ટર્ડ ફ્લાઈટથી મુંબઈ લવાશે. ખેલાડીઓને મુંબઈ એરપોર્ટથી સીધા નરીમાન પોઈન્ટ લાવવામાં આવશે.
- 4:00 pm: ખેલાડીઓના સન્માનમાં નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી 2 KM રોડ-શોનું આયોજન કરવામાં આવશે.
- સાંજે 5:00 વાગ્યાની આસપાસ: વાનખેડ ખાતે સન્માન સમારોહ યોજાશે. BCCI ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને 125 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપશે.
ધોનીના શબ્દો – 2007ની વર્લ્ડ ચેમ્પિયન ટીમનું સ્વાગત
વર્ષ 2019માં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ એક કાર્યક્રમમાં 2007ની વર્લ્ડ ચેમ્પિયન ટીમનું યાદગાર સ્વાગત યાદ કર્યું હતું. ધોનીએ તે ક્ષણોને યાદ કરતા કહ્યું – ‘અમે 2007માં (T20) વર્લ્ડ કપ જીત્યા બાદ ભારત આવ્યા હતા અને અમે એક ખુલ્લી બસમાં મુસાફરી કરી હતી અને અમે મરીન ડ્રાઈવ (મુંબઈ) પર ઊભા હતા. દરેક જગ્યાએ ટ્રાફિક જામ હતો અને લોકો અમારું સ્વાગત કરવા તેમની કારમાં આવ્યા હતા.
દરેકના ચહેરા પર ખુશી જોઈને હું ખુશ હતો, કારણ કે ચાહકોમાં એવા ઘણા લોકો હશે જેઓ તેમની ફ્લાઈટ ચૂકી ગયા હશે, કદાચ તેઓ કોઈ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા હશે. તે અદ્ભુત સ્વાગત હતું. આખી મરીન ડ્રાઈવ એક છેડેથી બીજા છેડા સુધી ભરાઈ ગઈ હતી.
2007ના રોડ શોના ફોટોઝ…
2007માં ભારતીય ટીમના ખેલાડીઓએ ખુલ્લી છતવાળી બસમાં વિક્ટ્રી ુપરેડ કાઢ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ભારતીય ચાહકો એકઠા થયા હતા.
2007ના રોડ શો દરમિયાન મરીન ડ્રાઈવ ખાતે ભીડ ઉભી થઈ હતી.
બીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને કપ પરત લાવી રહી છે ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયા બીજી વખત T-20 વર્લ્ડ કપ જીતીને કપને ભારત પરત લાવી રહી છે. ટીમે 2007માં એમએસ ધોનીની કેપ્ટનશિપમાં પહેલો ખિતાબ જીત્યો હતો. આ વખતે ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની આગેવાનીમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી.
29 જૂને ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો.