સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મંગળવારે રાત્રે રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 વિકેટથી હરાવ્યું હતું. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 223 રન બનાવ્યા હતા. રાજસ્થાને 20 ઓવર રમીને 8 વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા હતા.
જોસ બટલરે 60 બોલમાં અણનમ 107 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. KKR માટે સુનીલ નારાયણે 56 બોલમાં 109 રન બનાવ્યા હતા. તેણે IPLમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. કેકેઆરના મેન્ટર ગૌતમ ગંભીરે તેની સદી ફટકારતા જ તેને ગળે લગાવ્યો હતો. જ્યારે આરઆરના આવેશ ખાને એક હાથે કેચ પકડ્યો હતો.
RR vs KKR મેચ મોમેન્ટ્સ…
1. બટલરે વિનિંગ શોટ માર્યો
રાજસ્થાનને જીતવા માટે છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી. બટલર 98 રન પર બેટિંગ કરી રહ્યો હતો, તેણે વરુણ ચક્રવર્તી સામે પહેલા જ બોલ પર સિક્સર ફટકારી અને તેની સદી પૂરી કરી.
5 બોલમાં 3 રનની જરૂર હતી, બટલરે પાંચમા બોલ પર 2 રન લીધા હતા. મેચના છેલ્લા બોલ પર રાજસ્થાનને એક રનની જરૂર હતી. જોસ બટલરે ક્રિઝ પર હતો ત્યારે વિનિંગ શોટ માર્યો અને ટીમને મેચ જીતાડવી. તેની સાથે આવેશ ખાન નોન-સ્ટ્રાઈકર છેડે અણનમ રહ્યો હતો.

જોસ બટલરે પણ સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી.

જોસ બટલરે આ સિઝનમાં બીજી વખત સદી ફટકારી હતી અને ટીમને જીત તરફ દોરી હતી.
2. રિયાન પરાગે સોલ્ટને જીવનદાન આપ્યું
મેચની પહેલી જ ઓવરમાં રિયાન પરાગે ફિલ સોલ્ટને જીવનદાન આપ્યું હતું.મેચની પહેલી ઓવર દરમિયાન ટેન્ટ બોલ્ટે સોલ્ટથી દૂર સ્વિંગ કરીને એક શાનદાર બોલ ફેંક્યો. બોલ સોલ્ટના બેટની કિનારીને અડીને સીધા પોઇન્ટ પર રિયાન પરાગના હાથમાં ગયો. જ્યાં કેચ કરવાની તક મળી. પરાગ કેચ લેવા માટે રેડી હતો નહીં અને તેના હાથમાંથી કેચ છૂટી ગયો.

રિયાન પરાગે પહેલી જ ઓવરમાં સોલ્ટને જીવનદાન આપ્યું હતું.
3. આવેશ ખાને વન-હેન્ડ કેચ લીધો, સેમસના ગ્લવ સાથે સેલિબ્રેટ કર્યું
બોલિંગ કરતી વખતે આવેશ ખાને ફિલ સોલ્ટને એક હાથે કેચ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. આવેશ મેચની ચોથી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. જ્યારે તેણે ઓફ સ્ટમ્પની બહાર લેન્થ બોલ ફેંક્યો ત્યારે સોલ્ટે તેને સામેથી ફટકારવાનો પ્રયાસ કર્યો. જોકે, બોલ બેટના ઉપરના ભાગને અડીને આવેશ તરફ ગયો હતો. આ ફોલો થ્રુ દરમિયાન આવેશે પોતાનો ડાબો હાથ લંબાવ્યો અને એક હાથે હવામાં કેચ પકડ્યો.
આ કેચ એટલા માટે ખાસ હતો કારણ કે થોડાં દિવસો પહેલા જ આવેશ અને તેની ટીમના કેપ્ટન સંજુ સેમસન વચ્ચેની મૂંઝવણને કારણે કેચ ચૂકી ગયો હતો. સેમસને મેચ પછી કહ્યું હતું કે કદાચ ગ્લોવ પહેરનાર પાસે કેચ લેવાની વધુ સારી તક છે. એવું લાગ્યું હતું કે ખાને આ વાતને દિલ પર લઇ લીધી હતા, કેમ કે કેચ બાદ તેમણે સેમસન તરફ ઇશારો કર્યો. આ કારણે સેમસને પોતાના ગ્લોવ આવેશને સેલિબ્રેટ કરવા માટે આપ્યા

આવેશ ખાને મેચમાં કુલ 2 વિકેટ લીધી હતી.

આવશે સંજુ સેમસનના ગ્લોવ સાથે ઉજવણી કરી.
4. નારાયણે બાઉન્ડ્રી વડે સદી પૂરી કરી, ગંભીર તેને ભેડી પડ્યો
સુનીલ નારાયણે ડીપ મિડ-વિકેટ તરફ ચોગ્ગો ફટકારીને તેની પ્રથમ આઈપીએલ સદી પૂરી કરી. નારાયણે તેને 49 બોલમાં પૂરી કરી. 100 રનનો આંકડો વટાવતાની સાથે જ KKRના માર્ગદર્શક ગૌતમ ગંભીર મેદાન તરફ દોડી ગયો અને તેને ગળે લગાવીને તેની ખુશી વ્યક્ત કરી. નારાયણે 16મી ઓવરના છેલ્લા બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. જે બાદ ટીમે સ્ટ્રેટજિક ટાઇમ આઉટ કાઢ્યો હતો. આ કારણથી ગંભીર મેદાન પર આવ્યો અને નારાયણને ગળે લગાવ્યો.

સુનીલ નારાયણે A ગ્રેડ ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી.

ગૌતમ ગંભીર સુનીલ નારાયણને ગળે લગાવે છે.
5. બોલ્ટે નારાયણને યોર્કર પર બોલ્ડ કર્યો
RR પેસર ટ્રેન્ટ બોલ્ટે શાનદાર યોર્કર વડે સુનીલ નારાયણને બોલ્ડ કર્યો હતો. સુનીલ નારાયણે સદી ફટકારી હતી. બોલ્ટ 18મી ઓવરમાં આવ્યો અને તેણે મિડલ અને લેગ સ્ટમ્પ વચ્ચે યોર્કર નાખ્યું. આના પર નારાયણે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સંપૂર્ણપણે ચૂકી ગયો અને બોલ સ્ટમ્પ સાથે અથડાયો.

ટ્રેન્ટ બોલ્ટે સુનીલ નારાયણને બોલ્ડ કર્યો હતો.

વિકેટ લીધા બાદ બોલ્ટે નારાયણને તેની સદી માટે અભિનંદન પાઠવ્યા હતા.
6. વરુણ ચક્રવર્તીએ સંજુ સેમસનનો કેચ છોડ્યો
વરુણ ચક્રવર્તીએ RRના કેપ્ટન સંજુ સેમસનનો કેચ છોડ્યો હતો. મિચેલ સ્ટાર્કે ઇનિંગની ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર લેન્થ બોલ ફેંક્યો હતો. આનાથી સેમસનના બેટની બહારની કિનારી વાગી અને બોલ શોર્ટ થર્ડ મેન તરફ ગયો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા ચક્રવર્તી બોલની નજીક આવ્યા પરંતુ બોલ તેની સામે મેદાનમાં પડ્યો અને તેણે તેને પકડવાની તક ગુમાવી.

આ મેચમાં વરુણ ચક્રવર્તીએ બે વિકેટ ઝડપી હતી.
7. રિયાન પરાગે હેલિકોપ્ટર શોટ માર્યો
રિયાન પરાગે હેલિકોપ્ટર શોટ માર્યો હતો. 8મી ઓવરના પહેલા બોલ પર હર્ષિત રાણાએ લેગ સાઇડ પર 140ની ઝડપે લેન્થ બોલ ફેંક્યો હતો. આના પર રિયાન પરાગે હેલિકોપ્ટર શોટ રમ્યો અને બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ સિક્સર ફટકારી. પરાગે 14 બોલમાં 34 રનની ઇનિંગ રમી હતી.

રિયાન પરાગે ઇનિંગમાં કુલ 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.