13 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગઈકાલે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક રોમાંચક મેચ જોવા મળી. દુબઈમાં રમાયેલી આ મેચમાં અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓ સ્પોટ થયાં હતાં. જેમાં વિવેક ઓબેરોય, ઉર્વશી રૌતેલા, ચિરંજીવી અને પુષ્પા 2ના દિગ્દર્શક સુકુમારના નામ સામેલ છે. પરંતુ ફેન્સનું સૌથી વધુ ધ્યાન ખેંચનાર સેલિબ્રિટી જાસ્મીન વાલિયા હતી, જેને હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ માનવામાં આવે છે.
રૂમર્ડ ગર્લફ્રેન્ડે હાર્દિક પંડ્યાને આપી ફલાઇંગ કિસ! પંડ્યાએ આ મેચમાં ભારતને પહેલી વિકેટ અપાવી હતી. જ્યારે હાર્દિકે 9મી ઓવરમાં બાબર આઝમને આઉટ કરીને ભારત માટે મોટી વિકેટ આપાવી હતી. જ્યારે 11મી ઓવર હાર્દિકે પૂરી કરી બાદમાં કેમેરો બ્રિટિશ સિંગર-એક્ટ્રેસ તરફ ફર્યો અને તે ફલાઇંગ કિસ આપતી જોવા મળી. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. લોકોનું માનવું છે કે જાસ્મીન વાલિયાએ હાર્દિકને આ ફલાઇંગ કિસ આપી હતી.
ક્યારથી શરૂ થઈ ડેટિંગ અફવાઓ? મેચ દરમિયાન જાસ્મીન વાલિયા વ્હાઈટ કલરનાં ડ્રેસમાં જોવા મળી હતી. તેણે બ્લેક ચશ્મા પહેર્યા હતા અને ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેચ દરમિયાન, તે ભારતીય ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાએ હજુ સુધી તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. પરંતુ નતાશા સ્ટેન્કોવિકથી છૂટાછેડા લીધાનાં થોડા અઠવાડિયા પછી, ગ્રીસ વેકેશનનાં ફોટો સામે આવ્યા ત્યારથી બંનેની લવ સ્ટોરી ચર્ચામાં છે.

કોણ છે જાસ્મીન વાલિયા? જાસ્મીન વાલિયા એક બ્રિટિશ સિંગર-એક્ટ્રેસ છે. જાસ્મિનનો જન્મ લંડનના એસેક્સમાં ભારતીય મૂળના માતાપિતાને ત્યાં થયો હતો. જાસ્મીન બ્રિટિશ રિયાલિટી ટીવી સીરિઝ “ધ ઓન્લી વે ઇઝ એસેક્સ” નો હિસ્સો હતી ત્યારે તેણે સૌપ્રથમ દુનિયાનું ધ્યાન ખેંચ્યું.
કાર્તિક આર્યનની ફિલ્મ માટે ગીત લખ્યું આ શો પછી જાસ્મિને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને 2014માં તેની યુટ્યૂબ ચેનલ શરૂ કરી. જાસ્મિન ચેનલ પર બીજાનાં ગીતો ગાઈને પોતાનું ટેલેન્ટ બતાવતી હતી. તેણે જેક નાઈટ, ઈન્ટેન્સ-ટી અને ગ્રીન મ્યુઝિક સાથે હાથ મિલાવ્યા અને પછી તેને વર્ષ 2017માં ‘બોડ ડિગી’ દ્વારા સૌથી મોટો બ્રેક મળ્યો. જાસ્મિને પહેલીવાર જેક નાઈટ સાથે પર્ફોર્મ કર્યું અને આ લોકપ્રિયતા ત્યારે વધી જ્યારે 2018માં બોલિવૂડ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ માટે ‘બોમ ડિગ્ગી ડિગ્ગી’ ગીતનું રિમેક કરવામાં આવ્યું.
બિગ બોસ 13 ફાઈનાલિસ્ટ સાથે એક વીડિયો બનાવ્યો વર્ષ 2022માં, જાસ્મિન વાલિયાએ બિગ બોસ 13ના ફાઇનલિસ્ટ અસીમ રિયાઝ સાથે નાઇટ્સ એન ફાઇટ્સ નામનો એક મ્યુઝિક વીડિયો કર્યો હતો અને તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ વીડિયોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું હતું. તેને ટાઇમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર પણ સ્થાન મળ્યું. જાસ્મિન એક સોશિયલ મીડિયા સેન્સેશન છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 6.4 લાખ ફોલોઅર્સ છે. યુટ્યૂબ પર 5.7 લાખ લોકોએ જાસ્મિનની ચેનલ સબ્સ્ક્રાઈબ કરી છે. તે અવારનવાર તેના બોલ્ડ અને સનસનાટીભર્યા ફોટા પોસ્ટ કરે છે, જે વાઇરલ થાય છે.
હાર્દિક-નતાશાના લગ્ન 4 વર્ષમાં તૂટી ગયા પંડ્યા અને નતાશાના લગ્ન વર્ષ 2020માં થયા હતા. 2021 માં, તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો. 18 જુલાઈના રોજ બંનેએ એક નિવેદન જારી કરીને અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેએ તેમના 4 વર્ષના લાંબા લગ્નજીવનનો અંત લાવ્યો અને હવે બંને તેમના પુત્ર અગસ્ત્યના કો-પેરેન્ટ્સ બનશે.
