14 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાર્લ રોયલ્સ SA20ની ત્રીજી સિઝનના પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. શનિવારે બોલેન્ડ પાર્કમાં રમાયેલી 20મી મેચમાં પાર્લ રોયલ્સે પ્રિટોરિયા કેપિટલ્સને 11 રનથી હરાવ્યું હતું. આ જીતનો હીરો ઇંગ્લિશ ખેલાડી જો રૂટ હતો. તેણે 78 રનની ઇનિંગ રમી અને 2 વિકેટ લીધી.
આ જીત સાથે પાર્લ રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર યથાવત છે. તેના 24 પોઈન્ટ છે. ટૉસ જીત્યા બાદ પ્રિટોરિયા કેપિટલ્સે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાર્લ રોયલ્સે 4 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા હતા. 141 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પ્રિટોરિયા કેપિટલ્સ 7 વિકેટના નુકસાને 129 રન જ બનાવી શકી હતી.
આ જીત સાથે પાર્લ રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર યથાવત છે. તેના 24 પોઈન્ટ છે.
પાર્લ રોયલ્સનો દાવ જો રૂટે સંભાળ્યો હતો પાર્લ રોયલ્સની પ્રથમ વિકેટ ખાતું ખોલાવ્યા વિના ત્રીજા બોલ પર પડી હતી. લુઆન-ડ્રે પ્રિટોરિયસ વિલ જેક્સને કેચ આપીને પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદ જો રૂટે ઇનિંગ્સને એક તરફ રાખી હતી. તેણે 56 બોલનો સામનો કર્યો અને 78 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રૂટ સિવાય ડેવિડ મિલરે 18 બોલનો સામનો કર્યો અને 29 રન બનાવ્યા. પ્રિટોરિયા કેપિટલ્સ તરફથી વિલ જેક્સ, એથન બોશ, સેનુરન મુથુસામી અને કાયલ સિમન્ડ્સે 1-1 વિકેટ લીધી હતી.
વિલ જેક્સ પ્રિટોરિયા કેપિટલ્સનો ટોપ સ્કોરર હતો વિલ જેક્સ પ્રિટોરિયા કેપિટલ્સનો ટોપ સ્કોરર હતો. તેણે 53 બોલનો સામનો કર્યો અને 56 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં 2 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય કાયલ વેરીને 33 બોલનો સામનો કરીને 30 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. પાર્લ રોયલ્સ તરફથી રૂટ, મુજાબી ઉર રહેમાન અને બજોર્ન ફોર્ટ્યુઇને 2-2 વિકેટ લીધી હતી. જ્યારે ડ્યુનિથ વેલાલેઝે એક વિકેટ લીધી હતી.