પેરિસ27 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓલિમ્પિક ગેમ્સના 17 દિવસ બાદ પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સ સત્તાવાર રીતે શરૂ થઈ છે. પેરા ગેમ્સની ઓપનિંગ સેરેમની ગુરુવારે રાત્રે થઈ હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સ્ટેડિયમની બહાર આયોજિત સમારોહમાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટેડિયમની બહાર ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. પેરિસ ઓલિમ્પિક ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ પણ સ્ટેડિયમની બહાર યોજાયો હતો.
આ સમારોહમાં હજારો ખેલાડીઓએ પરેડ ઑફ નેશન્સમાં ભાગ લીધો હતો. પરેડ ચેમ્પ્સ-એલિસીસ એવન્યુથી શરૂ થઈ અને પ્લેસ ડે લા કોનકોર્ડ સુધી આગળ વધી. અહીં લગભગ 50 હજાર લોકોએ આ ઐતિહાસિક ચોકની આસપાસ બનેલા સ્ટેન્ડ પરથી સમારોહ નિહાળ્યો હતો. અહીં વ્હીલચેરમાં આવેલા એથ્લેટ્સ માટે એવન્યુ અને ચોકમાં ડામરની પટ્ટીઓ નાખવામાં આવી હતી.
ફોટોઝમાં જુઓ ઓપનિંગ સેરેમની…
તિરંગા સાથે ભારતીય શોટ પુટર ભાગ્યશ્રી જાધવ.
ઉદઘાટન સમારોહમાં પર્ફોર્મન્સ આપતા કલાકારો.
પેરાલિમ્પિક ગેમ્સના ઉદઘાટન પછી આતશબાજી.
ઉદઘાટન સમારોહ દરમિયાન કલ્ચરલ એક્ટિવિટી.
જેવલિન થ્રોઅર સુમિત અને શોટ પુટર ભાગ્યશ્રીએ તિરંગો લહેરાવ્યો
પરેડ ઑફ નેશન્સમાં ભારતીય ખેલાડીઓ પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. જેવલિન થ્રોઅર સુમિત અંતિલ (F-64) અને શોટ પુટ ખેલાડી ભાગ્યશ્રી જાધવ (F-34)એ તિરંગો લહેરાવ્યો હતો.
ઓપનિંગ સેરેમની દરમિયાન ભારતીય જેવલિન થ્રોઅર સુમિત અંતિલ.
ભારતીય ટીમ રેકોર્ડ મેડલ લાવે તેવી આશા
ભારતે 2021માં ટોકિયો પેરાલિમ્પિક્સમાં 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીત્યા હતા અને રેન્કિંગમાં 24મું સ્થાન મેળવ્યું હતું. ત્રણ વર્ષ પછી, ભારતનું લક્ષ્ય ગોલ્ડ મેડલની સંખ્યાને બે આંકડામાં લઈ જવા અને કુલ 25 થી વધુ મેડલ જીતવાનું છે. ભારત આ વખતે 12 રમતોમાં ભાગ લઈ રહ્યું છે, જ્યારે ટોકિયોમાં 54 સભ્યોની ટીમે 9 રમતોમાં ભાગ લીધો હતો.