ઢાકા24 મિનિટ પેહલા
- કૉપી લિંક
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનો હત્યાના આરોપમાં બચાવ કર્યો છે. બોર્ડના પ્રમુખ ફારૂક અહેમદે કહ્યું- ‘જ્યાં સુધી શાકિબ અલ હસન દોષિત સાબિત ન થાય ત્યાં સુધી. ત્યાં સુધી તે બાંગ્લાદેશ માટે રમવાનું ચાલુ રાખશે. અમે તેને ભારતીય પ્રવાસ માટે પણ ટીમમાં ઈચ્છીએ છીએ.’
ત્રણ દિવસ પહેલા, 25 ઑગસ્ટ, રવિવારના રોજ, એક કાનૂની નોટિસમાં BCBને બાંગ્લાદેશની રાષ્ટ્રીય ટીમમાંથી શાકિબને દૂર કરવા અને તેને પાકિસ્તાન પ્રવાસમાંથી પરત બોલાવવાની માગ કરવામાં આવી હતી. BCB પ્રમુખે આ અંગે નિવેદન આપ્યું છે. હાલમાં શાકિબ અલ હસન પાકિસ્તાન પ્રવાસ પર બાંગ્લાદેશ ટીમનો ભાગ છે. 2 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ 30 ઑગસ્ટથી રાવલપિંડીમાં શરૂ થશે. બાંગ્લાદેશે પ્રથમ મેચમાં 10 વિકેટે ઐતિહાસિક જીત નોંધાવી છે.
શાકિબ પર હત્યાનો આરોપ
ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, રફીકુલ ઈસ્લામે કહ્યું કે 5 ઑગસ્ટના રોજ તેનો પુત્ર રૂબેલ અદાબરના રિંગરોડ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો. જેમાં રૂબેલની સાથે અન્ય ઘણા વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. શાકિબ સહિત 147 લોકો પર આંદોલનકારીઓ પર ગોળી ચલાવવાનો આદેશ આપવાનો આરોપ છે. ફાયરિંગમાં ઘણા આરોપીઓ પણ સામેલ હતા.
ગોળીબાર દરમિયાન રૂબેલ ઘાયલ થયો હતો, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ 2 દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું. જે બાદ પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
રૂબેલની હત્યા સમયે શાકિબ અલ હસન કેનેડામાં ગ્લોબલ ટી-20 લીગ રમી રહ્યો હતો.
શાકિબ હસીનાની સરકારમાં મંત્રી હતો
શાકિબ આ વર્ષે સાંસદ બન્યો હતો. તે શેખ હસીનાની સરકારમાં મંત્રી હતો. દેશમાં હિંસક વિરોધ બાદ શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તેણે દેશ પણ છોડવો પડ્યો. હસીનાના રાજીનામા બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં મુખ્ય સલાહકારનું પદ સંભાળ્યું છે.
આ તસવીર સંસદની ચૂંટણી લડતી વખતેની એક મિટિંગની છે, જ્યાં શાકિબ પહોંચ્યો હતો.
રૂબેલની 7મી ઓગસ્ટે હત્યા થઈ હતી, શાકિબ કેનેડામાં હતો
પીટીઆઈ અનુસાર, રફીકુલ ઈસ્માલાના પુત્ર રૂબેલનું 7 ઓગસ્ટના રોજ આંદોલન દરમિયાન મોત થયું હતું. FIRમાં શાકિબને આરોપી નંબર 27 કે 28 બનાવવામાં આવ્યો છે. અહેવાલોમાં એ પણ જાણવા મળ્યું છે કે 5 ઑગસ્ટના વિરોધ દરમિયાન શાકિબ બાંગ્લાદેશમાં નહોતો.
બાંગ્લાદેશમાં હિંસક વિરોધ દરમિયાન શાકિબ કેનેડા ગયો હતો. શાકિબે 26 જુલાઈથી 9 ઓગસ્ટ દરમિયાન કેનેડામાં આયોજિત ગ્લોબલ T20 લીગમાં ભાગ લીધો હતો. આટલું જ નહીં 26 જુલાઈ પહેલા તે અમેરિકામાં મેજર લીગ ક્રિકેટ રમી રહ્યો હતો.
રૂબેલની હત્યા સમયે શાકિબ અલ હસન કેનેડામાં ગ્લોબલ T20 લીગ રમી રહ્યો હતો.
શાકિબનો વિવાદો સાથે ઊંડો સંબંધ
બાંગ્લાદેશનો આ સ્ટાર ઓલરાઉન્ડર અવારનવાર મેદાન પર અને મેદાનની બહાર વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. આ વર્ષે એપ્રિલમાં તેની ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ઝપાઝપી થઈ હતી. તેનો ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો અને થપ્પડ મારવાની ધમકી પણ આપી. આ સિવાય તે ઘણી વખત મેદાન પર વિપક્ષી ટીમના ખેલાડીઓ અને અમ્પાયરો સાથે પણ ઘર્ષણ કરી ચૂક્યો છે.
શાકિબ અલ હસનને લગતા આ સમાચાર પણ વાંચો…
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને શાકિબ અલ હસન વિરુદ્ધ નોટિસ: ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક હટાવવાની માગ, હત્યામાં સંડોવણીના આરોપો
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસનને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક હટાવવાની નોટિસ મળી છે. થોડા દિવસ પહેલા સાકિબ પર એક હત્યામાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો. તાજેતરમાં બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીન વિરુદ્ધ આંદોલનમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો…