સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ODI વર્લ્ડ કપ 2023માં સતત ઈન્જેક્શન લઈને રમતો હતો. બંગાળ માટે શમી સાથે રમતા એક ક્રિકેટરે PTIને કહ્યું, આ ફાસ્ટ બોલરની ડાબી એડીની સમસ્યા જૂની છે. આ વિશે બહુ ઓછા લોકો જાણે છે.
તેણે કહ્યું, શમી વર્લ્ડ કપ મેચ દરમિયાન દર્દથી ઝઝૂમી રહ્યો હતો, તે સતત ઈન્જેક્શન લેતો રહ્યો, જેથી તે વર્લ્ડ કપમાં રમી શકે. શમી આ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 7 મેચમાં 24 વિકેટ લીધી હતી.
નીચેના ગ્રાફિકમાં જુઓ વર્લ્ડ કપમાં શમીનું પ્રદર્શન…
શમી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીનો ભાગ નથી
વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ છે. શમીએ આ પ્રવાસમાં ટીમનો સાથ આપ્યો નથી. જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટેસ્ટ ટીમની જાહેરાત કરી ત્યારે તે ટીમનો ભાગ હતો, પરંતુ બાદમાં બોર્ડે કહ્યું કે શમી ફિટ ન હોવાને કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે. શમીની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવવામાં આવ્યો હતો.
આવેશ બીજી ટેસ્ટ માટે ટીમ સાથે જોડાયો
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ માટે મોહમ્મદ શમીના સ્થાને ભારતીય ટીમમાં ઝડપી બોલર આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોહમ્મદ શમીને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
સિરીઝની શરૂઆત પહેલા જ મોહમ્મદ શમી ફિટનેસ ટેસ્ટમાં પાસ ન થવાને કારણે પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. જો કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેમના સ્થાને કોઈ ખેલાડીને સામેલ કર્યા નથી. હવે પ્રથમ મેચ સમાપ્ત થયા બાદ શમીના સ્થાને આવેશ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.