મુંબઈ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ઈંગ્લેન્ડ સામેની T-20 સિરીઝમાં વાપસી થઈ છે. તે ODI વર્લ્ડ કપ ફાઇનલ બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. તે જ સમયે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે.
ઈન્ડિયન એક્સપ્રેસે BCCIના સૂત્રોને ટાંકીને આ દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ અને નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હર્ષિત રાણા પણ T-20માં ડેબ્યૂ કરશે.
T-20 સિરીઝની પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ રમાશે. ત્યાર બાદ 6 ફેબ્રુઆરીથી 3 વન-ડે સિરિઝ શરૂ થશે.
ટીમ પસંદગીની મુખ્ય વાતો…
- મોહમ્મદ શમી 14 મહિના બાદ વાપસી કરી રહ્યો છે. તેણે ભારત માટે તેની છેલ્લી મેચ 19 નવેમ્બર 2023ના રોજ રમી હતી.
- અભિષેક શર્માને પડતો મૂકવામાં આવ્યો, તેની જગ્યાએ યશસ્વી જયસ્વાલને તક મળી.
- શિવમ દુબે, જીતેશ શર્મા, રિષભ પંત અને અવેશ ખાનને જગ્યા મળી નથી. ધ્રુવ જુરેલ અને હર્ષિત રાણાને સ્થાન મળ્યું હતું.
- નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરના રૂપમાં ચાર ઓલરાઉન્ડરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
શમીએ ઘરેલુ ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું શમી રણજી ટ્રોફીના રાઉન્ડ-1માં મધ્યપ્રદેશ સામેની બંગાળની મેચમાંથી ઈજા બાદ પરત ફર્યો હતો. તે સૈયદ મુશ્તાક અલી (T20) અને વિજય હજારે ટ્રોફી (ODI) પણ રમ્યો હતો, જેણે ભારતીય ટીમમાં તેના કમબેકની આશાઓ વધારી દીધી છે.
ગયા વર્ષે જાન્યુઆરીમાં પગની સર્જરી કરાવી હતી શમીએ જાન્યુઆરી-2024માં ઈંગ્લેન્ડમાં પગની ઘૂંટીની સર્જરી કરાવી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી શમી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ કેમ્પમાં હતો.
શમીએ જાન્યુઆરી 2023માં પગની સફળ સર્જરી બાદ આ ફોટો શેર કર્યો હતો.
ભારતની T20 ટીમ- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, નીતિશ રેડ્ડી, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, ધ્રુવ જુરેલ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી અને વોશિંગટન સુંદર.