- Gujarati News
- Sports
- Cricket
- Shardul’s First Century In First class Cricket, Shreyas Failed; Madhya Pradesh All Out For 252 In The First Innings
સ્પોર્ટ્સ ડેસ્ક3 મિનિટ પેહલા
- કૉપી લિંક
રણજી ટ્રોફી 2023/24ની બંને સેમિફાઈનલ મેચ શનિવારથી રમાઈ રહી છે. પ્રથમ સેમિફાઈનલ મધ્યપ્રદેશ અને વિદર્ભ વચ્ચે રમાઈ રહી છે. તો બીજી સેમિફાઈનલ મુંબઈ અને તમિલનાડુ વચ્ચે ટક્કર જોવા મળી છે.
રવિવારે મેચના બીજા દિવસે મુંબઈ માટે શાર્દૂલ ઠાકુરે સદી ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાર્દૂલની આ પ્રથમ સદી છે. તે જ સમયે ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો મિડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યર પ્રથમ દાવમાં નિષ્ફળ રહ્યો હતો.
શાર્દૂલની સદીએ મુંબઈને શાનદાર રીતે લીડ અપાવી
ટુર્નામેન્ટની બીજી સેમિફાઈનલ મેચના બીજા દિવસે મુંબઈ માટે શાર્દૂલ ઠાકુરે સદી ફટકારી હતી. 9માં નંબર પર બેટિંગ કરવા આવેલા શાર્દૂલે 105 બોલમાં 109 રન બનાવ્યા હતા. તેના સિવાય સરફરાઝ ખાનનો નાનો ભાઈ મુશીર ખાન 55 રન બનાવીને આઉટ થયો હતો. દિવસની રમતના અંતે મુંબઈની ટીમે નવ વિકેટના નુકસાન પર 353 રન બનાવી લીધા છે. તનુષ કોટિયન 74 રન અને તુષાર દેશપાંડે 17 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા.
શ્રેયસ અય્યર મુંબઈની પ્રથમ ઇનિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો અને 3 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેને તમિલનાડુના જમણા હાથના મધ્યમ ઝડપી બોલર સંદીપ વોરિયરે બોલ્ડ કર્યો હતો. તમિલનાડુ તરફથી કેપ્ટન સાંઈ કિશોરે અત્યાર સુધીમાં 6 વિકેટ લીધી છે. કુલદીપ સેને 2 વિકેટ લીધી હતી. જ્યારે સંદીપ વારિયરને 1 વિકેટ મળી હતી.
કેપ્ટન સાંઈ કિશોરે તમિલનાડુ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 6 વિકેટ લીધી છે.
હિમાંશુ મંત્રીની સદી
સિઝનની પ્રથમ સેમિફાઈનલ મેચના બીજા દિવસે મધ્યપ્રદેશના હિમાંશુ મંત્રીએ વિદર્ભ સામે પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. મધ્યપ્રદેશે આજે સવારે તેનો સ્કોર 47/1 પર પહોંચાડ્યો હતો. ટીમ પ્રથમ દાવમાં 252 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિદર્ભ પ્રથમ દાવમાં 170 રનમાં સમેટાઈ ગયું હતું. દિવસની રમતના અંત સુધીમાં વિદર્ભની ટીમે બીજા દાવમાં એક વિકેટના નુકસાને 13 રન બનાવી લીધા હતા. આ સિઝનમાં દિલ્હીથી વિદર્ભની ટીમમાં સામેલ થયેલો ધ્રુવ શોરે 10 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને અક્ષય વખારે 1 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
એમપીની ટીમ માટે પ્રથમ દાવમાં હિમાંશુ મંત્રીએ 265 બોલમાં 126 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય સરંશ જૈને 30, સાગર સોલંકીએ 26, હર્ષ ગવળીએ 25 અને યશ દુબેએ 11 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓ સિવાય છ ખેલાડીઓ ડબલ ફિગરને પાર કરી શક્યા ન હતા. વિદર્ભ તરફથી ઉમેશ યાદવ અને યશ ઠાકુરે 3-3 વિકેટ લીધી હતી. અક્ષય વાખરેને 2 સફળતા મળી. આદિત્ય સરવતેને 1 વિકેટ મળી હતી.