સ્પોર્ટ્સ ડેસ્ક5 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યર, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ તામિલનાડુ ક્રિકેટની બૂચી બાબુ ઈન્વિટેશન ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 15 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટનું આયોજન 4 અલગ-અલગ જગ્યાએ કરવામાં આવશે. તેમાં તિરુનેલવેલી, કોઈમ્બતુર, સાલેમ અને નાથમનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટ રેડ બોલ સાથે દિવસોના ફોર્મેટમાં રમાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રેયસ અય્યર મુંબઈ માટે એક મેચ રમશે, જ્યારે ઈશાન ઝારખંડ ટીમની કેપ્ટનશિપ કરશે. બૂચી બાબુ ઈન્વિટેશન ટુર્નામેન્ટની વિજેતા ટીમને 3 લાખ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. મધ્યપ્રદેશની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરી રહી છે.
મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, હૈદરાબાદ, બંગાળ, મુંબઈ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, છત્તીસગઢ અને ગુજરાતની સાથે TNCA-11 અને TNCA પ્રેસિડન્ટ-11ની ટીમ ભાગ લેશે.
અય્યર જમ્મુ-કાશ્મીર સામે રમશે
અય્યર કોઈમ્બતુરમાં મુંબઈની બીજી મેચ માટે ઉપલબ્ધ રહેશે. ભારતીય T20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ આમાં રમશે. મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA)ના સંયુક્ત સચિવ દીપક પાટીલે કહ્યું, ‘શ્રેયસ અય્યર તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત બૂચી બાબુ ઈન્વિટેશન ટુર્નામેન્ટમાં મુંબઈ તરફથી રમશે. તેઓ 27 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી કોઈમ્બતુરમાં જમ્મુ-કાશ્મીર સામે રમશે.
અય્યર આ મહિને શ્રીલંકા સામેની ODI શ્રેણીમાંથી ભારતીય ટીમમાં પરત ફર્યો છે, જ્યારે સૂર્યકુમારે T20 શ્રેણીમાં ભારતીય ટીમની આગેવાની સંભાળી છે.
ઝારખંડે કિશનને કેપ્ટન બનાવ્યો
ઝારખંડની ટીમે ઈશાન કિશનને કેપ્ટન બનાવ્યો છે. તે તમામ મેચમાં ઉપલબ્ધ રહેશે. તે બુધવારે ટ્રેનિંગ કેમ્પમાં ટીમ સાથે જોડાયો હતો. ઈશાન આ ટુર્નામેન્ટથી ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં કમબેક કરી રહ્યો છે. તે રણજી ટીમમાં પણ વાપસી કરી શકે છે.
ઈશાન ગત સિઝનમાં રણજી ટ્રોફીનો ભાગ નહોતો. આવી સ્થિતિમાં તેને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પસંદગીકારો નારાજ હતા કે ઈશાન રણજી છોડીને પંડ્યા સાથે IPLની તૈયારી કરી ચૂક્યો છે.