3 કલાક પેહલા
- કૉપી લિંક
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન શ્રેયસ અય્યરને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મંગળવારે કોલકાતામાં રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચમાં સ્લો ઓવર રેટના કારણે અય્યરને દંડ ફટકાર્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ બુધવારે આ જાણકારી આપી.
IPLની 17મી સિઝનમાં મંગળવારે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આ મેચમાં રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 223 રન બનાવ્યા હતા. સુનીલ નારાયણે 56 બોલમાં 109 રન બનાવ્યા હતા. રાજસ્થાને 20 ઓવર રમીને 8 વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા હતા.
આઈપીએલ અધિકારીઓએ કહ્યું કે આ સિઝનમાં કોલકાતાની ટીમની આ પહેલી ભૂલ હતી, તેથી આઈપીએલની આચાર સંહિતા મુજબ ન્યૂનતમ સજા આપવામાં આવી છે.
રાજસ્થાન છેલ્લા બોલ પર જીત્યું, આ ઓવરમાં માત્ર 4 ખેલાડી બાઉન્ડરી પર હતા
રાજસ્થાનને 20મી ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી. KKRની ટીમ નિર્ધારિત સમયે ઓવર પૂરી કરવામાં પાછળ પડી ગઈ હતી. જેના કારણે છેલ્લી ઓવરમાં અય્યર 5ને બદલે માત્ર 4 ખેલાડીઓને જ બાઉન્ડરી પર મોકલી શક્યો હતો.
ટૉસ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યર અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન. (ફોટો ક્રેડિટ- BCCI)