સ્પોર્ટ્સ ડેસ્ક22 મિનિટ પેહલા
- કૉપી લિંક
શુભમન ગિલે ભારત માટે 55 વન-ડે મેચમાં 2775 રન બનાવ્યા છે.
ભારતીય ઓપનર શુભમન ગિલને ICC પ્લેયર ઑફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો. આ ગિલનો ત્રીજો પ્લેયર ઑફ ધ મંથ એવોર્ડ છે, જે અગાઉ 2023માં જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં જીત્યો હતો.
ફેબ્રુઆરી મહિનામાં રમાયેલી 5 ODI મેચમાં શુભમને 101.50 ની સરેરાશ અને 94.19 ના સ્ટ્રાઇક રેટથી 406 રન બનાવ્યા. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 3 મેચની વન-ડે સિરીઝમાં તે 259 રન બનાવીને ટૉપ સ્કોરર રહ્યો હતો. ભારતે આ સિરીઝ 3-0થી જીતી હતી.
ઇંગ્લેન્ડ સામે સતત 3 અડધી સદી ફટકારી શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની 3 મેચની ODI સિરીઝમાં સતત 3 અડધી સદી ફટકારી હતી. નાગપુરમાં રમાયેલી પહેલી વન-ડેમાં તેણે 87 રન બનાવ્યા હતા. કટક ખાતેની બીજી વન-ડેમાં 60 રન બનાવ્યા. આ પછી, અમદાવાદમાં સદી ફટકારીને, તેણે ભારતીય ટીમ માટે સિરીઝ જીતી. તેણે માત્ર 102 બોલમાં 112 રન બનાવ્યા અને તેમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગ માટે ગિલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો.

શુભમને ઇંગ્લેન્ડ સામે અમદાવાદ વન-ડેમાં સદી ફટકારી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પહેલી મેચમાં સદી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પહેલી મેચમાં શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા અણનમ 101 રન બનાવ્યા. તેણે બાંગ્લાદેશ સામેની પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની મોટી મેચમાં તેણે 7 ચોગ્ગાની મદદથી 46 રનની ઇનિંગ રમી હતી. તે ટુર્નામેન્ટમાં ભારત માટે ત્રીજો સૌથી વધુ સ્કોર કરનાર બોલર હતો. તેણે 5 મેચમાં 188 રન બનાવ્યા.

બાંગ્લાદેશ સામેની પહેલી મેચમાં શુભમને સદી ફટકારી હતી.
ભારતે ફાઈનલ 4 વિકેટથી જીતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં શુભમન ગિલે કેપ્ટન રોહિત શર્મા સાથે મળીને પ્રથમ વિકેટ માટે 105 રન જોડ્યા હતા. તેણે 31 રનની ઇનિંગ રમી. ભારતે આ મેચ 4 વિકેટે જીતી લીધી. રોહિત શર્માએ ફાઈનલ મેચમાં 76 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

ભારતીય ટીમના વાઇસ-કેપ્ટન શુભમન ગિલે ચેમ્પિયન્સ ટ્રોફીની 5 મેચમાં 188 રન બનાવ્યા હતા.